Mangal Planet Transit In Cancer: વૈદિક જ્યોતિષમાં મંગળ ગ્રહોની ભૂમિ, પ્રોપર્ટી, જમીન-સંપત્તિ, રક્ત, ક્રોધ અને ઉત્તેજનાનો કારક માનવામાં આવ્યો છે. તેથી જ્યારે ભૂમિ પુત્ર મંગળનું ગોચર થાય છે તો આ ક્ષેત્ર પર વધુ અસર જોવા મળે છે. તમને જણાવી દઈએ કે મંગળ દેવ 20 ઓક્ટોબરે કર્ક રાશિમાં ભ્રમણ કરશે. જેનાથી ત્રણ રાશિના જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. સાથે આ રાશિના જાતકોને ધનલાભ અને ભાગ્યોદયનો યોગ બની રહ્યો છે. આવો આ ભાગ્યશાળી રાશિઓ વિશે જાણીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ રાશિ
તમારા લોકો માટે મંગળ ગ્રહનું રાશિ પરિવર્તન લાભદાયક સાબિત થઈ શકે છે. કારણ કે મંગળ ગ્રહ તમારી રાશિથી ચોથા ભાવ પર ભ્રમણ કરવા જઈ રહ્યાં છે. આ દરમિયાન તમારી સુખ-સુવિધામાં વધારો થશે. સાથે તમને ભૌતિક સુખોની પ્રાપ્તિ થશે. કાર્ય-વેપારમાં પણ તમારી પ્રગતિ થશે. જો તમે આ દરમિયાન કોઈ નવો વેપાર શરૂ કરવા ઈચ્છો છો તો તે દ્રષ્ટિથી ગોચર અનુકૂળ રહેશે. સાથે આ દરમિયાન તમે વાહન કે પ્રોપર્ટી ખરીદી શકો છો. આ સમયમાં માતા સાથે તમારો સંબંધ મજબૂત થશે. સાથે માતાના સહયોગથી ધન પ્રાપ્તિ થઈ શકે છે.


વૃશ્ચિક રાશિ
મંગળ ગ્રહનું ગોચર વૃશ્ચિક રાશિના જાતકો માટે શુભ ફળયાદી સાબિત થઈ શકે છે. કારણ કે મંગળ દેવ તમારી રાશિના નવમાં ભાવમાં ગોચર કરવા જઈ રહ્યાં છે. આ દરમિયાન તમને ભાગ્યનો સાથ મળી શકે છે. જે અટવાયેલા કામ છે તે થવા લાગશે. સાથે જમીન-સંપત્તિ કે પૈતૃક સંપત્તિના મામલાનો ઉકેલ આવશે. આ સમયમાં તમે દેશ-વિદેશની યાત્રા કરી શકો છો. આ સમયે તમે ધાર્મિક કે માંગલિક કાર્યક્રમમાં સામેલ થઈ શકો છો. સાથે જે વિદ્યાર્થીઓ વિદેશ તઈને અભ્યાસ કરવા ઈચ્છે છે તેની ઈચ્છા પૂરી થઈ શકે છે. 


આ પણ વાંચોઃ દિવાળી બાદ શુક્ર-શનિની બનશે યુતિ, નોટો ગણતા થઈ જશે આ રાશિના જાતકો, થશે લાભ


મીન રાશિ
તમારા લોકો માટે મંગળ ગ્રહનું રાશિ પરિવર્તન અનુકૂળ રહેશે. કારણ કે મંગળ તમારી રાશિથી પંચમ ભાવ પર સંરચણ કરવા જઈ રહ્યાં છે. આ દરમિયાન તમને સંતાન સંબંધિત કોઈ સારા સમાચાર મળી શકે છે. સાથે સંતાનની પ્રગતિ થઈ શકે છે. નવ દંપત્તિ માટે સંતાન પ્રાપ્તિનો યોગ છે. આર્થિક મામલામાં આ ગોચર તમારા માટે અનુકૂળ ફળ લઈને આવશે. આ દરમિયાન તમારી ઈચ્છાઓ પૂરી થશે. સાથે તમે નાણાની બચત કરવામાં સફળ થશો. આ સમયે તમારી વિચારેલી યોજનાઓ સફળ થશે. 


ડિસ્ક્લેમર
આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.