Mangal Gochar 2023: જ્યોતિષશાસ્ત્ર અનુસાર મંગળ ગ્રહ સાહસ, પરાક્રમ, સંપત્તિ અને વિવાહનો કારક ગ્રહ છે. જે વ્યક્તિની કુંડળીમાં મંગળની સ્થિતિ મજબૂત હોય તે જીવનમાં દરેક પ્રકારના સુખ પ્રાપ્ત કરે છે. તેને દરેક કાર્યમાં સફળતા પણ મળે છે. તેવી જ રીતે જ્યારે મંગળ રાશિ પરિવર્તન કરે છે તો તેની અસર પણ દરેક રાશિના જીવન ઉપર વ્યાપક રીતે થાય છે. 10 મે ના રોજ મંગળ ગ્રહે કર્ક રાશિમાં પ્રવેશ કર્યો છે. 1 જુલાઈ સુધી મંગળ આ રાશિમાં બિરાજમાન રહેશે. 1 જુલાઈ સુધીના સમય દરમિયાન કેટલીક રાશિના લોકોનો ભાગ્યોદય થઈ જશે. આ રાશિના લોકોને ધન, સંપત્તિ, જમીન, મકાનથી લાભ થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


રાશિફળ 11 જૂન: આ રાશિના લોકોને આજે ધંધામાં થશે મોટો ફાયદો, નોકરી ક્ષેત્રે મળશે તક


બસ 6 દિવસ... સાતમા દિવસથી આ 5 રાશિના જાતકોનુ ખુલી જશે ભાગ્ય, ધનના થશે ઢગલા


Yogini Ekadashi : જાણો ક્યારે છે યોગિની એકાદશી, વ્રતનું મહત્વ અને એકાદશીનું મુહૂર્ત


મેષ રાશિ
 
મંગળનું પરિવર્તન મેષ રાશિના લોકો માટે ફાયદાકારક સાબિત થવાનું છે. શિક્ષણ ક્ષેત્રે પણ સારા પરિણામ જોવા મળશે. કાર્યક્ષેત્રમાં તમારો પ્રભાવ વધશે. તમારા કાર્યોની પ્રશંસા થશે.


કર્ક રાશિ


કન્યા રાશિના લોકો માટે મંગળનું રાશિ પરિવર્તન ખૂબ જ શુભ અને ફળદાયી સાબિત થશે. આ ગોચર નોકરીયાત લોકો માટે અનુકૂળ સમય લાવશે. કામ સંબંધિત સમસ્યાઓ દૂર થશે. આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે.


મિથુન રાશિ


મંગળના ગોચરને કારણે મિથુન રાશિના લોકોની હિંમત અને બહાદુરીમાં વધારો થશે. પરિવાર સાથે પ્રવાસની તકો સર્જાશે. ધાર્મિક કાર્યોમાં વ્યસ્ત રહેશો. રોકાણ માટે સમય સારો રહેશે.


આ પણ વાંચો:


Astro Tips: ખાંડના ડબ્બામાં ગુપ્ત રીતે રાખી દો આ વસ્તુ, ઘરમાં ક્યારેય નહીં ખુટે ધન


આ રંગનું પર્સ રાખશો તો ખિસ્સુ રહેશે રુપિયાથી છલોછલ.. જાણો રાશિ અનુસાર પર્સનો લકી કલર


Vastu Tips: સપ્તાહના આ 2 દિવસ પૂજામાં ન કરવી જોઈએ અગરબત્તી, કરનાર થાય છે કંગાળ


કન્યા રાશિ 


જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કન્યા રાશિ માટે મંગળનું રાશિ પરિવર્તન ફળદાયી સાબિત થશે. આ સમય દરમિયાન આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં સહકર્મીઓનો સહયોગ મળશે. પૈસાનું રોકાણ કરવાથી ફાયદો થશે.


તુલા રાશિ


તુલા રાશિના લોકો માટે આગામી 21 દિવસ શાનદાર રહેવાના છે. આ સમયમાં ધન લાભ થશે. નોકરીની નવી તકો પ્રાપ્ત થશે. શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે આ સમય સારો રહેશે. રોકાણ તમને ભવિષ્યમાં નફો આપી શકે છે. મકાન કે વાહનની ખરીદી કરી શકો છો.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)