મંગળને ગ્રહોના સેનાપતિનો દરજ્જો આપવામાં આવ્યો છે. સમયાંતરે મંગળ પોતાની ચાલમાં ફેરફાર કરે છે જેનાથી તમામ 12 રાશિઓ પ્રભાવિત થાય છે. મંગળની શુભ સ્થિતિ વ્યક્તિને ખુબ માન સન્માન અપાવે છે. હાલ મંગળ ધનુ રાશિમાં બિરાજમાન છે. જે આગામી મહિને રાશિ પરિવર્તન કરશે. 5 ફેબ્રુઆરી, સોમવારના રોજ 9.56 PM પર મંગળ મકર રાશિમાં ગોચર કરશે. ધનુ રાશિમાંથી મકર રાશિમાં મંગળની સફર કેટલીક રાશિના જાતકોનું ભાગ્ય ચમકાવી શકે છે. મંગળના ગોચરથી કઈ રાશિઓને લાભ થશે તે ખાસ જાણો....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ રાશિ
મંગળ ગ્રહના મકર રાશિમાં પ્રવેશથી મેષ રાશિના જાતકોને લાભ મળી શકે છે. વેપારીઓને જૂના રોકાણથી સારું રિટર્ન મળશે. કરિયરમાં તમારા કામના વખાણ થશે અને તમારું માન સન્માન વધશે. આ દરમિયાન તમને એનર્જીથી ભરપૂર રહેશો. ફેમિલીનો સપોર્ટ મળશે. ઘર પરિવારમાં સુખ શાંતિ જળવાશે. 


ધનુ રાશિ
ધનુ રાશિવાળા માટે મંગળનું રાશિ પરિવર્તન ખુબ જ ફાયદાકારક માનવામાં આવી રહ્યું છે. ધનના આગમનના યોગ છે. તમારી આર્થિક પરિસ્થિતિ પહેલા કરતા સારી થશે. કામના સિલસિલામાં વિદેશ પ્રવાસ કરવો પડી શકે છે. લાઈફ પાર્ટનરનો ફુલ સપોર્ટ મળશે. પરિવારમાં ખુશીઓનો માહોલ રહેશે. 


મીન રાશિ
મંગળના ગોચરથી મીન રાશિના જાતકોને શુભ પરિણામ મળી શકે છે. આ દરમિયાન તમે પોઝિટિવ એનર્જીથી ભરપૂર રહેશો. કામ પર તમારું ફોકસ રહેશે. ખુબ પ્રોડક્ટિવ અને કોન્ફિડન્ટ ફીલ કરશો. ધાર્મિક  ચીજોમાં મન રહેશે. તમારી મેન્ટલ હેલ્થ પર ધ્યાન આપો અને કામ તથા પર્સનલ લાઈફ વચ્ચે સંતુલન જાળવો. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)