હિંદુ ધર્મમાં મહાશિવરાત્રી પર્વનું ધાર્મિક મહત્વ ઘણું છે. ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી પર આવતી આ તિથિ 18 ફેબ્રુઆરી, 2023 શનિવારના રોજ આવી રહી છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન ભોળેનાથની વિશેષ પૂજા કરવાથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને તેમના જીવનની તમામ પરેશાનીઓ દૂર થાય છે. મહાશિવરાત્રીના દિવસે લાખો ભક્તો ભોલેનાથના પ્રસિદ્ધ મંદિરોમાં જાય છે અને તેમની પૂજા કરે છે. બધા ભક્તો તેમને પ્રસન્ન કરવા માટે અલગ-અલગ વસ્તુઓ ચઢાવે છે, પરંતુ શિવલિંગની પૂજામાં કેટલીક ખાસ અને જરૂરી વસ્તુઓ છે જે જરૂરી માનવામાં આવે છે. તો ચાલો જાણીએ મહાશિવરાત્રી પૂજા સાથે જોડાયેલી 5 જરૂરી વસ્તુઓ વિશે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. ભસ્મ
ભગવાન શિવની પૂજામાં ભસ્મનો ઉપયોગ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. ખાસ કરીને મહાશિવરાત્રીના દિવસે શિવલિંગ પર ભસ્મ અર્પણ કરવી જોઈએ. ધાર્મિક માન્યતાઓ અનુસાર, રાખને ભગવાન શિવનુ મુખ્ય વસ્ત્ર માનવામાં આવે છે, કારણ કે તેમનું આખું શરીર રાખથી ઢંકાયેલું હોય છે. માટે મહાશિવરાત્રીના દિવસે શિવલિંગ પર ભસ્મ જરુર ચઢાવવી જોઈએ.


આ પણ વાંચો:
ગુજરાત સરકારનું દેવું 4 લાખ કરોડને પાર, 1 વર્ષમાં 24 હજાર કરોડ વધ્યું
લંડન સે આયા શિવભક્ત : વિદેશી પોલીસ અધિકારીએ ભારતીયની જેમ મંદિરમાં પૂજા કરી
શું મહિન્દ્રાની કાર ખરીદવાનું વિચારી રહ્યા છો? એકવાર વાંચી લેજો આ રીપોર્ટ


2. બીલીનુ ફળ
અન્ય ફળો ઉપરાંત, મહાશિવરાત્રિના શિવલિંગ પર બીલીનુ ફળ ચઢાવવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એવું માનવામાં આવે છે કે આ ફળ ભગવાન શિવને અર્પણ કરવાથી વાસ્તુ દોષ દૂર થાય છે અને ઘરમાં સુખ-શાંતિ આવે છે.


3. રૂદ્રાક્ષ
ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન શિવની આંખોમાંથી નીકળતા આંસુથી બનેલા રુદ્રાક્ષને ચઢાવવું શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી શિવજી જલ્દી પ્રસન્ન થાય છે અને ભક્તો પર પોતાની વિશેષ કૃપા વરસાવે છે.



4. દૂધ
ધાર્મિક માન્યતાઓ અનુસાર, સમુદ્ર મંથનમાં નીકળેલા ઝેરને પીવાથી ભગવાન શિવનું શરીર બળવા લાગ્યું હતુ ત્યારે ત્યાં હાજર દેવતાઓએ તેમને દૂધ પીવાની વિનંતી કરી હતી. જે બાદ તેમનું શરીર સળગતા બચી ગયું હતું. એટલા માટે ભગવાન શિવને દૂધ ચઢાવવું ધાર્મિક દ્રષ્ટિકોણથી શુભ માનવામાં આવે છે.


5. ગંગા જળ
એવું માનવામાં આવે છે કે જ્યારે માતા ગંગાને પૃથ્વી પર લાવવાની હતી ત્યારે ભગવાન શિવે તેમને પોતાના વાળમાં ધારણ કર્યા હતા અને તેમને ગંગા જળ ખૂબ જ પ્રિય છે, તેથી મહાશિવરાત્રિની પૂજા દરમિયાન શિવલિંગ પર ગંગા જળ જરુર ચઢાવવું જોઈએ.


આ પણ વાંચો:
બેંકમાં નોકરી કરવાની સોનેરી તક, મળશે એક લાખથી વધુ પગાર, જલ્દી કરો અરજી
ક્યારથી શરૂ થશે ચૈત્રી નવરાત્રી? જાણો ઘટસ્થાપનનું શુભ મુહૂર્ત, તમામ વિગતો
આ ઘરગથ્થુ નુસખા સામે નહીં ચાલે Blackheads ની જીદ, એકવારમાં જ થઈ જશે દુર


(અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube