Mahashivratri Horoscope: મહા માસની ચૌદશની તિથિએ મહાશિવરાત્રીનો પર્વ ઉજવવામાં આવે છે. આ દિવસે દેશભરના શિવ મંદિરોમાં શણગાર થાય છે અને વિશેષ પૂજા અર્ચના થાય છે. આ દિવસે લોકો ઉપવાસ પણ કરે છે. આ દિવસે માતા પાર્વતી અને ભગવાન શિવના વિવાહ થયા હતા તેથી આ દિવસે ભોળાનાથ અને માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Mahashivratri ના દિવસે આ વસ્તુઓનું દાન કરવાથી જીવનમાંથી દુર થશે દોષ, રોગ અને શોક


આ વર્ષે મહાશિવરાત્રીનો તહેવાર 8 માર્ચે ઉજવવામાં આવશે. મહાશિવરાત્રીના દિવસે ગ્રહોનો દુર્લભ યોગ પણ સર્જાવા જઈ રહ્યો છે. આ વર્ષે મહાશિવરાત્રી પર 300 વર્ષ પછી સર્વાર્થ સિદ્ધિયોગ, સિદ્ધિ યોગ અને શિવયોગ બની રહ્યો છે. આ ત્રણ યોગના કારણે કેટલીક રાશિના લોકો માટે શુભ રાત્રી ખૂબ જ ખાસ બની રહેશે. કઈ છે આ રાશિઓ અને તેમને કેવા લાભ થશે ચાલો તમને જણાવીએ. 


આ પણ વાંચો: આ છે દેશના પ્રખ્યાત ગણેશ મંદિર, દર્શન કરવા માત્રથી મનોકામના થઈ જાય પુરી, જુઓ Photos


વૃષભ રાશિ


વૃષભ રાશિના લોકો માટે મહાશિવરાત્રી ખૂબ જ શુભ રહેવાની છે. વૃષભ રાશિના લોકોના જીવનમાં આ દિવસે ખુશીઓ છવાશે. જે ખુશખબરીની રાહ જોઈ રહ્યા હતા તે મળી શકે છે. પ્રગતિના રસ્તા ખુલશે અને પદમાં વધારો થશે.


સિંહ રાશિ


સિંહ રાશિના લોકો માટે પણ મહાશિવરાત્રીનો પર્વ ખૂબ જ શુભ રહેવાનો છે. સિંહ રાશિના લોકોના સારા દિવસોની શરૂઆત થશે. કારકિર્દીમાં સફળતા મળશે અને ધન લાભ થશે. માન-સન્માનમાં અને પદ પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. 


આ પણ વાંચો: Astro Tips: દવા અને સારવાર પછી પણ બીમારી પીછો નથી છોડતી ? તો રોગ દુર કરવા કરો આ ઉપાય


તુલા રાશિ


તુલા રાશિના લોકો માટે પણ મહાશિવરાત્રી ખૂબ જ ખાસ છે આર્થિક બાબતોમાં આ રાશિના લોકોને ફાયદો થશે ધન લાભના પણ યોગ બની રહ્યા છે. આ રાશિના લોકોને કાર્યોમાં સફળતા મળશે માન સન્માનમાં પણ વૃદ્ધિ થશે.


આ પણ વાંચો: Broom Vastu: આ દિવસે ઝાડુ ખરીદવું સૌથી શુભ, ઝાડુની સાથે ઘરમાં આવે છે સુખ-સમૃદ્ધિ


કુંભ રાશિ


મહાશિવરાત્રીનો પર્વ કુંભ રાશિના લોકો માટે પણ ખાસ હશે કુંભ રાશિના લોકોની દરેક મનોકામના પૂર્ણ થશે. નોકરીમાં પ્રમોશન કે નોકરીમાં નવી તકો મળી શકે છે પરિવારના સભ્યો સાથે સંબંધ મજબૂત થશે. આ દિવસે શિવજીનો અભિષેક કરવાથી લાભ થશે.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)