Weekly Horoscope: આ સપ્તાહમાં કઈ રાશિને મળશે ભાગ્યનો સાથ અને કઈ રાશિને રહેવું સંભાળીને, જાણવા વાંચો સાપ્તાહિક રાશિફળ

Weekly Horoscope 17 June To 23 June: 17 જૂનથી શરુ થતા સપ્તાહની શરુઆતમાં ચંદ્ર તુલા રાશિમાં ગોચર કરે છે. અઢી દિવસ પછી વૃશ્ચિક રાશિ અને સપ્તાહના અંતે ધન રાશિમાં ગોચર કરશે. આ સપ્તાહમાં નિર્જળા એકાદશી અને પ્રદોષ વ્રત પણ ઉજવાશે. આ સપ્તાહ મેષથી લઈ મીન રાશિ માટે કેટલું શુભ છે તે જાણવા વાંચો સાપ્તાહિક રાશિફળ.

મેષ:

1/12
image

ગણેશજી કહે છે, આ અઠવાડિયું યાત્રા કરવા માટે શુભ છે અને સફળતા પણ મળશે. પરિવારમાં જશ્નનો માહોલ રહેશે. સ્વાસ્થ્યમાં સુધારો આ અઠવાડિયે જોવા મળી શકે છે. કાર્યક્ષેત્રે કોઈ મહિલાના કારણે કષ્ટ પેદા થઈ શકે છે. જો તમે રોકાણ પર ધ્યાન નહીં આપો તો આર્થિક હાનિની આશંકા વધી શકે છે.

વૃષભ:

2/12
image

ગણેશજી કહે છે, આર્થિક ધનલાભની સારી તક મળશે. પ્રેમ સંબંધમાં વાતચીત દ્વારા ઉકેલ આવી શકે છે. સ્વાસ્થ્ય નાજુક રહી શકે છે. પરિવારમાં જશ્નનો માહોલ રહેશે અને તમે પ્રિયજનોના સાંનિધ્યમાં સુખદ સમય વિતાવશો. યાત્રા આ અઠવાડિયે ટાળી દેવી યોગ્ય રહેશે.

મિથુન:

3/12
image

ગણેશજી કહે છે, પ્રેમ સંબંધ રોમાન્ટિક રહેશે. વડીલોના આશીર્વાદ મળશે. આર્થિક ધન વૃદ્ધિના શુભ યોગ બની રહ્યા છે અને આવકના નવા સ્ત્રોત ખુલશે. પરિવારમાં કોઈ સારા સમાચાર મળી શકે છે. સંતાન સંબંધિત સુખ મળી શકે છે. આ અઠવાડિયે કરેલી યાત્રા દ્વારા સફળતા મળશે અને આ મામલે કોઈ મહિલા મદદ કરી શકે છે.

કર્ક:

4/12
image

ગણેશજી કહે છે, કાર્યક્ષેત્રે ઉન્નતિ થશે અને જીવનમાં સફળતાના માર્ગ ખુલશે. આર્થિક ધન લાભની સારી તક મળશે અને રોકાણ દ્વારા પણ ફાયદો થશે. પ્રેમ સંબંધમાં વાતચીત દ્વારા સમસ્યાનો ઉકેલ આવી શકે છે. યાત્રા દ્વારા શુભ પરિણામ મળી શકે છે. તમે કોઈ એવી જગ્યાએ જશો જ્યાં જવાની ઈચ્છા લાંબા સમયથી સેવી હોય.

સિંહ:

5/12
image

ગણેશજી કહે છે, આ અઠવાડિયે પરિવારનો ભરપૂર સહયોગ મળશે અને પરિવારના સાંનિધ્યમાં જીવન સુખ-શાંતિથી વિતશે. કાર્યક્ષેત્રે મહિલા વર્ગને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આર્થિક મામલે વિપરીત સ્થિતિ હાવી રહેશે. પ્રેમ સંબંધમાં કોઈ સમાચાર મન ઉદાસ કરી શકે છે.

કન્યા:

6/12
image

ગણેશજી કહે છે, આ અઠવાડિયે પરિવારનો સપોર્ટ મળશે અને તેમના સાંનિધ્યમાં સુખી રહેશો. આર્થિક મામલે ધીમે-ધીમે સફળતા મળશે. ધન વૃદ્ધિના સંયોગ બની રહ્યા છે. પ્રેમ સંબંધમાં કોઈ વ્યક્તિના કારણે નિરાશા આવી શકે છે. યાત્રા ટાળી દેવી યોગ્ય રહેશે. યાત્રા દરમિયાન કોઈ વડીલને લઈને મન દુઃખી થઈ જશે.

તુલા:

7/12
image

ગણેશજી કહે છે, આર્થિક દ્રષ્ટિકોણથી તમે જેટલું ધ્યાન અને સાવચેતી રાખીને રોકાણ કરશો તેટલો વધુ ફાયદો થશે. કાર્યક્ષેત્રે ઉન્નતિ થશે અને સફળતાના માર્ગ ખુલશે. પરિવારમાં કોઈ ધાર્મિક કાર્ય થશે અને તમે તેમાં ભાગ લેશો. તમે આ અઠવાડિયું શાંત અને એકાંતનાં વ્યતીત કરવાનું પસંદ કરશો.  

વૃશ્ચિક:

8/12
image

ગણેશજી કહે છે, સમજી-વિચારીને કરેલું રોકાણ શુભ પરિણામ આપશે અને ધન વૃદ્ધિના નવા સંયોગ બનશે. સ્વાસ્થ્યમાં સુધારો આ અઠવાડિયે જોવા મળશે. પરિવારમાં કોઈ મહિલાના કારણે મન બેચેન રહી શકે છે. અઠવાડિયાના અંતે મન વ્યાકુળ રહેશે અને સંતાન સંબંધિત ચિંતા પણ વધી શકે છે.

ધન:

9/12
image

ગણેશજી કહે છે, આર્થિક ધન વૃદ્ધિના શુભ સંયોગ મળશે પરંતુ રોકાણમાં બેલેન્સ બનાવીને આગળ વધશો ત્યારે જ વૃદ્ધિ થઈ શકશે. પ્રેમ સંબંધમાં અનુકૂળતા રહેશે અને પ્રેમ વધશે. યાત્રા આ અઠવાડિયે ટાળી દેવી યોગ્ય રહેશે. સ્વાસ્થ્ય ધીમે-ધીમે સુધરી શકે છે. અઠવાડિયાના અંતે સમજણથી પરિસ્થિતિ સારી થશે.

મકર:

10/12
image

ગણેશજી કહે છે, આર્થિક દ્રષ્ટિકોણથી આ અઠવાડિયું અનુકૂળ છે અને ધન વૃદ્ધિ સારી રહેશે. સ્વાસ્થ્યમાં સારા સુધારા જોવા મળશે અને તંદુરસ્તી અનુભવશો. કાર્યક્ષેત્રે કોઈ વડીલને કારણે મન વ્યાકુળ થઈ શકે છે. પ્રેમ સંબંધ મામલે બેચેની રહેશે અને કોઈ નુકસાનની સંભાવના વધી રહી છે.

કુંભ:

11/12
image

ગણેશજી કહે છે, કાર્યક્ષેત્રે પ્રગતિ થશે અને જીવનમાં સફળતા મળશે. કોઈ નવો પ્રોજેક્ટ સુખ-સંપત્તિ લઈને આવી શકે છે. આર્થિક દ્રષ્ટિકોણથી સમય અનુકૂળ રહેશે. ધન વૃદ્ધિના શુભ યોગ બની રહ્યા છે. પ્રેમ સંબંધમાં સુમધુરતા રહેશે અને કોઈ પિતાતુલ્ય વ્યક્તિના આશીર્વાદથી પ્રેમ સંબંધ ગાઢ બનશે.

મીન:

12/12
image

ગણેશજી કહે છે, આર્થિક મામલે કોઈ યુવાન વ્યક્તિની મદદથી શુભ પરિણામ સામે આવશે અને ધન વૃદ્ધિના યોગ બનશે. પ્રેમ સંબંધમાં તમારે પોતાના તરફથી અધિક પ્રયાસ કરવા પડશે તો જ સુખી રહેશો. સ્વાસ્થ્યમાં કોઈ નવી હેલ્થ એક્ટિવિટી શુભ પરિણામ આપી શકે છે. પરિવારના સાંનિધ્યમાં સુખદ સમય વિતાવશો.