Banyan Tree : રૂપિયા કમાવવા માટે પરસેવો પાડવો પડે છે. મહેનત કરવી પડે છે. પરંતું છતાં ક્યારેક એવુ બનતું હોય છે કે કાળી મજૂરી કરીને પણ રૂપિયા હાથ લાગતા નથી. કારણ કે, નસીબ સાથ આપતુ નથી. નસીબ સાથે આપે તો બેડો પાર થઈ જાય, પરંતુ જો નસીબ આડું આવે તો રાજા પણ રંક થઈ જાય. જો નસીબ સાથ ન આપતું હોય ત્યારે કેટલાક ટોટકા કામ કરી જાય છે. જો તમને માલામાલ બનવું હોય તો એક ઉપાય છે. જે રવિવારના દિવસે કરવાનો હોય છે. રવિવારે રાતે આ કામ કરવાથી સૂતેલું નસીબ પણ જાગી જશે. તમારે રવિવારે સૂતા પહેલા આ કામ કરવાનું હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો રૂપિયા કમાવવા માટે નસીબનો સાથ જોઈતો હોય તો વડનું વૃક્ષ તમારા કામમાં આવી શકે છે. તમારી મનોકામના પૂર્ણ કરવા માટે રવિવારે વડના ઝાડનું તૂટેલું પાન લાવો અને તેના પાન પર તમારી ઈચ્છા લખો. આ પછી સોમવારે સવારે વડના આ પાંદડાને વહેતા પાણીમાં વહાવી દો. આનાથી તમારુ ભાગ્ય બદલાઈ શકે છે અને તમે પૈસાવાળા થઈ શકો છો.


જાદુ જોવો હોય તો રાતે તજના પાન બાળો, તમારા રોમ રોમમાં સળવળાટ થઈ જશે


રવિવારે જ કરો આ કામ
આ કામ રવિવારે જ કરવું. રવિવારે રાતે સૂતા સમયે તમારી ઈચ્છા વડના પાંદડા પર લખવી, અને સોમવારે પાન વહાવી દેવું. પરંતુ તમને એવુ થશે કે આ કામ રવિવારે જ કેમ કરવું. તે પાછળનું કારણ એ છે કે, રવિવાર ભગવાન સૂર્યને સમર્પિત દિવસ ગણાય છે. આ દિવસે તેમની પૂજા કરવાથી સૂર્યદેવ પ્રસન્ન થાય છે. તેથી સૂર્યદેવને પ્રસન્ન કરવા માટે રવિવારે આ કામ કરવાથી તમને ફાયદો થશે. સૂર્ય ભગવાનને જળ ચઢાવવું ફળદાયી ગણવામાં આવે છે. તેથી પિતૃદોષમાંથી મુક્ત થવા માટેનો આ દિવસ ઉત્તમ છે.  


લાખો ખર્ચ્યા વગર કેનેડામાં ભણવાનો છે આ ઓપ્શન, કેનેડાની યુનિવર્સિટીઓ સામેથી બોલાવશે


આ ઉપરાંત રવિવારે બીજા કામ કરવાથી પણ તમારું ભાગ્ય જાગી જશે. જેમ કે, જો તમે જીવનમાં સુખ-સમૃદ્ધિ અને કીર્તિ મેળવવા માંગતા હોવ તો રવિવારે પીપળના ઝાડ નીચે લોટનો ચારમુખી દીવો અવશ્ય પ્રગટાવો. આમાં સરસવના તેલનો ઉપયોગ કરવો જોઈએ. આનો લાભ તમને જલ્દી મળશે.


આ ગામમાં આજે પણ પથ્થરના ખાસ પ્રકારના વાસણોમાં ભોજન પીરસાય છે