નવી દિલ્હીઃ Rajbhang Rajyog 2023 Effect: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુભ અને અશુભ યોગો કે રાજયોગોનું નિર્માણ ગ્રહોની ઘણી રાશિઓ અને ભાવોમાં ગોચરને કારણે થાય છે. બે ગ્રહ સૂર્ય અને શુક્ર કર્ક રાશિમાં રાજભંગ રાજયોગ બનાવી રહ્યાં છે. આ સમયે સૂર્ય કર્ક રાશિમાં બિરાજમાન છે અને 7 ઓગસ્ટને શુક્ર પણ આ રાશિમાં આવશે. સૂર્ય તથા શુક્રની યુતિથી રાજભંગ રાજયોગ બનશે. 7 ઓગસ્ટથી બની રહેલા રાજભંગ ત્રણ રાશિઓ માટે લાભકારી સાબિત થશે. જાણો આ રાશિઓ વિશે..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ રાશિ
સૂર્ય અને શુક્રની યુતિથી બનનાર રાજયોગ મેષ રાશિના જાતકોના જીવનમાં સુખ-સમૃદ્ધિ અને સફળતા લઈને આવશે. આ દરમિયાન તમારી કરિયરમાં પ્રગતિ થઈ શકે છે. પ્રમોશનનો લાભ પણ મળી શકે છે. કર્ક રાશિમાં ગ્રહોની યુતિથિ ચોથા ભાવમાં રાજયોગ બનશે અને તે ધન લાભ કરાવશે. વેપારીઓ માટે આ રાજયોગ લાભકારી સાબિત થશે. આ દરમિયાન તમે જમીન, ભવન કે વાહનની ખરીદી કરી શકો છો. 


કર્ક રાશિ
રાજભંગ રાજયોગ કર્ક રાશિના જાતકો માટે મુશ્કેલ સમયમાંથી બહાર નિકળવાનો સૌથી શુભ સમય છે. આ દરમિયાન તમારા પાર્ટનરની સાથે સમય પસાર કરશો. નોકરી કરનાર જાતકોને પ્રમોશન અને પગાર વધારાનો લાભ મળી શકે છે. ભાગીદારીમાં વેપાર કરનાર જાતકોને લાભ થશે. સ્વાસ્થ્ય સારૂ રહેશે. 


આ પણ વાંચોઃ બેંકમાં અચાનક વધશે રુપિયા, રાતોરાત બનશો અમીર, બસ કરી લો સાવરણીનો આ નાનકડો ઉપાય


તુલા રાશિ
તુલા રાશિના જાતકોને આ સમયમાં પારિવારિક ચિંતાઓ દૂર થશે અને તમારા જીવનસાથીની સાથે ક્વોલિટી ટાઇમ પસાર કરવાની તક મળશે. ખાનગી સેક્ટરમાં કર્મચારીઓનો પ્રભાવ વધશે અને કરિયરમાં પ્રગતિની તક મળશે. આ તમારી વ્યાવસાયિક સ્થિતિમાં તેજી લાવવાનો સમય હશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા જાતકોને શુભ સમાચાર મળી શકે છે. જીવનમાં દરેક તરફથી સફળતા મળવાનો યોગ છે અને કરિયરમાં પ્રગતિ થશે. 


(આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે દાવો નથી કરતા કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તેને અપનાવતા પહેલા સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ જરૂર લો)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube