Mangal Ast 2023: જ્યોતિષશાસ્ત્ર અનુસાર કોઈપણ ગ્રહ ઉદય થાય તે અસ્ત થાય તેની અસર તમામ રાશિઓના જીવન પર પડે છે.  જણાવી દઈએ કે મંગળ ગ્રહ કન્યા રાશિમાં 23 સપ્ટેમ્બરે અસ્ત થયો છે. હવે 85 દિવસ સુધી મંગળ કન્યા રાશિમાં અસ્ત રહેશે. મંગળના અસ્ત થવાથી કેટલીક રાશિના લોકો માટે હવે પછીના 2 મહિના ભારે સાબિત થઈ શકે છે. 
 
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળ 23 સપ્ટેમ્બરે કન્યા રાશિમાં અસ્ત થયો છે અને 17 જાન્યુઆરી 2024 સુધી અસ્ત રહેશે. મંગળના અસ્ત થવાથી આ સમય વૃષભ અને મેષ સહિત અનેક રાશિઓ માટે ખૂબ જ જોખમી સાબિત થવાનો છે. આ સમય દરમિયાન રાહુ પણ ગોચર કરી મીન રાશિમાં પ્રવેશ કરશે. તેના કારણે સપ્તક યોગ પણ બનશે. આ યોગ ઘણી રાશિઓના જાતકોની સમસ્યા વધારી શકે છે.  તો ચાલો તમને જણાવીએ કન્યા રાશિમાં મંગળના અસ્ત થવાથી કઈ રાશિના જાતકોને ખૂબ કાળજી રાખવી પડશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


Navami Upay: જીવનમાં સુખ-સમૃદ્ધિ માટે નવમી પર કરો આ ઉપાય, દરેક સમસ્યા થશે દુર


રાશિફળ 23 ઓક્ટોબર: સોમવારે મેષ રાશિના લોકોએ રહેવું સમજીને, મિથુન રાશિનો ભાર થશે હળવો


Vastu Upay: ઘરમાં આ રીતે પ્રગટાવશો દીવો તો દિવસ-રાત વધતી રહેશે સુખ-શાંતિ અને સમૃદ્ધિ


મેષ રાશિ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મેષ રાશિના લોકો માટે આ સમય ભારે રહેવાનો છે. આ સમય દરમિયાન મંગળ તમારા છઠ્ઠા ભાવમાં સ્થિત થશે. જેના કારણે આવનારા દિવસો તમારા માટે પડકારોથી ભરેલા રહેવાના છે.  વ્યવસાયિક કામમાં વિશેષ સાવધાની રાખવાની જરૂર છે. કાર્યસ્થળ પર કામનું દબાણ રહેશે.  મનમાં થોડો અસંતોષ રહેશે. તમને બિઝનેસમાં પણ નુકસાન થઈ શકે છે.


વૃષભ રાશિ

જણાવી દઈએ કે વૃષભ રાશિના લોકોને મંગળના અસ્ત થવાના પ્રતિકૂળ પરિણામો જોવા મળશે. આ લોકોને આ સમયે ખૂબ મહેનત કરવી પડી શકે છે. સખત મહેનત કર્યા પછી પણ તમને ઇચ્છિત પરિણામ મળશે નહીં. ઓફિસમાં કામનો બોજ વધશે, જેના કારણે તમે વધુ ભૂલો કરશો. નોકરી કરતા લોકો સંતુષ્ટ જણાશે. આ સમયગાળા દરમિયાન તમારે આવકમાં અવરોધોનો સામનો કરવો પડશે.


કર્ક રાશિ 

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કર્ક રાશિના લોકો માટે મંગળની સ્થિતિ અનુકૂળ નથી. આ સમય દરમિયાન તમે કાર્યમાં સફળતા મેળવવામાં નિષ્ફળ રહેશો. સહકર્મીઓ અને વરિષ્ઠ અધિકારીઓનો સહયોગ પણ ઓછો મળશે. તમારે ઘણા પડકારોનો સામનો કરવો પડશે. આ સમયે લાંબી મુસાફરી કરવાનું ટાળો



સિંહ રાશિ 

આ સમયે યાત્રા કરશો તો તેમાં ઈચ્છિત પરિણામ ન મળવાને કારણે તમારી ચિંતાઓ વધશે. તમારે નોકરી સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.  તમારે વેપાર ઉદ્યોગમાં નુકસાનનો સામનો કરવો પડી શકે છે. આ સમય દરમિયાન તમારા કામમાં અનેક અવરોધો આવી શકે છે.
 
ધન રાશિ

ધન રાશિના લોકો માટે આ સમય પડકારજનક રહેવાનો છે. આ સમય દરમિયાન તમારે તમારા કાર્યસ્થળ પર પ્રતિકૂળ પરિણામોનો સામનો કરવો પડી શકે છે. સફળતા મેળવવા માટે તમારે વધુ મહેનત કરવી પડશે.  વેપારી વર્ગને પણ આ સમયે નુકસાનનો સામનો કરવો પડી શકે છે. 


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)