Shani Upay: શનિવારે કરેલા આ 5 કામથી લાગી જાય છે પનોતી, વર્ષો સુધી ભોગવવી પડે છે દરિદ્રતા

Shani Upay: શનિદેવને પ્રસન્ન કરવા માટે લોકો શનિવારે અલગ અલગ ઉપાયો કરતા હોય છે. પરંતુ મોટાભાગના લોકો શનિવારે કેટલીક ભુલો કરે છે જેના કારણે તેમના જીવનમાંથી સમસ્યાઓ દુર થતી નથી. લોકો શનિવારે કેટલાક કામો કરી બેસે છે જેના કારણે તેમના પર શનિનો ક્રોધ વરસે છે. શનિવારે આ 5 કામ કરવાથી વ્યક્તિને પનોતી લાગી જાય છે.

Shani Upay: શનિવારે કરેલા આ 5 કામથી લાગી જાય છે પનોતી, વર્ષો સુધી ભોગવવી પડે છે દરિદ્રતા

Shani Upay: શનિદેવ નિરપેક્ષ દેવતા છે. શનિ દેવ દરેક જીવને તેના કર્મ અનુસાર ઉચિત ન્યાય આપે છે. જો કોઈ વ્યક્તિના કર્મ સારા ન હોય તો તેને શનિદેવનો ક્રોધ સહન કરવો પડે છે. શનિદેવના ક્રોધના કારણે આ વ્યક્તિનું જીવન બરબાદ થઈ જતા પણ વાર નથી લાગતી. શનિદેવનો ક્રોધ કોઈ પણ વ્યક્તિને રાતો રાત રાજામાંથી રંક બનાવી શકે છે. તેવી જ રીતે જ્યારે શનિદેવ પ્રસન્ન થાય છે તો તે કોઈપણ વ્યક્તિને રાતોરાત સાતમા આસમાને પણ પહોંચાડી શકે છે. તેથી જ દરેક વ્યક્તિ અલગ અલગ ઉપાય કરીને શનિદેવને પ્રસન્ન કરવા માટે પ્રયત્ન કરે છે.

જોકે શનિદેવને પ્રસન્ન કરવાના ઉપાય કરવાની સાથે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. ખાસ કરીને શનિવારના દિવસે કેટલાક કામ કરવાનું ટાળવું જોઈએ. શનિવારના દિવસે જો વ્યક્તિ આ પાંચ કામ કરે છે તો પણ તેને શનિદેવના ક્રોધનો સામનો કરવો પડે છે. તેથી જો તમારે શનિદેવને નારાજ ન કરવા હોય તો આ પાંચ કામ શનિવારે ક્યારેય ન કરવા.

આ પણ વાંચો:

શનિવારે શું ન કરવું ?

1. શાસ્ત્રો અનુસાર શનિવારના દિવસે લોઢાથી બનેલી કોઈપણ વસ્તુ ખરીદવી જોઈએ નહીં તેનાથી શનિદેવ નારાજ થાય છે. જો તમે ભૂલથી કોઈ વસ્તુ ખરીદી લીધી હોય તો તેને શનિવારે ઘરની અંદર ન લાવો તેને ઘરની બહાર જ રાખી દો અને બીજા દિવસે ઘરે લાવો. 

2. શનિદેવને કાળો રંગ ખૂબ જ પ્રિય છે પરંતુ શનિવારે કાળા રંગના વસ્ત્ર ખરીદવા અશુભ ગણાય છે. શનિવારે તમે કાળા રંગના કપડા દાનમાં આપી શકો છો. આ સિવાય તમે પોતે પણ કાળા વસ્ત્ર ધારણ કરી શકો છો. પરંતુ આ દિવસે કાળા વસ્ત્ર ની ખરીદી કરવી નહીં.

3. જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિવારે અડદનું દાન કરવું ખૂબ જ શુભ ગણાય છે. પરંતુ સાથે જ શનિવારે અડદ કે અડદની દાળની ખરીદી કરવી નહીં. 

4. શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિવારે સરસવના તેલનો દીવો કરવો શુભ ગણાય છે તેનાથી શનિદેવનો ક્રોધ પણ શાંત થાય છે પરંતુ ધ્યાન રાખો કે શનિવારના દિવસે સરસવના તેલની ખરીદી કરવી નહીં જો તેલનો દીવો કરવો હોય તો એક દિવસ પહેલા તેલ ખરીદી લેવું.

5. શનિવારના દિવસે મીઠાની ખરીદી કરવી પણ અશુભ ગણાય છે. જો શનિવારે તમે મીઠું ખરીદો છો તો તેનાથી પરિવાર ઉપર કરજ વધે છે અને આર્થિક સ્થિતિ ખરાબ થવા લાગે છે. શનિવાર સિવાય અઠવાડિયાના કોઈપણ દિવસે તમે મીઠું ખરીદી શકો છો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news