Randhan Chhath: શ્રાવણ માસ તેનું વિશેષ મહત્વ રાખે છે. આખા શ્રાવણ માસ દરમિયાન ચાર સોમવાર, એક પ્રદોષ તેમજ એક શિવરાત્રી આ બધા યોગ એકસાથે શ્રાવણ મહિનામાં ભેગા થાય છે . શિવનો શ્રાવન માસ ઘણા તહેવાર લઈને આવે છે. શ્રાવણ મહિનામાં કૃષ્ણ પક્ષની છઠ્ઠની તિથિને રાંધણ છઠ્ઠ કહેવામાં આવે છે. આ દિવસે મહિલાઓ પોતાના પુત્રના લાંબા આયુષ્ય માટે અને સમૃદ્ધિની કામના માટે ઉપવાસ રાખે છે. રાંધણ છઠ્ઠના દિવસે મહિલાઓ ઘરમાં જુદા-જુદા પ્રકારની વાનગીઓ બનાવે છે. રાત્રે ઘરના ચૂલાની સાફ-સફાઈ કરીને, પૂજા કરીને ચૂલો ઠારવામાં આવે છે. આ વાનગીઓ શીતળા સાતમના દિવસે શીતળા માતાની પૂજા કર્યા પછી ઠંડુ ખાવામાં આવે છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચોઃ  Parenting Tips: શું તમે પણ તમારા બાળકની નખ ચાવવાની આદતથી પરેશાન છો? અપનાવો આ ટિપ્સ

રાંધણ છઠ્ઠની પૌરાણિક કથા:
રાંધણ છઠના દિવસે માન્યતા પ્રમાણે માતા શીતળા ઘરે ઘરે વિહાર કરવા માટે આવે છે. અને ચૂલામાં આળોટતા હોવાથી આ દિવસે સાંજે જ ચૂલા અથવા ગેસને વિધી પૂર્વક ઠારી દેવામાં આવે છે. જો માતા શીતળાને તમારા ઘરના ચૂલાથી ઠંડક મળશે તો માતા શીતળા સુખી થવાના આશીર્વાદ આપી બીજા ઘરે જાય છે, માટે રાંધણછઠના દિવસે સાંજે ચૂલો ઠારવાની પરંપરા છે. આધુનિક જમાનમાં ગેસ આવી ગયા છે, એટલે ચૂલાની જગ્યાએ તો ગેસને પણ ઠારવાની પરંપરા રહેલી છે. એક દિવસ ઠંડુ ભોજન જમવાથી આપના શરીરમાં થતાં અન્ય વિકાર પણ શાંત થઈ જાય છે. અને શરીર એકદમ નીરોગી બની રહે છે.

આ પણ વાંચોઃ  શક્તિશાળી હોવાની સાથે કેમ ખતરનાક છે નીલમ? આ રાશિવાળા લોકો ભૂલથી પણ ન પહેરે નીલમ

કેવી રીતે પૂજા કરશો:
સવારે જલ્દી ઉઠી સ્નાન કરીને સાફ વસ્ત્ર ધારણ કરવા જોઇએ.
વિધિ-વિધાનથી પૂજા-અર્ચના કરીને નિરાહાર વ્રત રાખો.
સાંજના સમયે પૂજા કર્યા બાદ ફળાહાર કરવામાં આવે છે.
આ વ્રત રાખવાથી સંતાનને લાંબુ આયુષ્ય અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે.

આ પણ વાંચોઃ  વરસાદી પાણી અંગે રિસર્ચમાં થયો મોટો ખુલાસો! જાણી લેજો નહીં તો ડોક્ટર પણ નહીં પકડે હાથ!

આ વાતનું ધ્યાન રાખવું જરૂરી:
આ વ્રતમાં કેટલાય નિયમોનું પાલન કરવું જરૂરી હોય છે. છઠના વ્રતમાં ગાયના દૂધ અથવા દહીંનો ઉપયોગ કરી શકાય નહીં. આ ઉપરાંત ગાયના દૂધ અથવા દહીંનું સેવન કરવું પણ પ્રતિબંધિત માનવામાં આવે છે. આ દિવસે માત્ર ભેંસનું દૂધ અથવા દહીંનું સેવન કરવામાં આવે છે. આ ઉપરાંત હળથી ખેડવામાં આવેલું કોઇ પણ અનાજ અથવા ફળ પણ ખાઇ શકાય નહીં.