Shani Gochar 2023: 17 જાન્યુઆરીએ 30 વર્ષ બાદ શનિનો કુંભ રાશિમાં પ્રવેશ, આ રાશિનું ભાગ્ય ચમકી જશે

Shani Rashi Parivartan 2023: નવા વર્ષમાં ઘણા ગ્રહના રાશિ પરિવર્તનથી માનવ જીવન પ્રભાવિત થશે. હવે શનિ ઓછામાં ઓછા અઢી વર્ષ બાદ મકર રાશિ છોડીને કુંભ રાશિમાં નવા વર્ષમાં પ્રવેશ કરશે. જાણો તેનો પ્રભાવ.....

Shani Gochar 2023: 17 જાન્યુઆરીએ 30 વર્ષ બાદ શનિનો કુંભ રાશિમાં પ્રવેશ, આ રાશિનું ભાગ્ય ચમકી જશે

નવી દિલ્હીઃ Shani Rashi Parivartan 2023: જ્યોતિષ શાસ્ત્રમાં શનિને ન્યાયના દેવતા માનવામાં આવ્યા છે. શનિ દરેક જાતકને તેના કર્મ પ્રમાણે ફળ આપે છે. સારા કર્મ કરનારને શુભ ફળ અને ખરાબ કર્મ કરનાર લોકોને દંડિત કરે છે. વર્ષ 2023માં શનિની સ્થિતિ કેટલીક રાશિના જાતકો માટે લાભકારી સાબિત થઈ શકે છે. 17 જાન્યુઆરી 2023ના શનિ મકર રાશિમાંથી નિકળીને કુંભ રાશિમાં 30 વર્ષ બાદ પ્રવેશ કરશે. શનિના કુંભ રાશિમાં પ્રવેશ કરવાથી કેટલીક રાશિના જાતકોનું ભાગ્ય પલ્ટી શકે છે. 

વૃષભ રાશિઃ વૃષભ રાશિના દશમ ભાવમાં શનિ ગોચર થશે. કુંભ રાશિમાં શનિના આવતાથી તમારા સારા દિવસો આવશે. શનિ તમારા ભાગ્યને પ્રભાવિત કરશે. શનિના પ્રભાવથી તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. વેપારમાં લાભ થશે. વિદેશ યાત્રાનો યોગ બનશે. આર્થિક મામલામાં પ્રગતિ સંભવ છે. જૂની સમસ્યાઓથી છુટકારો મળશે. 

મિથુન રાશિઃ મિથુન રાશિના ભાગ્ય ભાવમાં શનિદેવ ગોચર કરશે. શનિના કુંભ રાશિમાં જતા તમને શનિની પનોતીથી મુક્તિ મળશે. શનિની દ્રષ્ટિ તમારા લાભ, ત્રીજા તથા છઠ્ઠા ભાવમાં હોવાથી તમારો ભાગ્યદય થશે. નોકરી તથા વેપારમાં લાભ મળશે. પરિવારમાં ખુશીઓ આવશે. સમાજમાં માન-સન્માન વધશે. 

તુલા રાશિઃ તુલા રાશિના જાતકોને શનિ રાશિના પરિવર્તનથી લાભ થશે. શનિનું ગોચર તમારી રાશિના પંચમ ભાવમાં થઈ રહ્યું છે. શનિના કુંભ રાશિમાં જવાથી તમને પનોતીમાંથી મુક્તિ મળશે. આ સમયમાં તમને દરેક ક્ષેત્રમાં સફળતા હાસિલ થશે. આવકમાં વૃદ્ધિનો સંકેત છે. ભાગીદારીમાં કરવામાં આવેલી કામ લાભકારી સાબિત થશે. 

ધન રાશિઃ ધન રાશિના ત્રીજા ભાવમાં શનિ ગોચર થશે. આ રાશિના જાતકો માટે શનિવેદનું કુંભ રાશિમાં જવું શુભ રહેશે. જ્યોતિષીય ગણના અનુસાર શનિની દ્રષ્ટિ તમારી રાશિના પંચમ, ભાગ્ય અને 12માં ભાવમાં રહેશે. શનિ ગોચરથી સાતાસાતી પનોતીથી મુક્તિ મળશે. આર્થિક મોર્ચે લાભ થશે. નોકરીમાં પ્રમોશનની શક્યતા છે. 

(આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો કરતા નથી કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તમે કોઈ નિષ્ણાંતની સલાહ લઈ શકો છો)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news