Shani Upay: આ લોકોથી હંમેશા નારાજ રહે છે શનિ, શનિની દ્રષ્ટિથી બચવા કરવા આ ઉપાય

Shani Upay: શનિની શુભ દૃષ્ટિ રંકને પણ રાજા બનાવી શકે છે. જ્યારે અશુભ દૃષ્ટિ રાજાને પણ રસ્તા પર લાવી શકે છે.  કુંડળીમાં શનિ ઉચ્ચ સ્થાનમાં હોય અને વ્યક્તિના કાર્યો સારા હોય તો શનિની સાડાસાતી દરમિયાન પણ વ્યક્તિને ઘણો ફાયદો થાય છે. પરંતુ કેટલાક લોકો એવા પણ હોય છે જેમના પર શનિ હંમેશા નારાજ રહે છે.

Shani Upay: આ લોકોથી હંમેશા નારાજ રહે છે શનિ, શનિની દ્રષ્ટિથી બચવા કરવા આ ઉપાય

Shani Upay: શનિદેવ વ્યક્તિના કાર્યોના આધારે તેને શુભ અને અશુભ ફળ આપે છે. શનિદેવને ન્યાયાધીશ, કર્મનું ફળ આપનાર પણ કહેવામાં આવે છે. શનિની શુભ દૃષ્ટિ રંકને પણ રાજા બનાવી શકે છે. જ્યારે અશુભ દૃષ્ટિ રાજાને પણ રસ્તા પર લાવી શકે છે. તેથી શનિને લઈને લોકોના મનમાં ભયની લાગણી રહે છે. શનિની સાડાસાતી, પનોતીથી લોકો ડરે છે. જો કે કુંડળીમાં શનિ ઉચ્ચ સ્થાનમાં હોય અને વ્યક્તિના કાર્યો સારા હોય તો શનિની સાડાસાતી દરમિયાન પણ વ્યક્તિને ઘણો ફાયદો થાય છે. પરંતુ કેટલાક લોકો એવા પણ હોય છે જેમના પર શનિ હંમેશા નારાજ રહે છે.

આ લોકો પર શનિ રહે છે ક્રોધિત

આ પણ વાંચો:

જે લોકો શનિદેવને નાપસંદ ન હોય તેવા કામ કરે છે તેના પર શનિ ક્રોધિત રહે છે. આ લોકોને આર્થિક નુકસાન, અપમાન, સંઘર્ષ અને રોગોનો સામનો કરવો પડે છે. તેમના જીવનમાં કોઈ સુખ રહેતું નથી. તેમને કોઈ કાર્યમાં સફળતા મળતી નથી. તેમના પરિવાર પણ બરબાદ થઈ જાય છે.  જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ન્યાયના દેવતા શનિ ખોટા કામ કરનારાને છોડતા નથી. શનિ આવા લોકોને કષ્ટ આપે છે. તેથી હંમેશા આ કામ કરવાથી બચવું.

- જે લોકો બિનજરૂરી રીતે ગરીબ, અસહાય, વૃદ્ધો અને મહિલાઓને પરેશાન કરે છે તેમને શનિદેવની નારાજગીનો સામનો કરવો પડે છે.  

- શનિદેવ એવા લોકોને તકલીફ આપે છે જેઓ પોતાના ફાયદા માટે બીજાને છેતરે છે બીજાના પૈસાને પચાવી પાડે છે.

આ પણ વાંચો:

- મુંગા પશુ-પક્ષીઓ પર ત્રાસ કરનારને શનિની ક્રૂર દ્રષ્ટિનો સામનો કરવો પડે છે.

શનિ દોષના ઉપાય

શનિની ક્રૂર દૃષ્ટિથી બચવા માટે ગરીબ, લાચાર અને નબળા લોકોની મદદ કરવી જોઈએ. સાથે જ કાળી વસ્તુઓનું દાન કરવું જોઈએ. પ્રાણીઓ અને પક્ષીઓને ખોરાક આપવો જોઈએ. યથાશક્તિ દાન કરવું જોઈએ.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news