આ મંદિરમાં શિવલિંગ સામે મડદા પણ ઊભા થઈ જાય છે! છૂપાયેલા છે અનેક રહસ્યો
આ મંદિરનું નામ લાખામંડલ છે. જેનો અર્થ થાય છે એક લાખ શિવલિંગ. એક સમયની વાત છે. એવી માન્યતા છે કે એક બીજાને શ્રેષ્ઠ સાબિત કરવાની હોડમાં બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે લડાઈ થઈ. આ દલીલ જ્યારે ગરમાગરમ ચર્ચામાં ફેરવાઈ તો તેમની વચ્ચે એક બળતો જ્વાલા સ્તંભ પ્રગટ થઈ ગયો. બ્રહ્મા અને વિષ્ણુ બંને આશ્ચર્યચકિત થઈ ગયા.
Lakhamandal Shiva Temple: ઉત્તરાખંડમાં લાખામંડલ શિવ મંદિર વિશે બહુ ઓછા લોકો જાણે છે. દહેરાદૂનથી 125 કિમી દૂર આવેલા આ મંદિર વિશે એવું કહેવાય છે કે તે કોઈ સાધારણ મંદિર નથી. ભગવાન શિવના આ ચમત્કારી ધામ સાથે અનેક પૌરાણિક કથાઓ જોડાયેલી છે.
આ મંદિરનું નામ લાખામંડલ છે. જેનો અર્થ થાય છે એક લાખ શિવલિંગ. એક સમયની વાત છે. એવી માન્યતા છે કે એક બીજાને શ્રેષ્ઠ સાબિત કરવાની હોડમાં બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે લડાઈ થઈ. આ દલીલ જ્યારે ગરમાગરમ ચર્ચામાં ફેરવાઈ તો તેમની વચ્ચે એક બળતો જ્વાલા સ્તંભ પ્રગટ થઈ ગયો. બ્રહ્મા અને વિષ્ણુ બંને આશ્ચર્યચકિત થઈ ગયા.
તેમણે આ દીપ્તિમાન જ્વાલાની ઉત્પતિ અને અંતની ભાળ મેળવવાની કોશિશ કરી. જો કે તેઓ તેની ઉત્પતિ કે સ્ત્રોત કે જ્વાલાના અંતિમ ભાગની ભાળ મેળવી શક્યા નહીં. બંનેએ હાર સ્વીકારી લીધી. ત્યારે ભગવાન શિવે તેમને જીવનમાં વિનમ્ર રહેવાના આશીર્વાદ આપ્યા. ત્યારબાદ ભગવાન શિવ અંતર્ધ્યાન થઈ ગયા. ત્યારે ત્યાં શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી.
એવું માનવામાં આવે છે કે સૌથી પહેલા વિષ્ણુ અને બ્રહ્માએ શિવલિંગની પૂજા કરી હતી. આ મંદિરના અસ્તિત્વ સાથે જોડાયેલી એક વધુ પૌરાણિક વાર્તા છે. કહેવાય છે કે આ મંદિર અને શિવલિંગોની સ્થાપના યુધિષ્ઠિર (પાંડવોના મોટા ભાઈ)એ પોતાના અજ્ઞાતવાસ દરમિયાન કરી હતી. જ્યારે કૌરવોને તેમની ઉપસ્થિતિ અંગે જાણ થઈ તો તેમણે મળીને તેમને જીવતા બાળી મૂકવાની યોજના ઘડી. મા શક્તિ જ હતા જેમણે પાંડવોના મહાન આત્માને બચાવ્યા. આથી લાખામંડલમાં શિવ અને માતા શક્તિની પૂજા થાય છે.
અનેક પવિત્ર સંતો અને પ્રમુખ અનુયાયીઓ દ્વારા એવું માનવામાં આવે છે કે જો તમે એક મૃતને આ બંને ભવનોની સામે રાખવામાં આવે છે અને મંદિરના પૂજારી શરીર પર પવિત્ર જળ છાંટે તો તે વ્યક્તિ ગણતરીની પળોમાં ઊભો થઈ જાય છે. ગંગાજળ પીધા બાદ આત્મા ફરીથી શરીર છોડી દેશે. આમ આ પ્રકારે મૃત વ્યક્તિ અનંત કાળને પ્રાપ્ત કરે છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)