Rajput Samaj : રાજપીપળા ખાતે હરસિધ્ધિ માતાજી મંદિરના 423 માં પ્રાગટ્ય મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. રિયાસતી રાજવી નગરી રાજપીપલાના રાજવી પરિવારની કુળદેવી હરસિધ્ધિ માતાજી મંદિરનો દ્વિ-દિવસીય પ્રાગટ્ય મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, ત્યારે ગઈકાલે પ્રથમ દિવસે ઇતિહાસમાં સૌ પ્રથમ વખત માં હરસિદ્ધીની ઐતિહાસિક ભવ્ય નગરયાત્રા નીકળી હતી, જે લોક આકર્ષણનું કેન્દ્ર બની હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માતાજીના મૂળ સ્વરૂપને ટેબ્લોમાં રજૂ કરાયું
ઇ. સ 1657 માં રાજવી વેરીશાલજી મહારાજ સાથે જે સ્વરૂપમાં માતાજી પધાર્યા હતા, તે મૂળ સ્વરૂપનો ટેબ્લો દર્શન ખાસ કરીને લોક આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. વાઘ પર સવારી કરનાર મા હરસિધ્ધિ સાથે પધારેલ મહાદેવ, વીર વૈતાલ અને હનુમાન સાથેના ટેબલા સાથે માતાજીના દર્શન કરી ભક્તો અભિભુત થયા હતા. ખાસ રથમા મંદિરના ગર્ભગૃહમાં વાઘની સવારી પર બિરાજેલ હરસિદ્ધિ માતા સ્વરૂપમાં શણગારેલ રથમા બિરાજેલ હરસિદ્ધિ માતા સ્વરૂપની ઝાંકી વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની હતી. હરસિધ્ધિ મન્દિર, ઉજ્જૈન મન્દિર, કોયલા ડુંગર સહીત વીર વૈતાલની ઝાંકી વિશેષ આકર્ષણનું કેન્દ્ર રહી હતી. બાલિકાઓની કળશ યાત્રા, સાથે મોટી સંખ્યા મહિલાઑ માતાજીના ગરબાની રમઝટ સાથે નીકળેલી નગર યાત્રાનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ સહિત નગરજનો પણ નગરયાત્રામાં જોડાયાં હતા.


ગરીબ ભાઈ-બહેનનું દર્દ જોઈ દોડી આવ્યા ખજૂરભાઈ, મસીહાએ કર્યું મોટું દાનનું કામ


રાજવી સાથે ઉજ્જૈનથી પધાર્યા હતા માતાજી
443 વર્ષ પહેલા માતા હરસિદ્ધિ રાજપાળીના રાજવી રાજા વેરીસાલ સાથે ઉજ્જૈનથી સાક્ષાત પધાર્યા હતા અને એ દિવસ હતો સંવત 1657 ની આસો સુદ. એટલે કે નવરાત્રિનો દિવસ. નવરાત્રિના પ્રથમ દિવસથી રાજપીપળામાં મા હરસિદ્ધિના દરબાર માં લાખો ભાવિકો શિશ ઝુકાવવા આવે છે. કહેવાય છે કે, માતા સૌની મનોકામના પૂરી કરે છે. એટલું જ નહિ, વર્ષોથી ચાલી આવતી પરંપરા અને ઈતિહાસમાં વર્ણવ્યા મુજબ, માં હરસિદ્ધિ સાક્ષાત વાઘ પર બિરાજમાન થઈને રાજપીપળા આવ્યા હતા. તેથી આ મંદિરે આજે પણ માતા હરસિદ્ધિને નવરાત્રિના પ્રથમ દિવસે સિંહ પર બેસાડવામાં આવે છે અને રજવાડી સમયના સોનાના શણગાર પણ માતાને પહેરાવવામાં આવે છે. તેથી નવરાત્રિના પ્રથમ દિવસની સવારની આરતીમાં ભક્તોની ભીડ જામે છે. રાજ પરિવાર પણ આરતીમાં સામેલ થાય છે. આ કારણે માતાના દ્વારે આવતા ભક્તો આવતા પોતાની ઈચ્છા માતાને રજૂ કરે છે, અને તે પૂરી કરવા માટે મનોકામના રાખે છે.


રૂપાલાથી નારાજ બાપુઓને મનાવવા પાટીલ આજે રાજકોટ જશે, ભાજપના ડેમેજ કન્ટ્રોલના પ્રયાસ


9 દિવસ મેળો ભરાય છે
માતા હરસિદ્ધિના આ પૌરાણિક મંદિરનું નવરાત્રિમાં પણ ખાસ મહત્વ છે. નવરાત્રિના નવ દિવસો દરમિયાન અહીં મેળો ભરાય છે. જ્યાં દૂર દૂરથી ભક્તો આવે છે. આ મંદિર આમ તો બારેમાસ ખુલ્લુ હોય છે, પણ નવરાત્રિમાં અહીંની રંગત બદલાઈ જાય છે. લોકો અહી બાધા આખડી પૂરી કરવા આવે છે. 


રાજપૂતોના કુળદેવી છે માતા હરસિદ્ધી
માતા હરસિદ્ધી રાજપૂતોના કુળદેવી છે. તેથી આસો સુદ છઠે તલવારબાજી કરીને માતાજીની આરતી કરે છે. રાજપૂતોના શૌર્ય સમી તલવારબીજીની આરતી કરી લોકોને દંગ કરે છે. 


ભયંકર ગરમી વચ્ચે ગુજરાતનું મોસમ કરવટ બદલશે, રાહત થાય તેવી નવી આગાહી