Dhanteras 2023: આ વર્ષે 10 નવેમ્બર 2023 અને શુક્રવારે ધનતેરસ ઉજવાઈ રહી છે. શુક્રવારે આવતી ધનતેરસ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સિવાય ધનતેરસના દિવસે આ વર્ષે અનેક શુભ અને દુર્લભ સંયોગ પણ સર્જાઈ રહ્યા છે. જે કેટલીક રાશિના લોકોના ભાગ્યને ચમકાવશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ધનતેરસના દિવસે શુક્ર કન્યામાં, ગુરુ મેષ રાશિમાં અને સૂર્ય તુલા રાશિમાં રહેશે. ગુરુ મેષ રાશિમાં હોયને સૂર્યને સાતમી દૃષ્ટિથી જોઈ રહ્યો છે. આ સિવાય શનિ મૂળ ત્રિકોણ રાશિમાં રહીને શશ રાજયોગ બનાવી રહ્યો છે. ધનતેરસ પર ગ્રહોનો આ દુર્લભ સંયોગ કેટલીક રાશિઓ માટે અદભૂત સાબિત થઈ શકે છે. 59 વર્ષ પછી ધનતેરસ પર ગ્રહોનો આ દુર્લભ સંયોગ સર્જાયો છે જે 5 રાશિના લોકો માટે ખૂબ જ શુભ સાબિત થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Tulsi Upay: કારતક મહિનામાં તુલસીમાં અર્પણ કરો આ વસ્તુઓ, રાતોરાત ધનલાભના સર્જાશે યોગ


ધનતેરસ પર આ રાશિના લોકોનું ભાગ્ય ચમકશે
 
મેષ રાશિ


આ ધનતેરસ મેષ રાશિના લોકો માટે શુભ સમય લઈને આવી રહી છે. આ રાશિના લોકોને કરિયરમાં સારી તકો મળી શકે છે. આજે કરવામાં આવેલ રોકાણ તમને લાંબા ગાળાના લાભ આપશે. તમારા ખર્ચમાં ઘટાડો થશે અને તમને પૈસા મળશે. તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે.


મિથુન રાશિ
 
ધનતેરસનો તહેવાર મિથુન રાશિના લોકોની આવકમાં વધારો કરી શકે છે. નાણાકીય લાભ થવાની સંભાવના છે. જે લોકો સરકારી નોકરી માટે પ્રયાસ કરી રહ્યા છે તેમને સફળતા મળી શકે છે. કોઈ સારા સમાચાર મળી શકે છે.


આ પણ વાંચો: Astro Tips: આરતી વિના પૂજા રહે છે અધુરી, આ નિયમ સાથે આરતી કરવાથી મળશે પૂજાનું ફળ


સિંહ રાશિ 


ધનતેરસ સિંહ રાશિના લોકો માટે પણ શુભ રહેશે. સમસ્યાઓથી તમને રાહત મળશે. પૈસાની બાબતમાં લાભ થતો જણાય. સ્થાયી સંપત્તિથી લાભ થશે. કરિયરને લઈને નવા વિકલ્પો સામે આવશે.


મકર રાશિ


ધનતેરસનો દિવસ ખુશીઓ લઈને આવ્યો છે. સમસ્યાઓ અને તકલીફો દૂર થશે. કરજમાંથી રાહત મળશે. વેપારમાં લાભ થશે. નોકરી કરતા લોકો કોઈ મોટી સફળતા મેળવી શકે છે.


આ પણ વાંચો: Deepotsav 2023: દિવાળી છે પંચ દિવસીય મહાપર્વ, જાણો દીપોત્સવના દરેક દિવસના મહત્વ વિશે


કુંભ રાશિ


ધનતેરસ કુંભ રાશિના લોકોને મોટી કમાણી કરવાની તક આપી શકે છે. વેપારી વર્ગના લોકો માટે આ સમય ઘણો ફાયદો કરાવશે. તમને જબરદસ્ત નાણાકીય લાભ થવાની સંભાવના છે. સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)