નવી દિલ્હીઃ વૈદિક જ્યોતિષ અનુસાર ગ્રહ સમય-સમય પર રાશિ પરિવર્તન કરી શુભ અને રાજયોગનું નિર્માણ કરે છે. જેની સીધી અસર માનવ જીવન પર પડે છે. તમને જણાવી દઈએ કે માર્ચમાં 2 રાજયોગનું નિર્માણ થવાનું છે. જેમાં થનિ દેવના કુંભમાં ગોચરથી શશ મહાપુરૂષ રાજયોગ બની રહ્યો છે. તો મંગળ ગ્રહના પોતાની ઉચ્ચ રાશિ મકરમાં પ્રવેશ કરવાથી રૂચક રાજયોગ બની રહ્યો છે. સાથે શુક્ર ગ્રહ માર્ચમાં પોતાની ઉચ્ચ રાશિ મીનમાં પ્રવેશ કરશે. જેનાથી માલવ્ય રાજયોગનું નિર્માણ થશે. આ રાજયોગ લગભગ 200 વર્ષ બાદ બની રહ્યો છે, જેનાથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. સાથે ધનલાભ થઈ શકે છે. આવો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ વિશે....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મકર રાશિ
તમારા માટે આ ત્રણ રાજયોગનું બનવું શુભ સાબિત થઈ શકે છે. આ સમયે તમને અચાનક ધનલાભ થઈ શકે છે. સાથે તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે. તો તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે અને તમે લોન લીધી છે તો તે ચુકવી દેશો. આ સમયમાં તમે કોઈ પ્રોપર્ટી ખરીદી શકો છો. તમે કામ કારોબારના સંબંધમાં યાત્રા પણ કરી શકો છો, જે શુભ રહેશે. આ સમયમાં તમારી આવકમાં વધારો થશે. 


આ પણ વાંચોઃ હોળી પર ચંદ્રગ્રહણના પડછાયાથી થશે ઉથલ-પાથલ, કુંભ સહિત આ 4 રાશિઓ થશે પ્રભાવિત


વૃષભ રાશિ
માર્ચ મહિનામાં બની રહેલા રાજયોગ વૃષભ રાશિના જાતકોને ફાયદો કરાવશે. આ સમયમાં તમે કામધંધામાં પ્રગતિ કરશો. આ સાથે તમે વિચારેલી યોજનાઓ સફળ થશે. આ દરમિયાન તમારા માન-સન્માન અને પદ-પ્રતિષ્ઠામાં વધારો થશે. આ રાજયોગ બનવાથી તમારો વેપાર સારો ચાલશે અને આર્થિક સમૃદ્ધિ આવશે. તમને કરિયરમાં પ્રગતિ કરવાની તક મળશે. આ સમયે તમને ભાગ્યનો સાથ મળશે અને કમાણીની તક મળશે, જેથી તમારૂ બેન્ક બેલેન્સ વધશે. આ સાથે તમે બેરોજગાર છો તો નોકરીની તક મળી શકે છે. તમારા પિતા સાથેનો સંબંધ મજબૂત થશે. 


મિથુન રાશિ
તમારા માટે આ રાજયોગ લાભદાયક સાબિત થશે. આ સમયમાં તમને મહેનતની સાથે ભાગ્યનો સાથ મળશે. તમને કરિયરમાં પ્રગતિ કરવાની તક મળશે. આ સમયે તમે દેશ-વિદેશની યાત્રાએ પણ જઈ શકો છો. તો વેપારીઓને આ સમયમાં ધનલાભ થઈ શકે છે. તમે કોઈ મોટી ડીલ ફાઈનલ કરી શકો છો, જે ભવિષ્યમાં લાભ આપશે. જો તમે વિદ્યાર્થી છો તો આ સમયમાં તમને કોઈ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળશે. 


ડિસ્ક્લેમર
આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે તે દાવો નથી કરતા કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.