Samudrik Shastra: શરીરના આ અંગો પર તલ ગણાય છે અશુભ, લગ્નજીવન રહે છે ખરાબ

Samudrik Shastra: આજે તમને એવા તલ વિશે જણાવીએ જેનો સંબંધ વૈવાહિક જીવન સાથે હોય છે. સામુદ્રિક શાસ્ત્ર અનુસાર શરીરના કેટલાક અંગ પર તલ હોવાથી લગ્નજીવનમાં આવનાર સમસ્યાના સંકેત મળે છે. આ તલ અશુભ તલ ગણાય છે. 

Samudrik Shastra: શરીરના આ અંગો પર તલ ગણાય છે અશુભ, લગ્નજીવન રહે છે ખરાબ

Samudrik Shastra: જ્યોતિષશાસ્ત્રનું એક મુખ્ય અંગ છે સામુદ્રિક શાસ્ત્ર. સામુદ્રિક શાસ્ત્રમાં વ્યક્તિના શરીરની બનાવટ તેના પર ચિન્હો, અને શરીરના તલ પરથી જીવન સંબંધિત ઘટના અને ભવિષ્ય વિશે જણાવવામાં આવે છે. સામુદ્રિક શાસ્ત્રમાં શરીર પરના તલને લઈને કેટલીક મુખ્ય વાતો જણાવવામાં આવી છે. દરેક વ્યક્તિના શરીરના અલગ અલગ અંગો પર તલ હોય છે. આ તલ તેના જીવન પર પ્રભાવ પાડે છે. 

આજે તમને એવા તલ વિશે જણાવીએ જેનો સંબંધ વૈવાહિક જીવન સાથે હોય છે. સામુદ્રિક શાસ્ત્ર અનુસાર શરીરના કેટલાક અંગ પર તલ હોવાથી લગ્નજીવનમાં આવનાર સમસ્યાના સંકેત મળે છે. આ તલ અશુભ તલ ગણાય છે. 

હોઠ ઉપર તલ 

સામુદ્રિક શાસ્ત્રનું માનીએ તો હોઠ ઉપર તલ હોવું વૈવાહિક જીવન કે પારિવારિક જીવન પર પ્રભાવ પાડે છે. આવા વ્યક્તિઓનો સ્વભાવ વધારે બોલવાવાળો હોય છે. આવા લોકો નાની વાતને પણ મોટી બનાવી દેતા હોય છે. તેઓ વાણી પર કંટ્રોલ કરતા નથી જેના કારણે સમસ્યા વધે છે. 

ડાબી આંખ પર તલ

જે વ્યક્તિની ડાબી આંખ પર તલ હોય છે તેમને વૈવાહિક જીવન કે પ્રેમ જીવનમાં સમસ્યાનો સામનો કરવો પડે છે. આવા લોકોને લગ્ન પછી પાર્ટનર સાથે કારણ વિના ઝઘડા થયા કરે છે. પારિવારિક બાબતોને લઈને પણ આવા લોકો વધારે ગુસ્સો કરે છે જેના કારણે તેમની છાપ ખરાબ થઈ જાય છે. 

દાઢી પર તલ

જે લોકોની દાઢી પર તલ હોય છે તેમને બીજાની સાથે કમ્ફર્ટેબલ થવામાં સમય લાગે છે ખાસ કરીને જો તે મહિલા હોય તો તેમના વ્યવહારિક જીવનમાં તેમનો પાર્ટનર સાથે પણ તાલમેલ ઝડપથી બેસતો નથી. આ કારણ હોય છે કે તેમના સંબંધોમાં પણ સમસ્યા આવતી રહે છે આવા લોકો ખુલીને પોતાની વાત બીજાની સામે કરી શકતા નથી. 

નાની આંગળી પર તલ 

આવા લોકોને પણ વૈવાહિક જીવન કે પ્રેમ સંબંધમાં સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. આર્થિક રીતે આ જગ્યા પર તલ હોવું લાભકારી છે પરંતુ આવા લોકો સંબંધમાં બેલેન્સ બનાવી શકતા નથી. 

ડાબા ઘુંટણ ઉપર તલ 

આવા લોકોને પારિવારિક બાબતોમાં સમસ્યાઓ નડતી રહે છે. આવા લોકોના પાર્ટનર સાથે તેમને ગેરસમજ વારંવાર થાય છે જેના કારણે ઝઘડા પણ વધુ થતા હોય છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news