Mangal Rashi Parivartan 2023: જ્યોતિષશાસ્ત્ર અનુસાર મંગળ ગ્રહ એ 3 ઓક્ટોબરે સાંજે  તુલા રાશિમાં પ્રવેશ કર્યો છે. જ્યારે પણ કોઈ ગ્રહ રાશિ પરિવર્તન કરે છે તો તેની વિશેષ અસર રાશિ ચક્રની રાશિઓ પર પ્રબળ રીતે થાય છે. ગ્રહોના રાશિ પરિવર્તનથી કેટલીક રાશિના લોકોને ફાયદો થાય છે તો કેટલીક રાશિના લોકોને સાવધાન રહેવું પડે છે. તેવામાં શુક્રની તુલા રાશિમાં મંગળનો પ્રવેશ થયો છે. આ સ્થિતિમાં કેટલાક લોકોનું ભાગ્ય ચમકી જવાનું છે. તો ચાલો તમને વિસ્તારથી જણાવીએ કે મંગળ ગ્રહનો તુલા રાશિમાં પ્રવેશ કઈ રાશિઓને સકારાત્મક પ્રભાવ આપશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મંગળના રાશિ પરિવર્તનથી 3 રાશિઓને થશે લાભ


આ પણ વાંચો:


Astro Tips: કુંડળીમાં આ ગ્રહની મજબૂત સ્થિતિ વ્યક્તિને આપે છે રાજા જેવું જીવન


અશુભ ગુરુ ચાંડાલ યોગ થશે સમાપ્ત, આ 3 રાશિના લોકોના જીવનમાં ખુશીઓની થશે એન્ટ્રી


Shani Upay: આ લોકોથી હંમેશા નારાજ રહે છે શનિ, શનિની દ્રષ્ટિથી બચવા કરવા આ ઉપાય


વૃષભ રાશિ


વૃષભ રાશિમાં છઠ્ઠા ભાવમાં મંગળ બિરાજમાન છે. જેનો લાભ આ રાશિના જાતકોને મળવાનો છે. વેપારીઓ માટે મંગળનું રાશિ પરિવર્તન લાભકારી સાબિત થશે. બિઝનેસમાં નફો થશે અને મોટી ડીલ ફાઈનલ થઇ શકે છે. નોકરી કરતા લોકોને મંગળ પ્રમોશન અપાવશે. વિદેશ યાત્રાની તક પણ મળી શકે છે. 


સિંહ રાશિ


સિંહ રાશિના લોકો માટે મંગળનું રાશિ પરિવર્તન લાભકારી સાબિત થશે. આ રાશિના લોકોને નવી ઉર્જા સાહસ અને કોન્ફિડન્સ મળશે. જે લોકો નોકરી કરી રહ્યા છે તેમને કાર્યક્ષેત્રમાં લાભ પ્રાપ્ત થશે. આ સમય દરમિયાન ભાઈ-બહેનોનો ભરપૂર સહયોગ મળશે. જો કોઈ કામ અટકેલું છે તો પરિવારની મદદથી પૂરું થશે. આર્થિક સ્થિતિ સારી રહેવાની છે. જે લોકો નોકરી શોધી રહ્યા હતા તેમને પણ સારી ઓફર મળશે.


તુલા રાશિ


જ્યોતિષશાસ્ત્ર અનુસાર તુલા રાશિમાં મંગળનો પ્રવેશ લાભકારી સાબિત થશે. આ રાશિના લોકોનું સ્વાસ્થ્ય સારું રહેશે અને અટકેલું ધન પરત મળશે. તુલા રાશિના લોકોને લગ્નનું પ્રસ્તાવ પણ મળી શકે છે. જે લોકો લગ્ન કરી ચૂક્યા છે તેમનો દાંપત્યજીવન સારું રહેશે. કમાણીના નવા રસ્તા ખુલી શકે છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)