Astro Tips: આરતી વિના પૂજા રહે છે અધુરી, આ નિયમ સાથે આરતી કરવાથી મળશે પૂજાનું ફળ

Astro Tips: ધર્મગ્રંથોમાં આરતી વિશે કહેવાયું છે કે મંત્ર વિના, કોઈ ક્રિયા વિના, વિધિ વિધાન વિના કરેલી પૂજાનું ફળ પણ મળે છે જો પૂજા કર્યા પછી આરતી કરી લેવામાં આવે. આ વાત પરથી જ સાબિત થાય છે કે પૂજા કર્યા પછી આરતી કરવી કેટલી મહત્વપૂર્ણ હોય છે. તો ચાલો આજે તમને પણ પૂજા પછી આરતી કરવાના કેટલાક સામાન્ય નિયમો વિશે જણાવીએ. 

Astro Tips: આરતી વિના પૂજા રહે છે અધુરી, આ નિયમ સાથે આરતી કરવાથી મળશે પૂજાનું ફળ

Astro Tips: દરેક ઘરમાં ભગવાનની પૂજા રોજ કરવામાં આવે છે. ઘરમાં પૂજા બાદ કરવાથી સાત્વિકતા અને સકારાત્મકતા વધે છે. સાથે જ વ્યક્તિના ખરાબ કર્મોનો નાશ થાય છે. પરંતુ પૂજાનું ફળ ત્યારે જ મળે છે જ્યારે તમે પૂજા કર્યા પછી આરતી પણ કરો. આરતી કર્યા વિના પૂજા અધૂરી ગણાય છે અને તેનું ફળ નથી મળતું. આરતી કરવાની દરેકની પોતાની રીત અલગ હોય છે. ધર્મગ્રંથોમાં આરતી વિશે કહેવાયું છે કે મંત્ર વિના, કોઈ ક્રિયા વિના, વિધિ વિધાન વિના કરેલી પૂજાનું ફળ પણ મળે છે જો પૂજા કર્યા પછી આરતી કરી લેવામાં આવે. આ વાત પરથી જ સાબિત થાય છે કે પૂજા કર્યા પછી આરતી કરવી કેટલી મહત્વપૂર્ણ હોય છે. તો ચાલો આજે તમને પણ પૂજા પછી આરતી કરવાના કેટલાક સામાન્ય નિયમો વિશે જણાવીએ જેનું પાલન કરવાથી તમને તમારી પૂજાનું ફળ તુરંત પ્રાપ્ત થશે.

આરતી કરવાના સામાન્ય નિયમ

- આરતીમાં 1, 5 અથવા તો 7 વાટના દીવા કરવામાં આવે છે. સામાન્ય રીતે 1 અથવા તો 5 વાટની આરતી કરવી જોઈએ. 

- આરતી વખતે પોતાના આરાધ્યદેવના ગુણ કીર્તન સાથે મંત્ર પણ બોલવા જોઈએ.

- ઋષિઓએ જણાવ્યું છે કે આરતી ઓમની આકૃતિમાં કરવી જોઈએ કારણકે દરેક મંત્રનો પ્રારંભ ઓમ શબ્દથી થાય છે. એટલે કે આરતી કરતી વખતે હાથમાં રાખેલી આરતી ને એવી રીતે ફેરવવી કે ઓમની આકૃતિનું નિર્માણ થાય.

- આ રીતે આરતી કરવાથી મંત્ર સાધના પણ થાય છે જે વિશેષ ફળ આપનાર હોય છે. 

- આરતીમાં દીવાની વાટ પૂર્વ તરફ રાખવાથી આયુ વૃદ્ધિ થાય છે, પશ્ચિમ તરફ રાખવાથી દુઃખ વૃદ્ધિ થાય છે, દક્ષિણ તરફ રાખવાથી હાનિ થાય છે અને ઉત્તર તરફ રાખવાથી ધન લાભ થાય છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news