જાદુ જોવો હોય તો રાતે તજના પાન બાળો, તમારા રોમ રોમમાં સળવળાટ થઈ જશે

Ayurveda And Stress Management : તજના પાન એક જડીબુટ્ટીની જેમ કામ કરે છે. જેના પર રશિયાના વૈજ્ઞાનિકોએ અભ્યાસ કર્યો છે. તેઓએ રિસર્ચમાં જાણ્યું કે, તે આપણો સ્ટ્રેસ તણાવ દૂર કરે છે. તજના પાનનો ઉપયોગ અરોમા થેરાપી તરીકે કરવામાં આવે છે

જાદુ જોવો હોય તો રાતે તજના પાન બાળો, તમારા રોમ રોમમાં સળવળાટ થઈ જશે

Burn 2 Bay Leaves To Get Rid Of Stress And Anxiety : ભારતની રસોઈમાં મરી-મસાલા અચૂક હોય છે. આપણા શાકભાજી અને પુલાવની રેસિપી તજના પાન વગર અધૂરી છે. રસોઈમાં સ્વાદ લાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. હવે વાત બિરયાનની કરીએ તો, તજના પાન વગર બિરયાનીનો સ્વાદ અધૂરો છે. પરંતું શું તમને ખબર છે કે, રસોઈ સિવાય પણ તજના પાનનો એક ચમત્કારિક ફાયદો છે. 

જો તમે રાતે ઊંઘતા પહેલા રૂમમાં તજના પાનનો ધુમાડો કરો છો, તમારું દિવસભરનો થાક ઉતરી જશે. સાથે જ શ્વાસ સંબંધી અને સ્કીન સંબંધિત બીમારીઓ પણ દૂર થઈ જશે. તજના પાન બાળવાથી તમને બીજા પણ અનેક ફાયદા થશે. પરંતુ તેનો ધુમાડો કેવી રીતે કરવાનો, તે તમારે જાણી લેવુ બહુ જ જરૂરી છે. તજના પાનનો ધુમાડો ધરમાં એક એરોમાની જેમ કામ કરે છે, જેના અનેક ફાયદા છે. 

તજના પાન જ કેમ બાળવા
તે એક જડીબુટ્ટીની જેમ કામ કરે છે. જેના પર રશિયાના વૈજ્ઞાનિકોએ અભ્યાસ કર્યો છે. તેઓએ રિસર્ચમાં જાણ્યું કે, તે આપણો સ્ટ્રેસ તણાવ દૂર કરે છે. તજના પાનનો ઉપયોગ અરોમા થેરાપી તરીકે કરવામાં આવે છે. તે ત્વચા સંબંધી બીમારીઓ અને શ્વાસ સંબંધિત બીમારીઓને પણ દૂર કરવામાં મદદરૂપ થાય છે. સાથે જ તે સ્ટ્રેસ અને ટેન્શન પણ દૂર કરે છે. 

આવી રીતે કરો ઉપયોગ
તેના માટે સૌથી પહેલા એક તાજું અને એક સૂકાયેલું તજનું પાન લો. એક વાડકામાં રાખીને તેને ઘરની બહાર બાળો. તેના બાદ તેને ઘરમાં લાવીને 15 મિનિટ સુધી વાડકો મૂકી રાખો. તજના પાનની મહેંક આખા રૂમમાં ફેલાઈ જશે. તેનાથી તમે રિલેક્સ અને રિફ્રેશીંગ ફીલ કરશો. તજનું પાન પ્રાચીન કાળથી જ બીમારીઓની સારવારમાં ઉપયોગમાં લેવાય છે.  

થાક પણ દૂર થશે
તજના પાનને બાળવાથી વ્યક્તિનો થાક દૂર થઈ જાય છે. દિમાગ શાંત રહે છે. દિમાગની નશોને આરામ મળી રહે છે. એટલુ જ નહિ, તેનાથી ધુમાડો જ્યારે શ્વાસમાં જાય છે ત્યારે તે આપણી પ્રતિરક્ષી તંત્ર (ઈમ્યુન સિસ્ટમ) ને મજબૂત બનાવે છે. 

(નોંધ - તમારે માત્ર 2-4 પાન જ બાળવાના છે, તેનાથી વધુ પાન ન બાળો. તેમજ તેને ઘરમાં એવી જગ્યાએ રાખો, જ્યા કપડા ન હોય. ધ્યાન રાખો કે તે આગની જેમ ફેલાવવું ન જોઈએ. જે લોકોને શ્વાસ સંબંધી બીમારીઓ હોય, તેઓએ તેનો પ્રયોગ ન કરવો) 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news