Kedar Yog 2023: જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ નિશ્ચિત સમયમાં રાશિ બદલે છે. જ્યારે પણ ગ્રહ રાશિ બદલે છે ત્યારે કેટલાક શુભ અને અશુભ એમ બંને પ્રકારના યોગનું નિર્માણ થાય છે. હાલના સમયમાં ગ્રહોએ જે રાશિ પરિવર્તન કર્યું છે જેના કારણે કેદાર યોગનું નિર્માણ થયું છે. કેદાર યોગ ત્યારે બને છે જ્યારે કુંડળી ચાર ભાવમાં સાત ગ્રહની સ્થિતિ સર્જાય અથવા તો એક જ રાશિમાં એક કરતાં વધારે ગ્રહ આવે. હાલ ગ્રહોની આવી જ સ્થિતિ સર્જાય છે જેના કારણે કેદાર યોગ બન્યો છે. આ યોગ ત્રણ રાશિના લોકો માટે શુભ સાબિત થવાનો છે. ત્રણ રાશિના લોકોનો ભાગ્યોદય કેદાર યોગના કારણે થઈ શકે છે. આ રાશિના લોકોને અચાનક ધન મળી શકે છે સાથે જ કારકિર્દીમાં સફળતા પ્રાપ્ત થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેદાર યોગના કારણે આ રાશિઓને થશે લાભ


આ પણ વાંચો:


વર્ષો પછી સર્જાશે શનિ અમાસ પર આવો સંયોગ, જાણો કઈ રાશિના લોકોનો થશે બેડોપાર


Mangal Gochar 2023: 1 જુલાઈ સુધીમાં આ રાશિઓને મળશે અઢળક ધન, પરિવારમાં છવાશે ખુશીઓ


પૈસાની તંગી દુર કરવી હોય તો આ દિવસે કિન્નરને દાનમાં આપો આ વસ્તુ, દુર થશે દરિદ્રતા


મેષ રાશિ
 
મેષ રાશિના લોકો માટે કેદાર યોગ ખૂબ જ ફળદાયી રહેશે. આ રાશિના લોકોને અચાનક ધન મળશે. જે પૈસા અટક્યા હતા તે હવે પરત મળશે. જો કે આ સમય થોડો માનસિક તણાવ આપી શકે છે પરંતુ સ્થિતિ તેમના નિયંત્રણમાં રહેશે. આ રાશિના લોકો વાણીના જોર પર પોતાના કામ પુરા કરશે.  


કર્ક રાશિ


કેદાર યોગ કર્ક રાશિના લોકો માટે પણ ખૂબ જ શુભ રહેશે. કર્ક રાશિના લોકોને આ સમયે પ્રોપર્ટીથી મોટો લાભ થઈ શકે છે. નોકરી કરતા લોકોને મોટું પદ મળી શકે છે. તેમની પ્રતિષ્ઠામાં વધારો થશે. માન-સન્માન મળશે. ગ્લેમર, ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોને ઘણો ફાયદો થશે. અચાનક ધન લાભ મળવાની શક્યતાઓ છે.


મકર રાશિ 


કેદાર યોગ મકર રાશિ માટે ખૂબ જ શુભ છે. આ લોકોને જીવનમાં બધી જ સુખ-સુવિધાઓ મળશે. નવી કાર, ઘર, કિંમતી વસ્તુઓ ખરીદી શકે છે. નોકરીયાત લોકોને પ્રમોશન-ઇન્ક્રીમેન્ટ મળી શકે છે. વેપારમાં પણ ફાયદો થઈ શકે છે. ભાગ્ય સાથ આપશે જેના કારણે તમારા અટકેલા કામ પણ પૂરા થશે. શાસન-સત્તા માટે લાભદાયક સમય.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)