Makar Sankranti Festival 2023: સામાન્ય રીતે એવી માન્યતા હોય છેકે, મકરસંક્રાંતિના દિવસે દાન પૂણ્ય કરવાથી જીવનમાં અનેક લાભ થાય છે. ત્યારે મકરસંક્રાંતિના દિવસે ગંગાસ્નાનનું પણ વિશેષ મહાત્મ્ય છે. આ વર્ષે 14 જાન્યુઆરી, 2023 ના રોજ મકર સંક્રાંતિની ઉજવણી કરવામાં આવશે. મકર સંક્રાંતિ પર સૂર્ય પૂજાની સાથે-સાથે ગંગા સ્નાનનું મહત્વ પણ બહુ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મકર સંક્રાંતિ પર ગંગા સ્નાનનું મહત્વ અને લાભ-
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મકર સંક્રાંતિ પર સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે. સૂર્ય મકરમાં પ્રવેશ કરતાં જ ધનુમાસ ખતમ થઈ જશે.


જ્યોતિષ શાસ્ત્ર મુજબ મકરસંક્રાતિના દિવસે ગંગા સ્નાનું અનેરું મહત્ત્વ છે, તેનાથી પાપકર્મોનો નાશ થાય છે.


જ્યોતિષ શાસ્ત્ર મકરસંક્રાતિના દિવસે ગંગા સ્નાન કરીને દાન કરવાથી તમારા તમામ દોષોનું શમન થાય છે.


આ વિશેષ યોગમાં ગંગા સ્નાન ખૂબજ ફાયદાકારક અને મહત્વપૂર્ણ ગણાય છે. આ યોગમાં ગંગા સ્નાન કરવાથી મોક્ષ પ્રાપ્તિ થાય છે.


આ વિશેષ યોગમાં ગંગા સ્નાન કરવાથી અક્ષણ પુણ્યની પ્રાપ્તિ થશે. પાપ કર્મ નષ્ટ થઈ જશે અને દેવી-દેવતાઓના આશીર્વાદ મળશે.


પૌરાણિક કથા અનુસાર, ભાગીરથની તપસ્યાના ફળ સ્વરૂપ ગંગા નદીનું ધરતી પર અવતરણ મકર સંક્રાંતિના દિવસે જ થયું હતું.


કથામાં વર્ણવેલ માહિતી અનુસાર, ગંગા નદીનો વેગ વધારે હોવાના કારણે ભગવાન શિવે તેને પોતાની જટાઓમાં સ્થાન આપ્યું હતું.


આ જ કારણે એવું કહેવાય છે કે, જો ગંગા સ્નાન સમયે ભગવાન શિવના મંત્રોનો જાપ કરવામાં આવે તો શિવજીની કૃપા પ્રાપ્ત થાય છે.


ગંગા નદીમાં સ્નાન કરતી વખતે સૂર્યને અર્ધ્ય ચોક્કસથી આપવું જોઈએ. સાથે-સાથે ‘ૐ સૂર્યાય નમ:’ મંત્રનો જાપ ચોક્કસથી કરવો જોઈએ.


સૂર્ય અર્ધ્ય બાદ જ્યારે ગંગામાં ડુબકી લગાવવામાં આવે ત્યારે ભગવાન શિવના મંત્ર ‘ૐ નમ: શિવાય’ નો જાપ કરવો જોઈએ.


ડુબકી પૂરી થયા બાદ ગંગા નદીને પ્રાર્થના કરો અને આ માટે ‘ૐ નમો ગંગાયૈ વિશ્વરૂપિણી નારાયણી નમો નમ:’ નો જાપ કરવો જોઈએ.


જ્યોતિષ અનુસાર સૂર્ય સિવાય બુધ, ગુરૂ, ચંદ્રમા અને શનિના શુભ યોગ બનશે અને આ ચાર ગ્રહો મળીને ફાયદો આપશે.


એવી માન્યતા છે કે, માતા ગંગાને પ્રેમથી એક ફૂલ અર્પિત કરવામાં આવે તો તે પ્રસન્ન થાય છે અને વ્યક્તિનાં કષ્ટો માતા ગંગા હરી લે છે.