Miraculous Temple: ભારત મંદિરોનો દેશ છે એવું કહેવું ખોટું નહીં હોય. ભારતમાં લાખોની સંખ્યામાં મંદિરો આવેલા છે. તેમાંથી કેટલાક મંદિર તો વિશ્વભરમાં પ્રખ્યાત છે. કેટલાક મંદિરો તેના ચમત્કારને લીધે પ્રખ્યાત છે તો કેટલાક મંદિરો તેના રહસ્યને લઈને. ભારતમાં કેટલાક સુંદર અને અલૌકિક મંદિર પણ આવેલા છે. આવું જ એક અનોખું મંદિર ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આવેલું છે. આ મંદિર બંસી નારાયણ મંદિર છે. આ મંદિર તેની ખાસિયત ના કારણે વિશ્વભરમાં પ્રખ્યાત છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ મંદિરની અનોખી વાત એ છે કે આ એકમાત્ર મંદિર છે જે આખું વર્ષ બંધ રહે છે અને રક્ષાબંધનના દિવસે જ ખુલે છે. આ મંદિરને લઈને માન્યતા છે કે વામન અવતારમાંથી મુક્ત થયા પછી ભગવાન વિષ્ણુ પહેલી વખત અહીં પ્રગટ થયા હતા. ઉત્તરાખંડના ચમોલી જિલ્લાની દુર્ગમ ઘાટીઓની વચ્ચે આ મંદિર આવેલું છે.


આ પણ વાંચો:


શનિવારે કરેલા આ 5 કામથી લાગી જાય છે પનોતી, વર્ષો સુધી ભોગવવી પડે છે દરિદ્રતા


3 રાશિના લોકોના દુ:ખના દિવસો થયા પુરા, વક્રી શુક્ર વધારશે રુપિયા, પ્રતિષ્ઠા અને સુખ


1 ઓક્ટોબર પહેલા આ 5 રાશિઓના લોકોને લાગશે લોટરી, નોકરીમાં પ્રમોશન અપાવશે વક્રી બુધ


વર્ષમાં માત્ર રક્ષાબંધનના દિવસે જ ખુલતા આ મંદિરે પહોંચવા માટે 12 કિલોમીટર જેટલું ચાલવું પડે છે. દર વર્ષે રક્ષાબંધનના દિવસે મોટી સંખ્યામાં અહીં ભક્તો દર્શન કરવા પહોંચે છે. મંદિરમાં ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવની સાથે ભગવાન ગણેશ અને વનદેવીની મૂર્તિ પણ સ્થાપિત છે.


આ મંદિરના કપાટ આખું વર્ષ બંધ રહે છે અને રક્ષાબંધનના દિવસે તેને ખોલવામાં આવે છે. સ્થાનીય લોકો રક્ષાબંધનના દિવસે આ મંદિરમાં વિશેષ પૂજા અર્ચના કરે છે. અહીં બહેન પોતાના ભાઈને રાખડી બાંધતા પહેલા મંદિરમાં ભગવાનની પૂજા કરે છે. 


મંદિરને લઈને પૌરાણિક કથા એવી પણ છે કે ભગવાન વિષ્ણુ જ્યારે વામન અવતારથી મુક્ત થયા ત્યારે પહેલી વખત વિષ્ણુ સ્વરૂપમાં અહીં પ્રગટ થયા હતા. મંદિરની પાસે અહીં એક ગુફા પણ આવેલી છે જ્યાં ભક્તો પ્રસાદ બનાવે છે. રક્ષાબંધનના દિવસે સમગ્ર વિસ્તારમાંથી દરેક ઘરના લોકો અહીં માખણ લાવે છે અને તેમાંથી પ્રસાદ બનાવી ભગવાનને ધરાવે છે.