Eclipse 2024 : હોળી પર ચંદ્રગ્રહણના પડછાયાથી થશે ઉથલ-પાથલ, કુંભ સહિત આ 4 રાશિઓ થશે પ્રભાવિત
સનાતન ધર્મમાં દર વર્ષે ફાગણ મહિનાની સુદ પક્ષની પૂનમની રાત્રે હોલિકા દહન થાય છે અને તેના બીજા દિવસે ધૂળેટી ઉજવવામાં આવે છે. આ પર્વ ભાઈચારા, આપસી પ્રેમ અને સદ્ભાવનાનું પ્રતીક માનવામાં આવે છે. દેશભરમાં હોળીના તહેવારની ધૂમધામથી ઉજવણી કરવામાં આવે છે. ઘરમાં પકવાન બને છે અને લોકો એકબીજા પર કલર ઉડાળી આ પર્વની ઉજવણી કરે છે. આ વર્ષે 25 માર્ચ 2024ના હોળીનો તહેવાર ઉજવવામાં આવશે. પંચાગ અનુસાર આ વખતે હોળીના દિવસે ચંદ્રગ્રહણનો પડછાયો પડવાનો છે. 25 માર્ચે સવારે 10 કલાક 23 મિનિટથી બપોરે 3 કલાક 2 મિનિટ સુધી ચંદ્રગ્રહણ લાગશે. ભારતમાં આ ચંદ્રગ્રહણ દેખાશે નહીં. તેથી સૂતકકાળ માન્ય રહેશે નહીં. જ્યોતિષ ગણનાઓ અનુસાર વર્ષના પ્રથમ ચંદ્રગ્રહણના પ્રભાવથી કેટલાક જાતકોના જીવનમાં સમસ્યા આવી શકે છે. તેથી આ રાશિના જાતકોએ કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ...
મેષ રાશિ
આર્થિક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. નાણાના મામલામાં કોઈ પર આંખ બંધ કરી વિશ્વાસ ન કરો. ખર્ચ વધુ રહેવાને કારણે પરેશાન રહી શકો છો. આ દરમિયાન સમજી વિચારીને ખર્ચ કરવો જોઈએ.
કર્ક રાશિ
મન પરેશાન રહેશે. અજાણ્યા ભયને લઈને મન પરેશાન રહી શકે છે. પરિવારજનો સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે. ક્રોધ પર નિયંત્રણ રાખો અને વાદ-વિવાદથી દૂર રહો.
કન્યા રાશિ
લગ્ન જીવનમાં સમસ્યા વધી શકે છે. પાર્ટનર સાથે અણબનાવ બની શકે છે. પારિવારિક જીવનમાં સુખ-શાંતિ બનાવી રાખવાનો પ્રયાસ કરો.
કુંભ રાશિ
આર્થિક નુકસાન થઈ શકે છે. ખર્ચ વધી શકે છે. માનસિક અશાંતિ રહેશે. સ્વાસ્થ્ય સાથે જોડાયેલી નાની-મોટી સમસ્યા થશે. મનમાં નકારાત્મક વિચાર આવી શકે છે. આત્મસંયમ રાખો. આ સમયમાં ઉતાવળમાં કોઈ નિર્ણય લેવો નહીં.
મીન રાશિ
પરિસ્થિતિ પ્રતિકૂળ હોઈ શકે છે. આ દરમિયાન ઈજા થઈ શકે છે. તમારા આત્મસન્માનને ઠેસ પહોંચી શકે છે. પ્રોફેશનલ લાઇફમાં ઓફિસ પોલિટિક્સને કારણે સમસ્યા વધશે.
ડિસ્ક્લેમર
આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે તે દાવો નથી કરતા કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.
Trending Photos