ખ્યાતી ઠક્કર, અમદાવાદઃ હિન્દુ સંસ્કૃતિમાં મકરસંક્રાતિ એટલે કે ઉત્તરાયણના પર્વનું વિશેષ મહત્વ હોય છે. આ દિવસે સૂર્ય ભગવાન મકર રાશિમાં પ્રવેશ કરે છે. સૂર્યના રાશિ પરિવર્તનની દરેક 12 રાશિઓ પર સારી-ખરાબ અસર પડતી હોય છે. શાસ્ત્ર અનુસાર મકર સંક્રાંતિ ના સમયે કરેલ પવિત્ર નદીઓમાં સ્નાનથી સૂર્ય મંત્ર કે ગાયત્રી મંત્ર જાપથી તેમજ  પૂજન થી તથા દાન-પુણ્યથી અનેક પ્રકારના રોગો અને ઋણમાંથી મુક્તિ મળે છે તેમજ ભગવાન સૂર્યનારાયણ ની કૃપાથી આત્મ બળ ની સાથે  શારીરિક માનસિક તેમજ આધ્યાત્મિક બળ મળે છે. તો મકરસંક્રાતિનો આ મહિનો દરેક 12 રાશિઓ માટે શુભ રહેવાનો છે. દરેક રાશિને સારૂ ફળ મળશે. વાંચો જ્યોતિષી ચેતન પટેલ મકર સંક્રાતિનો મહિનો દરેક રાશિ પર શું અસર કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ રાશિ : સ્વાસ્થ્યની દ્રષ્ટિએ અને  મુસાફરી અંગે આનંદકારક રહેશે સમાજમાં ઘણું મૂલ્ય પણ મલશે  માન પ્રાપ્ત થાય.


વૃષભ રાશિ :   જીવનમાં મુશ્કેલીઓ આવી શકે  વિવાદ વધી શકે  સ્વાસ્થ્ય અંગે સાવચેત રહેવું જોઈએ.


મિથુન રાશિ :  લાંબા પ્રવાસથી વિશેષ લાભ મળશે  ધન યોગ બની શકે છે   


કર્ક રાશિ : કાર્ય ની કાળજી લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે સફળતા માટે પ્રયાસ વધુ કરવા પડે  સમય  સામાન્ય રહેશે.


સિંહ રાશિ :  સફળતામાં મોટો ફરક પડશે  છે ખર્ચમાં વધારો અને  આંખને લગતી સમસ્યાઓથી વધારે મોટો ફાયદો થશે નહીં.
 
કન્યા રાશિ
:  નોકરી વ્યવસાય માં લાભ સંતાનો ના પ્રશ્નો હલ થશે. કર્યો માં મિત્ર લાભ મળે લોકોનો સાથ મળે 


તુલા રાશિ : મહેનત મુજબ ફળ મળશે  સ્વાસ્થ્ય સંબંધિત કોઈપણ  સમસ્યા થી બચવું  વ્યવસાયિક અડચણ આવી શકે 


વૃશ્ચિક રાશિ:  ભાગ્ય ની તક મળે કર્યો સફળ થાય સાહસ કરવા થી લાભ મળે નોકરી વ્યવસાય માં પ્રગતિ રહે 


ધન રાશિ :  ચિંતા ઓછી થાય  સ્વાસ્થ્ય સારું રહેશે આર્થિક સહાય મળે યાત્રા પ્રવાસ શુભ નથી


મકર રાશિ : આ સમય માં લગ્ન જીવનમાં ખુશી આવે તબિયત સારી થાય કાર્ય રુકાવટ દૂર થાય 


કુંભ રાશિ : વિદેશ યાત્રા કરવાની તક મળી શકે છે નોકરી વ્યવસાય માં લાભ થાય રોકાયેલા કાર્યો થાય


મીન રાશિ  :  સમય ખૂબ ફાયદાકારક રહેશે  વેપાર ધંધા નોકરી માટે લાભ પ્રદ રહે લગ્ન જીવન સુમેળ રહે આર્થિક રીતે સમય શુભ રહેશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube