Name Astrology: જ્યોતિષશાસ્ત્ર અનુસાર વ્યક્તિના નામના પહેલા અક્ષર પરથી તેના ભવિષ્ય સ્વભાવ અને વ્યક્તિત્વ વિશે જાણકારી મેળવી શકાય છે. આજે તમને જણાવીએ કે F અક્ષરથી જે વ્યક્તિનું નામ શરૂ થતું હોય તેનું વ્યક્તિત્વ કેવું હોય છે ? આ અક્ષરથી જેનું નામ શરૂ થતું હોય તેનો ભાગ્ય અંક છ હોય છે. આ લોકો ઉપર શુક્રની કૃપા હંમેશા રહે છે. તેથી તેમનું જીવન ભૌતિક સુખ, વૈવાહિક સુખ, સૌંદર્ય થી ભરપૂર હોય છે. એફ અક્ષર થી જેનું નામ શરૂ થતું હોય છે તે લોકો રોમેન્ટિક સ્વભાવના હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


Vastu Tips: ઘરમાં સુખ-સમૃદ્ધિ અને શાંતિ જોઈતી હોય તો દરવાજા લગાવો આ વસ્તુઓ


50 વર્ષ બાદ સર્જાયો વિપરીત રાજયોગ, આ 4 રાશિના લોકોનું ચમકી જશે ભાગ્ય, અચાનક મળશે ધન


13 દિવસ બાદ સિંહ રાશિમાં પ્રવેશ કરશે મંગળ, થશે મોટી ઊથલપાથલ, જાણો તમારું રાશિફળ
 


- F લેટરથી જેનું નામ શરૂ થતું હોય તેવો પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને બેલેન્સ કરીને ચાલે છે જેના કારણે તેના જીવનમાં તે સુખી રહે છે. આ લોકો સુંદર અને આત્મવિશ્વાસી હોય છે તેઓ કોઈને પોતાની તરફ ઝડપથી આકર્ષિત કરે છે.


- આ અક્ષરથી જેનું નામ શરુ થયું હોય તેઓ ખુશ્મિજાજી હોય છે અને વાતચીતમાં તેજ હોય છે. તે પોતાનું કામ કઢાવવાનું સારી રીતે જાણે છે.


- આવા લોકો અભ્યાસમાં પણ હોશિયાર હોય છે અને ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત કરી પોતાના જીવનમાં શ્રેષ્ઠ ધ્યેય પ્રાપ્ત કરે છે. આ લોકો સ્વભાવના રોમેન્ટિક હોય છે અને પ્રેમમાં પોતાના પાર્ટનર માટે કોઈ પણ હદે જઈ શકે છે.


- F અક્ષરવાળા લોકો ખૂબ જ જવાબદાર હોય છે. તેઓ જે પણ કામ પોતાના હાથમાં લે છે તેને પૂરી જવાબદારી સાથે પૂર્ણ કરે છે. આ લોકોને એકાંતમાં રહેવું ગમે છે.  આ અક્ષરવાળા લોકો ખૂબ જ લાગણીશીલ હોય છે. તેઓ દરેક કામને પુરુ કરવામાં 100 ટકા મહેનત કરે છે.  


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)