Rahu Transit 2024: જ્યોતિષશાસ્ત્રનું માનીએ તો રાહુ ગ્રહ બધા જ ગ્રહોમાં સૌથી શક્તિશાળી છે. એક નિર્ધારિત સમયે દરેક ગ્રહ જે રીતે રાશિ બદલે છે તે રીતે નક્ષત્ર પરિવર્તન પણ કરે છે. જ્યારે ગ્રહો નક્ષત્ર બદલે છે ત્યારે તેની પણ અસર દરેક રાશિના જીવન પર જોવા મળે છે. રાહુ ગ્રહની વાત કરીએ તો હાલ રાહુ મીન રાશિમાં રેવતી નક્ષત્રમાં બિરાજમાન છે. આવતા મહિને એટલે કે જુલાઈ મહિનાની 8 તારીખે રાહુ નક્ષત્ર બદલી ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે. આ નક્ષત્ર શનિનું નક્ષત્ર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Samudrik Shastra: શરીરના આ અંગો પર તલ ગણાય છે અશુભ, લગ્નજીવન રહે છે ખરાબ


શનિના નક્ષત્રમાં રાહુનો પ્રવેશ થવાથી કેટલીક રાશિના જીવનમાં સકારાત્મક ફેરફાર પણ આવશે. રાશિચક્રની બારમાંથી ત્રણ રાશિ એવી છે જેમને રાહુના નક્ષત્ર પરિવર્તનથી લાભ થવાનો છે. આ રાશિના લોકો 8 જુલાઈની તારીખ નોંધી રાખે કારણ કે આ તારીખથી તેમનું ભાગ્ય પલટી મારશે. 


આ પણ વાંચો: Lucky Zodiac signs: આ રાશિઓ પર હોય છે માં લક્ષ્મીની કૃપા, નાની ઉંમરે મળે છે સફળતા


ઉત્તરાભાદ્રપદ નક્ષત્ર અદભુત નક્ષત્ર છે. આ નક્ષત્ર અચાનક સફળતા, અચાનક ધનલાભ, આધ્યાત્મિક લાભ કરાવે છે. રાહુ અને શનિની આ શુભ સ્થિતિ ત્રણ રાશિના લોકોને પણ આવા જ લાભ કરાવશે. 8 જુલાઈ અને સોમવારે સવારે 4 કલાક અને 11 મિનિટે શનિના નક્ષત્રમાં રાહુ પ્રવેશ કરશે. આ નક્ષત્ર પરિવર્તનથી કઈ ત્રણ રાશિને લાભ થવાનો છે તે પણ જાણી લો. 


આ પણ વાંચો: આ સપ્તાહમાં કઈ રાશિને મળશે ભાગ્યનો સાથ અને કઈ રાશિને રહેવું સંભાળીને.. જાણો


વૃષભ રાશિ


વૃષભ રાશિના ધન ભાવમાં રાહુ ગોચર કરશે. જેના કારણે આ રાશિના લોકોને ધન લાભ થઈ શકે છે. લાંબા સમયથી જે અટકેલું હતું તે કામ પૂરું થઈ જશે.. જે લોકો સરકારી નોકરી કરે છે તેમના માટે તો આ સમય સૌથી બેસ્ટ હશે. શેર માર્કેટ સાથે જોડાયેલા લોકોને પણ લાભ મળશે. આવકના નવા રસ્તા ખુલશે. સંતાન તરફથી શુભ સમાચાર મળી શકે છે. 


આ પણ વાંચો: Shukra Gochar 2024: 18 જૂનથી 4 રાશિના લોકોનું ભાગ્ય પલટી મારશે, શુક્ર કરાવશે ધન લાભ


તુલા રાશિ 


તુલા રાશિને પણ અચાનક ધન લાભ થઈ શકે છે. આવકના નવા રસ્તા બનશે અને ભાગ્યનો સાથ મળશે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળશે. બિઝનેસ કરતા લોકોને પણ લાભ થશે. જો કે આ સમય દરમિયાન સ્વાસ્થ્યને લઈને સાવધાન રહેવાની જરૂર છે. 


વૃશ્ચિક રાશિ 


આ રાશિને પણ અચાનક ધન લાભ થઈ શકે છે. અટકેલા કામ પૂરા થશે. નાણા સંબંધિત મામલાઓમાં ફાયદો થશે. રોકાણથી લાભ થશે સ્વાસ્થ્યને લઈને સાવધાની રાખવાની જરૂર છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)