Shani Jayanti 2023: શનિ જયંતિ શનિદેવના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે શનિ જયંતિ બે વખત ઉજવવામાં આવશે. વૈશાખ માસની અમાસ અને 20 એપ્રિલના દિવસે દક્ષિણ ભારતમાં ધામધૂમથી શનિજયંતી ઉજવાશે. જ્યારે ઉત્તર ભારતમાં જેઠ મહિનાની અમાસના દિવસે એટલે કે 19 મેના રોજ શનિ જયંતિ ઉજવાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શનિ જયંતીના દિવસે શનિદોષથી મુક્તિ મેળવવા માટે ખાસ ઉપાયો કરવામાં આવે છે. ખાસ કરીને જે લોકોની પનોતી અથવા તો સાડાસાતી ચાલતી હોય તેઓ શનિદેવને પ્રસન્ન કરવા માટે વ્રત રાખે છે અને પૂજા કરે છે. કહેવાય છે કે શનિદેવ માટે વ્રત રાખવાથી વ્યક્તિને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. તો ચાલો તમને જણાવીએ શનિદેવને પ્રસન્ન કરવા માટે વ્રત કેવી રીતે રાખવું અને તેનાથી શું લાભ થાય છે.


આ પણ વાંચો:


Vastu shastra: અશુભ માનવામાં આવે છે વસ્તુઓ, ઘરના મંદિરમાં ભૂલથી પણ ના રાખો


48 કલાકમાં પલટી મારશે આ લોકોનું ભાગ્ય, ધનના દાતા શુક્ર કરશે યુવા અવસ્થામાં પ્રવેશ


આ રાશિના લોકો સાબિત થાય છે બેસ્ટ લવર્સ, પાર્ટનર પર રાખે છે અતૂટ વિશ્વાસ


શનિ જયંતીના વ્રતની વિધિ


શનિજયંતિ હોય તે દિવસે સવારે વહેલા જાગી જવું અને સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર પહેરવા. ત્યાર પછી સૂર્ય ભગવાનને જળ અર્પણ કરવું અને શનિદેવની મૂર્તિ પર તેલ ચડાવી ફૂલની માળા અને પ્રસાદ ચડાવો. શનિદેવના ચરણોમાં કાળા અડદ અને તલ અર્પણ કરો. ત્યાર પછી સરસવના તેલનો દીવો પ્રગટાવવો. શનિદેવ સામે બેસીને શની ચાલીસા નો પાઠ કરો અને વ્રત કરવાનો સંકલ્પ લેવો. શનિ જયંતિના દિવસે કોઈ ગરીબ વ્યક્તિને ભોજન કરાવવું પણ શુભ માનવામાં આવે છે.


શનિ જયંતી પર વ્રત કરવાના ફાયદા


1. જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિ જયંતિનું વ્રત રાખવાથી શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરી શકાય છે સાથે જ કામમાં આવતી બાધા દૂર થાય છે. 


2. જે વ્યક્તિ શનિદેવનું વ્રત રાખે છે તેની આસપાસ હાનિકારક અને નકારાત્મક શક્તિઓ આવતી નથી. 


3. જીવનમાં આવતી સમસ્યાઓ અને બાધાથી મુક્તિ મેળવવા માટે શનિ જયંતિ પર વ્રત રાખવું જોઈએ. 


4. શનિ જયંતી પર વ્રત રાખવાથી શનિની મહા દશા, સાડાસાતી અને પનોતીથી રાહત મળે છે સાથે જ શનિદેવના અશુભ પ્રભાવથી પણ બચી શકાય છે. 


5. જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિ જયંતીના દિવસે વ્રત કરવાથી ભક્તોને કર્જ અને ઉધારથી મુક્તિ મળે છે સાથે જ વ્યક્તિના જીવનમાંથી આર્થિક તંગી દૂર થાય છે.



(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)