Budh Asta 2024: 2 જૂનથી 3 રાશિના લોકોએ રહેવું પડશે સંભાળીને, બુધના અસ્ત થવાથી ધન હાનિ, દુર્ઘટનાના સર્જાશે યોગ

Budh Asta 2024: 2 જૂન 2024 ના રોજ બુધ ગ્રહ વૃષભ રાશિમાં અસ્ત થશે. બુધની સ્થિતિમાં આ પરિવર્તન 3 રાશિના લોકોની મુશ્કેલીઓ વધારી શકે છે. આ સમય દરમિયાન આ રાશિના લોકોને ધન હાનિ થઈ શકે છે. અને કરિયરમાં પણ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

Budh Asta 2024: 2 જૂનથી 3 રાશિના લોકોએ રહેવું પડશે સંભાળીને, બુધના અસ્ત થવાથી ધન હાનિ, દુર્ઘટનાના સર્જાશે યોગ

Budh Asta 2024: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ સમયે સમયે રાશિ પરિવર્તન કરે છે. આ સિવાય ગ્રહ અસ્ત અને ઉદય પણ થાય છે. ગ્રહોની ચાલમાં પણ ફેરફાર થતો હોય છે. આ દરેક ફેરફારની અસર 12 રાશિઓ પર જોવા મળે છે. જૂન મહિનામાં પણ મહત્વપૂર્ણ ગ્રહ ગોચર થવાના છે. 2 જૂન 2024 ના રોજ બુધ ગ્રહ વૃષભ રાશિમાં અસ્ત થશે. બુધની સ્થિતિમાં આ પરિવર્તન 3 રાશિના લોકોની મુશ્કેલીઓ વધારી શકે છે. આ સમય દરમિયાન આ રાશિના લોકોને ધન હાનિ થઈ શકે છે. અને કરિયરમાં પણ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. 

આ સમય દરમિયાન દુર્ઘટનાના પણ યોગ સર્જાઈ શકે છે. તેથી વાહન ચલાવતી વખતે ખાસ સાવધાની રાખવી. તો ચાલો તમને જણાવીએ બુધ અસ્ત થવાથી કઈ કઈ રાશિના લોકોને નુકસાન થવાની આશંકા છે.

બુધના અસ્ત થવાથી 3 રાશિના લોકોને થશે નુકસાન

તુલા રાશિ

બુધ અસ્ત થશે તો તુલા રાશિના લોકોને સમસ્યા થઈ શકે છે. આ રાશિના લોકોને ગુપ્ત રોગ કે ઈંફેક્શન થઈ શકે છે. આ સમય દરમિયાન ઈજા થવાની પણ આશંકા છે. વાહન સાવધાનીથી ચલાવો. શત્રુ પરેશાન કરી શકે છે. તેથી સતર્ક રહો. કારણ વિના ખર્ચ ન કરો. પ્રયત્ન કરો કે બજેટ અનુસાર જ ચાલો તેથી કરજ લેવાની જરૂર ન પડે.

વૃશ્ચિક રાશિ

બુધનો અસ્ત વૃશ્ચિક રાશિના લોકોને નુકસાન કરાવી શકે છે. આ રાશિના લોકોને ભાગ્યનો સાથ નહીં મળે. બનતા કામ બગડી શકે છે. કામોમાં સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. કરિયારમાં સમસ્યાઓ આવી શકે છે. સારા કામ કરવાનો આગ્રહ રાશિ. જીવનસાથી સાથે તકરાર ન કરો. તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

મીન રાશિ

બુધ ગ્રહનું અસ્ત થવું મીન રાશિ માટે પણ અશુભ સાબિત થઈ શકે છે. આ રાશિના લોકોના સ્વાસ્થ્ય પર અસર થઈ શકે છે. વાહન સાવધાનીથી ચલાવો. દુર્ઘટના થઈ શકે છે. શનિની સાડાસાતી પણ હોવાથી વેપારમાં, નોકરીમાં સમસ્યા વધી શકે છે. પરિજનો સાથે મનમુટાવ થઈ શકે છે. ધીરજથી કામ લેવું. નોકરીમાં પરિવર્તન માટે સમય યોગ્ય નથી.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news