Tulsi Puja: રામા કે શ્યામા ? કયા તુલસી વધારે લાભકારી, ઘરમાં પધરાવ્યાની સાથે જ ખુલે છે પ્રગતિના રસ્તા
Tulsi Puja: ઘણા લોકોના મનમાં પ્રશ્ન હોય છે કે ઘરમાં કયા પ્રકારના તુલસી રાખવા જોઈએ જેથી વધારે લાભ થાય. તો ચાલો આજે તમને જણાવીએ કે કેટલા પ્રકારના તુલસી હોય છે અને ઘરમાં કયા તુલસી રાખવાથી લાભ થાય છે.
Tulsi Puja: હિન્દુ ધર્મમાં તુલસીનું વિશેષ મહત્વ છે. તુલસી પણ અલગ અલગ પ્રકારના હોય છે. પરંતુ મોટાભાગે લોકો પોતાના ઘરમાં તુલસી અને શ્યામા તુલસી રાખે છે. આ બંને પ્રકારના તુલસીની પૂજા કરવાનું પણ વિશેષ મહત્વ છે. જે રીતે તુલસીનો પ્રકાર અલગ છે તે રીતે તેનો પ્રભાવ પણ અલગ હોય છે. ઘણા લોકોના મનમાં પ્રશ્ન હોય છે કે ઘરમાં કયા પ્રકારના તુલસી રાખવા જોઈએ જેથી વધારે લાભ થાય. તો ચાલો આજે તમને જણાવીએ કે કેટલા પ્રકારના તુલસી હોય છે અને ઘરમાં કયા તુલસી રાખવાથી લાભ થાય છે.
આ પણ વાંચો: વેપારમાં છપ્પર ફાડકે થશે નફો, અજમાવો આ સરળ વાસ્તુ ટીપ્સ, કર્યાની સાથે કરશે અસર
પાંચ પ્રકારના હોય છે તુલસી
- શ્યામા તુલસી
- રામા તુલસી
- શ્વેત તુલસી
- વન તુલસી
- લીંબુ તુલસી
આ પણ વાંચો: Malavya Yog 2024: આ રાશિઓ માટે યાદગાર રહેશે વર્ષ 2024, માલવ્ય યોગ કરશે માલામાલ
શ્યામા તુલસી
શ્યામા તુલસીના પાન ઘાટા રીંગણી કલરના હોય છે. તેથી તેને શ્યામા તુલસી કહેવાય છે. આ તુલસી ભગવાન કૃષ્ણ અને અતિપ્રિય છે. શ્યામા તુલસીને કૃષ્ણા તુલસી પણ કહેવાય છે. આ તુલસીને ઘરમાં રાખીને તેની નિયમિત પૂજા કરી શકાય છે.
રામા તુલસી
દરેક ઘરમાં મોટાભાગે રામા તુલસી જ જોવા મળે છે તેના પાન લીલા રંગના હોય છે તેથી જ તેને રામા તુલસી કહેવાય છે. આ તુલસી ભગવાન શ્રીરામને પ્રિય હોવાનું માનવામાં આવે છે તેનો સ્વાદ મીઠો હોય છે.
આ પણ વાંચો: પતિ તરફથી ન મળતો હોય પ્રેમ અને થતા હોય ઝઘડા તો ઘરની આ દિશામાં રાખો એલોવેરાનો છોડ
ઘરમાં કયા તુલસી રાખવા ?
જ્યોતિષશાસ્ત્ર અનુસાર બંને પ્રકારના તુલસીને ઘરમાં રાખી શકાય છે અને પૂજા પણ કરી શકાય છે. બંને તુલસીની પૂજા કરવાથી લાભ પ્રાપ્ત થાય છે પરંતુ રામા તુલસીને ઘરમાં રાખવી સૌથી વધારે લાભકારી છે. રામા તુલસી ઘરમાં રાખી તેની પૂજા કરવાથી પ્રગતિના રસ્તા ખુલે છે. જે વ્યક્તિ આ તુલસીની રોજ પૂજા કરે છે તે ના જીવનમાં સુખ સમૃદ્ધિ સતત વધે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)