Budh Gochar 2024: જો કુંડળીમાં બુધ ગ્રહ શુભ હોય તો વ્યક્તિ બુદ્ધિમાન, સારો વક્તા અને મોટો વેપારી બને છે. સાથે જ તે નોકરીમાં પણ ઉચ્ચ પદ સુધી પહોંચે છે. બુધ ગ્રહ મિથુન રાશિનો સ્વામી ગ્રહ છે. બુધની શુભતા વ્યક્તિનું સૂતું ભાગ્ય જગાડે છે. 31 મે 2024 ના રોજ બુધ ગ્રહ રાશિ પરિવર્તન કર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: 1 જૂને મંગળ કરશે સ્વરાશિ મેષમાં પ્રવેશ, સોનાની જેમ ચમકાવશે આ રાશિઓનું ભાગ્ય


બુધ ગ્રહ મેષ રાશિમાંથી નીકળી વૃષભ રાશિમાં ગોચર કરે છે. વૃષભ રાશિ શુક્રની રાશિ છે. શુક્ર અને બુધ વચ્ચે મિત્રતાનો ભાવ છે. તેથી શુક્રની રાશિમાં બુધનો પ્રવેશ કેટલીક રાશિના લોકોનો ભાગ્યોદય કરાવશે. કેટલીક રાશિના લોકોને આ સમય દરમિયાન મોટી સફળતા મળી શકે છે. તો ચાલો તમને જણાવીએ બુધ ગ્રહના વૃષભ રાશિમાં પ્રવેશથી કઈ કઈ રાશિના લોકોના સારા દિવસોની શરૂઆત થઈ છે. 


બુધ ગોચરથી આ ચાર રાશિને થશે લાભ 


આ પણ વાંચો: જૂન મહિનામાં 2 શુભ ગ્રહનો થશે ઉદય, શુભ પ્રભાવના કારણે 1 વર્ષ સુધી 7 રાશિઓ કરશે જલસા


મેષ રાશિ 


બુધનું રાશિ પરિવર્તન મેષ રાશિના લોકો માટે શુભ રહેશે. વેપાર કરતાં લોકોને મોટી સફળતા મળી શકે છે. મોટો નફો પ્રાપ્ત થશે. નોકરી કરતા લોકોનું પદ વધી શકે છે. ધનની આવક વધશે. ઘરમાં પોઝિટિવ વાતાવરણ રહેશે. 


વૃષભ રાશિ 


વૃષભ રાશિના લોકો માટે બુધનું રાશિ પરિવર્તન લાભકારી રહેશે. આ રાશિમાં જ બુધ પ્રવેશ કરશે જેના કારણે માન-સન્માન અને પદ વધશે. નોકરી કરતા લોકોનો પગાર વધી શકે છે. ધર્મ કર્મમાં રુચિ વધશે. મિત્રોનો સહયોગ મળશે. 


આ પણ વાંચો: 2 જૂનથી 3 રાશિના લોકોએ રહેવું સંભાળીને, બુધના અસ્ત થવાથી ધન હાનિ, દુર્ઘટના યોગ


મિથુન રાશિ 


બુધ ગ્રહ મિથુન રાશિનો સ્વામી ગ્રહ છે તેથી આ રાશિના લોકોને પણ સારું ફળ આપશે. બુધનો ગોચર નોકરીમાં જવાબદારી વધારશે. સાથે પગારમાં પણ વધારો થઈ શકે છે. આ સમય દરમિયાન નોકરીમાં ફેરફારનું મન થઈ શકે છે. નોકરી સંબંધિત સારા સમાચાર મળી શકે છે. 


આ પણ વાંચો: ધનની સમસ્યાને દૂર કરવી હોય તો આ 4 નિયમોનું કરો પાલન, તમારો સમય બદલતા વાર નહીં લાગે


સિંહ રાશિ


સિંહ રાશિને બુધ ગ્રહ શુભ ફળ આપશે. લાંબા સમય પછી નોકરી વેપારમાં સારા અનુભવ થશે. સમય સારો પસાર થશે. નવી નોકરીમાં સારી ઓફર મળી શકે છે. ધનની આવક પણ વધશે. જીવનમાં સકારાત્મક ફેરફાર આવશે. આર્થિક સ્થિતિ સુધરશે.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)