Budh Gochar: વૈદિક પંચાંગ અનુસાર વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયાની તિથિ પર અક્ષય તૃતીયા ઉજવવામાં આવે છે. આ દિવસ અતિ શુભ ગણાય છે. આ વર્ષે અક્ષય તૃતીયા 10 મે 2024 ના રોજ ઉજવાશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 10 મે 2024 ના રોજ ઘણા શુભ યોગ પણ બની રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ રાશિમાં બુધનો પ્રવેશ


આ પણ વાંચો: સંધ્યા સમયે કરશો આ કામ તો જીવનભર પસ્તાવો થશે, વર્ષો સુધી ભોગવવી પડશે ગરીબી


જ્યોતિષ ગણના અનુસાર આ વર્ષે 10 મે ના રોજ બુધ ગ્રહ મેષ રાશિમાં પ્રવેશ કરશે. બુધનું રાશિ પરિવર્તન 4 રાશિઓ માટે શુભ ફળ આપનાર સાબિત થશે. આ રાશિ પરિવર્તનથી આ 4 રાશિઓ માટે પ્રગતિના યોગ સર્જાઈ રહ્યા છે. આ 4 રાશિઓ કઈ કઈ છે ચાલો તે પણ જાણીએ. 


બુધનું રાશિ પરિવર્તન 4 રાશિઓ માટે શુભ


આ પણ વાંચો: અમીર બનવાનું સપનું પુરું કરવું હોય તો અક્ષય તૃતીયા પર તિજોરીમાં રાખી દો આ વસ્તુ


વૃષભ રાશિ


બુધનું રાશિ પરિવર્તન વૃષભ રાશિનો આત્મવિશ્વાસ વધારશે. નોકરી અને વેપારની સમસ્યાઓ દુર થશે. વેપારનો વિસ્તાર થશે. જે લોકો નોકરી કરી રહ્યા છે તેમને પ્રમોશન મળી શકે છે. આ ઉપરાંત પગારમાં પણ વધારો થઈ શકે છે. ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે. આવકના સોર્સ બનશે અને અટકેલું ધન પરત મળશે. 


આ પણ વાંચો: Dreams: સપનામાં મંદિર દેખાવું કઈ વાતનો સંકેત ? જાણો સ્વપ્ન શાસ્ત્ર અનુસાર અર્થ


મિથુન રાશિ


દાંપત્યજીવનની સમસ્યાઓ દુર થશે. જીવનસાથીના સ્વાસ્થ્યમાં સુધારો થશે. વેપારમાં ફાયદો થશે. કાર્યક્ષેત્રમાં પ્રગતિના યોગ છે. આવક વધશે. પારિવારિક સંબંધ મજબૂત થશે. જે લોકોના લગ્ન નથી થયા તેમના માટે સંબંધ આવી શકે છે. જૂના મિત્રો સાથે મુલાકાત થશે. મન પ્રસન્ન રહેશે. 


કન્યા રાશિ


કન્યા રાશિના જાતકોની માનસિક સ્થિતિ સુધરશે. સ્ટ્રેસથી રાહત મળશે. નોકરીમાં ટ્રાંસફર થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં નવી તકો પ્રાપ્ત થશે. આ અવસર ભવિષ્યમાં લાભદાયક સાબિત થશે. આવકના નવા સોર્સ બનશે. નવી સંપત્તિ કે વાહનના માલિક બની શકો છો. દાંપત્યજીવનમાં મધુરતા આવશે. જીવનસાથીનો સહયોગ મળશે.


આ પણ વાંચો: Astro Tips: માથા પર તિલક કર્યા પછી તેના પર ચોખા ચોંટાડવા પાછળ કારણ છે ખાસ


વૃશ્ચિક રાશિ


વૃશ્ચિક રાશિના લોકો નવું વાહન ખરીદી શકે છે. બિઝનેસ કરતા લોકોને નફો થશે. લવ લાઈફ સુધરશે. પાર્ટનરનો ભરપુર સહયોગ મળશે. જે લોકો સિંગલ છે તેમને પાર્ટનર મળી શકે છે. કાર્યક્ષેત્રમાં સફળતા મળશે. ઉપરી અધિકારીઓનો સહયોગ મળશે. લાંબા સમયની મનોકામના હવે પૂર્ણ થશે. 


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)