પ્રયાગરાજમાં મહાકુંભ માટે રંગારંગ તૈયારીઓ શરૂ, 40 કરોડ શ્રદ્ધાળુઓ લગાવશે આસ્થાની ડૂબકી
Mahakumbh 2025: ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં 13મી જાન્યુઆરીથી મહાકુંભનો મેળો યોજાવાનો છે. જેના પગલે યોગી પ્રશાસન દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે.
Mahakumbh 2025: 13 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલાં મહાકુંભના મેળા માટે પ્રયાગરાજમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ગંગા કિનારે સંગમ પર થનારા આ મેળા માટે આખા દેશમાં ઉત્સાહનો માહોલ છે. એવામાં મહાકુંભ પહોંચનારા તમામ શ્રદ્ધાળુઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે યોગી સરકારે મહાકુંભના મેળા માટે કેવી તૈયારીઓ કરી છે?
મહાકુંભ માટે રંગારંગ તૈયારી
જી હા, ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં 13મી જાન્યુઆરીથી મહાકુંભનો મેળો યોજાવાનો છે. જેના પગલે યોગી પ્રશાસન દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. તમામ ઘાટોને અત્યારે સજાવવામાં આવી રહ્યા છે. શ્રદ્ધાળુઓને કોઈપણ મુશ્કેલી ન પડે તે માટે તમામ સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે.
યુક્રેને રશિયાની ધરતી પર કર્યું એવું પરાક્રમ જેની દુનિયાને આશા નહોતી! જાણો
40 કરોડ શ્રદ્ધાળુઓ આવે તેવી આશા
મહાકુંભના મેળામાં આ વર્ષે 40 કરોડ જેટલાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે તેવી સંભાવના છે. જેના પગલે સરકારે વિશેષ વ્યવસ્થા કરી છે. આગ્રાથી પ્રયાગરાજ સુધી દર 5થી 7 મિનિટે બસ સેવા ઉપલબ્ધ રહેશે. શ્રદ્ધાળુઓ માટે 430 જેટલી બસો દોડતી રહેશે. નવી 52 સીટર 50 બસ આગ્રા અને પ્રયાગરાજ વચ્ચે ચાલશે. પ્રતિ યાત્રી 756 રૂપિયાનું ભાડું નક્કી કરવામાં આવ્યું છે. દરેક બસમાં રામધૂન વાગશે એટલે માહોલ ભક્તિમય રહેશે.
ઐતિહાસિક, અદભૂત અને અપ્રતિમ
આ તરફ પોલીસ પ્રશાસન તરફથી પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. તો ફાયર વિભાગ પણ કોઈ ઈમરજન્સીની સ્થિતિ સર્જાય તો શું પગલાં લેવા તે માટે સજ્જ છે. તમામ સાધનોને ચેક કરી લેવામાં આવ્યા છે. જેથી શ્રદ્ધાળુઓને કોઈપણ જાતની મુશ્કેલી નહીં થાય.
43 વર્ષ બાદ ભારતીય PM કુવૈતની મુલાકાતે, જાણો આરબ દેશની મુલાકાત પાછળનું શું છે કારણો?
મહાકુંભના મેળામાં શાહી સ્નાનનું વિશેષ મહત્વ છે. જેના માટે 5 મહત્વની તારીખ નક્કી કરવામાં આવી છે. તેના પર નજર કરીએ તો.
પહેલું શાહી સ્નાન 13 જાન્યુઆરીએ થશે.
બીજું શાહી સ્નાન 14 જાન્યુઆરીએ થશે.
ત્રીજું શાહી સ્નાન 29 જાન્યુઆરીએ થશે.
ચોથું શાહી સ્નાન 2 ફેબ્રુઆરીએ થશે.
પાંચમું શાહી સ્નાન 26 ફેબ્રુઆરીએ થશે.
દરેક વખત રિજેક્ટ થાય છે IPO એપ્લિકેશન? ફોલો કરો આ 10 ટિપ્સ, વધી જશે અલોટમેન્ટ ચાન્સ
યોગી સરકારે કરી ખાસ વ્યવસ્થા
મહાકુંભના મેળાના પગલે હાલ ઉત્તર પ્રદેશ સહિત આખા દેશમાં ઉત્સાહનો માહોલ છે. સરકાર સજ્જ છે. પોલીસ પ્રશાસન તૈયાર છે. તમામ તૈયારીઓ પૂર્ણ છે. એટલે હવે રાહ જોવાઈ રહી છે 13 જાન્યુઆરીની. જ્યારે શ્રદ્ધાળુઓ સંગમમાં ડૂબકી લગાવશે ત્યારે ઐતિહાસિક દ્રશ્યો રચાશે.