Malavya Yog 2024: જ્યોતિષશાસ્ત્ર અનુસાર વ્યક્તિના જીવન પર ગ્રહ અને નક્ષત્રોની સકારાત્મક તેમજ નકારાત્મક અસર હંમેશા જોવા મળે છે. જ્યોતિષશાસ્ત્રમાં એવા કેટલાક યોગ વિશે જણાવવામાં આવ્યું છે જેનું નિર્માણ કુંડળીમાં થાય તો વ્યક્તિને વિશેષ લાભ થાય છે. આવા લાભકારી યોગમાંથી એક છે માલવ્ય યોગ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેવી રીતે બને છે માલવ્ય યોગ? 


આ પણ વાંચો: પતિ તરફથી ન મળતો હોય પ્રેમ અને થતા હોય ઝઘડા તો ઘરની આ દિશામાં રાખો એલોવેરાનો છોડ


જ્યારે કોઈ વ્યક્તિની કુંડળીમાં શુક્ર પોતાની રાશિ એટલે કે વૃષભમાં અને તુલા રાશિ અથવા તો મીન રાશિમાં પહેલા, ચોથા, સાતમા કે દસમા ભાવમાં હોય તો માલવ્ય યોગ બને છે. જ્યોતિષશાસ્ત્રમાં શુક્ર ગ્રહને ધનનો કારક માનવામાં આવ્યો છે. જ્યારે કુંડળીમાં આ યોગ બને છે તો વ્યક્તિને અપાર ધન સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. આ યોગનું નિર્માણ ટૂંક સમયમાં થવાનું છે અને તેના કારણે કેટલીક રાશિના લોકોને લાભ થવાનો છે. તો ચાલો તમને પણ જણાવીએ કઈ કઈ છે એ રાશિ જેમને માલવ્ય યોગથી લાભ થશે.


આ પણ વાંચો:  વેપારમાં છપ્પર ફાડકે થશે નફો, અજમાવો આ સરળ વાસ્તુ ટીપ્સ, કર્યાની સાથે કરશે અસર


મિથુન રાશિ


મિથુન રાશિના જાતકોની કુંડળીમાં માલવ્ય રાજ્યોગ બનશે જેના કારણે આ રાશિના લોકો ભોગ-વિલાસ પ્રાપ્ત કરશે. માલવ્ય યોગના કારણે આ રાશિના લોકો નવું વાહન પણ ખરીદી શકે છે. જે લોકો નોકરી શોધી રહ્યા છે તેમને સફળતા મળશે. વિદ્યાર્થીઓ માટે પણ આ વર્ષ ખાસ રહેવાનું છે. વેપાર સંબંધિત લોકોને પણ આ યોગના કારણે વેપારમાં સફળતા મળશે.


આ પણ વાંચો:પગનો આકાર અને તેના પરના નિશાન જણાવે છે કે વ્યક્તિ ભાગ્યશાળી છે કે ભાગ્યહીન


કર્ક રાશિ


માલવ્ય યોગના કારણે 2024 માં કર્ક રાશિના લોકોને પણ લાભ થશે. આ વર્ષ આ રાશિના લોકો માટે ખાસ રહેશે આ સમય દરમિયાન તેમને આર્થિક લાભ થશે. પૈસાની તંગીથી રાહત મળશે અને આવકના નવા સ્ત્રોત સામે આવશે. આ રાશિના લોકોને તેમની મહેનતનું ફળ મળશે.


આ પણ વાંચો: 31 ડિસેમ્બરે મહા પરિવર્તન, ગુરુ ગ્રહ થશે માર્ગી, જાણો કઈ રાશિઓના 2024 માં ખુલશે નસીબ


કન્યા રાશિ


વર્ષ 2024 માં કન્યા રાશિના લોકો પણ માલવ્ય રાજયોગના કારણે માલામાલ થશે. આ વર્ષ પરિવાર સાથે સારો સમય પસાર થશે અને અટકેલા બધા જ કામ પૂરા થવા લાગશે. માનસિક ચિંતાઓથી મુક્તિ મળશે અને રોકાણથી પણ લાભ થશે


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)