Parikrama of Temple: પરિક્રમા હિન્દુ ધર્મનું એક મહત્વનું અનુષ્ઠાન છે. પરિક્રમા ભગવાનની મૂર્તિની, પવિત્ર ઝાડની, પર્વતની, નદીઓની અને મંદિરની કરવામાં આવે છે. તમે પણ જોયું હશે કે જ્યારે કોઈ વ્યક્તિ મંદિરમાં દર્શન કરવા જાય તો દર્શન કર્યા પછી બહાર આવીને મંદિરની પરિક્રમા કરે છે. હિન્દુ ધર્મમાં પૂજા કર્યા પછી મંદિરની પરિક્રમા કરવાનું પણ વિશેષ મહત્વ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હિન્દુ ધર્મ અનુસાર મંદિરમાં પૂજા કર્યા પછી ભગવાનની પરિક્રમા કરવાથી ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે અને પુણ્ય ફળોની પ્રાપ્તિ થાય છે. એટલું જ નહીં પરિક્રમા કરવાથી દેવી-દેવતા પ્રસન્ન થાય છે અને ભક્તોના દુઃખ અને સંકટ દૂર કરે છે. 


આ પણ વાંચો:


Budh Gochar: લક્ષ્મી નારાયણ યોગના કારણે આ 4 રાશિઓનું અમીર બનવું નક્કી, થશે ધન લાભ


Zodiac Sign: આ રાશિના છોકરાઓમાં હોય છે ચુંબકિય આકર્ષણ, યુવતીઓ જોતાં જ થઈ જાય છે ફિદા


દોઢ મહિના સુધી વક્રી શુક્ર આ 3 રાશિઓને આપશે કષ્ટ, આ ઉપાયો બચાવી શકે છે સંકટથી


કેવી રીતે કરવી મંદિરની પરિક્રમા


મંદિરમાં પરિક્રમા હંમેશા ઘડિયાળની ગતિની દિશામાં કરવી જોઈએ. કોઈપણ મંદિરની પરિક્રમા ત્રણ વખત કરવી જોઈએ જેમાં મંત્રોનો ઉચ્ચારણ પણ કરવું જોઈએ. ધર્મ શાસ્ત્ર અનુસાર પરિક્રમા દક્ષિણાચારમ એટલે કે પરિક્રમા કરનારનો જમણો ભાગ ગર્ભ ગૃહમાં બિરાજતા દેવતાની તરફ હોય તે રીતે પરિક્રમા કરવી જોઈએ. 


પરિક્રમા કરવાથી થતા લાભ


મંદિરમાં પૂજા કર્યા પછી પરિક્રમા કરવાથી નકારાત્મક ભાવનાઓનો અંત આવે છે. સાથે જ માનસિક ચિંતા દૂર થાય છે અને વ્યક્તિ હળવાશ અનુભવે છે. શાસ્ત્રો અનુસાર મંદિરની પરિક્રમા ને ભગવાન સાથે જોડાવાનો એક આધ્યાત્મિક રસ્તો ગણવામાં આવી છે. જે વ્યક્તિ મંદિરની પરિક્રમા કરે છે તેના ઉપર ભગવાનના આશીર્વાદ હંમેશા રહે છે.



(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)