નવી દિલ્હીઃ New Year 1st January 2023: નવું વર્ષ શરૂ થવામાં હવે 8 દિવસ બાકી છે. તેવામાં લોકો નવા વર્ષના સ્વાગતની તૈયારીમાં લાગી ગયા છે. જ્યોતિષીય ગણના અનુસાર નવા વર્ષ 2023નો પહેલો દિવસ કેટલીક રાશિઓ માટે ખુભ લાભકારી માનવામાં આવી રહ્યો છે. નવા વર્ષના પ્રથમ દિવસે ત્રણ ગ્રહોનો અદ્ભુત સંયોગ બની રહ્યો છે. 1 જાન્યુઆરી 2023ના રવિવાર છે. રવિવારનો દિવસ ભગવાન સૂર્યને સમર્પિત માનવામાં આવ્યો છે. આ દિવસે 27 નક્ષત્રોમાંથી પહેલો નક્ષત્ર અશ્વિની પણ હશે. નવા વર્ષના પહેલા દિવસે બુધ, શુક્ર તથા શનિ ગ્રહની મકર રાશિમાં યુતિ બની રહી છે. ત્રણ ગ્રહોની શનિની રાશિમાં યુતિ બનવાથી કેટલીક રાશિઓને લાભ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાણો ગ્રહોની તમારા જીવન પર શું થશે અસર
2023ના પહેલા દિવસે ગ્રહોની શુભતા લોકોના જીવનમાં ખુશી, સંપન્નતા અને આર્થિક પ્રગતિ લઈને આવશે. આ દિવસે લોકોનું ભાગ્ય સૂર્યની જેમ ચમકી શકે છે. આ દિવસે થનિ તથા ગુરૂ ગ્રહ સ્વગ્રહી હશે. શનિ મકર રાશિમાં તથા ગુરૂ ગ્રહ મીન રાશિમાં ગોચરમાં ચાલશે. તેવામાં મકર તથા મીન રાશિના જાતકો માટે આ દિવસ લક્કી માનવામાં આવી રહ્યો છે. 


આ પણ વાંચોઃ 17 જાન્યુઆરીએ 30 વર્ષ બાદ શનિનો કુંભ રાશિમાં પ્રવેશ, આ રાશિનું ભાગ્ય ચમકી જશે


જાન્યુઆરી મહિનો આ રાશિઓ માટે શુભ
વર્ષ 2023નો પહેલો મહિનો એટલે કે જાન્યુઆરી વૃષભ, કન્યા, મકર તથા ધન રાશિના જાતકો માટે અતિ શુભ માનવામાં આવી રહ્યો છે. આ મહિને તમને શુભ સમાચારની પ્રાપ્તિ થઈ શકે છે. આ સમયમાં તમને આર્થિક મોર્ચે લાભ થઈ શકે છે. પારિવારિક જીવન ખુશ રહેશે. 


(આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે દાવો કરતા નથી કે આ સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube