Holika Dahan Upay: હોળી એ રંગોનો તહેવાર છે અને તેને દર વર્ષે ધામધૂમથી દેશભરમાં ઉજવવામાં આવે છે. હોળીને દરેક ધર્મના લોકો ઉજવે છે હોળી સાંપ્રદાયિક એકતા અને સંહારધનો પર્વ છે. આ દિવસે અલગ અલગ ધર્મના સમુદાયોના લોકો એકબીજાને રંગ ગુલાલ ઉડાડીને તહેવાર મનાવે છે. હોળીના એક દિવસ પહેલા પૂનમના દિવસે રાત્રે હોલિકા દહન કરવામાં આવે છે. હોલિકા દહનની પરંપરા ભગવાન વિષ્ણુના ભક્ત પ્રહલાદ, હિરણ્યકશ્યપ અને હોલિકા સાથે જોડાયેલી છે. હોલિકા દહન સમયે મહિલાઓ પાઠ પૂજા કરે છે અને હોલિકાની અગ્નિમાં કેટલીક સામગ્રી અર્પણ કરે છે. ત્યાર પછી હોલિકાની પરિક્રમા કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


હોલિકા દહનના દિવસે કરી લો કપૂરના આ ઉપાય, ચમકી જશે ભાગ્ય


હોળીની રાત્રે જો ગુપ્ત રીતે કરી લીધા આ ઉપાય તો.. દે ધનાધન થશે રૂપિયાનો વરસાદ


પતિ-પત્ની વચ્ચે રહેતો હોય અણબનાવ તો હોળી પર કરો ગુલાલના ઉપાય, સંબંધોમાં વધશે પ્રેમ


હોલિકાની અગ્નિમાં ચડાવો આ ત્રણ વસ્તુ


પૂનમ ની સાંજે મહિલાઓ જ્યારે હોલિકાની પૂજા કરે છે ત્યારે આ ઉપાય કરી શકાય છે. હોલિકા ની અગ્નિમાં ઘઉંના પાકની ઉંબી, ગાયના છાણના છાણા અને શ્રીફળ પધરાવવા જોઈએ. અગ્નિમાં આ ત્રણ વસ્તુ ચડાવીને અગ્નિની પરિક્રમા કરવી જોઈએ. આ રીતે હોલિકાની પૂજા કરવાથી મનની ઈચ્છા પૂરી થાય છે. 


હોલિકાની ત્રણ પરિક્રમા કરો


હોલિકા ની પૂજામાં પરિક્રમા ખૂબ જ મહત્વની હોય છે. સાચા મન અને શ્રદ્ધાપૂર્વક જો પરિક્રમા કરવામાં આવે તો જે પણ ઈચ્છા વ્યક્ત કરવામાં આવી હોય તે ઓછું પૂરી થાય છે. હોલિકા ની અગ્નિમાં ઉપર જણાવ્યા અનુસાર ત્રણ વસ્તુ પધરાવીને ત્રણ પરિક્રમા કરવી જોઈએ. આમ કરવાથી મનની ઈચ્છા પૂરી થાય છે.