Signs Of Lukcy Women: દરેક વ્યક્તિ પોતાનું ભાગ્ય લઈને આવે છે. જાતક કેટલો ભાગ્યશાળી છે તેની જાણકારી તેની કુંડળીના ગ્રહો, હાથની રેખાઓ ઉપરાંત તેના શરીરના વિભિન્ન અંગો પર બનેલા નિશાન, તલ, ચિન્હો, બનાવટ વગેરેથી પણ જાણી શકાય છે. સમુદ્ર શાસ્ત્ર મુજબ વ્યક્તિના શરીરના અંગોની બનાવટ, તેના પર બનેલા નિશાનો વગેરેના આધાર ઉપર પણ સ્વભાવ અને ઈચ્છાઓ વગેરે જાણી શકાય છે. આ સાથે જ વ્યક્તિના શરીર પર બનેલા તલ પણ આ મામલે ખુબ મહત્વની ભૂમિકા ભજવે છે. આજે અમે એવા જ તલ, નિશાન વગેરે વિશે જણાવીએ છીએ જેનું મહિલાઓ અને છોકરીઓ પર હોવું તેમને ભાગ્યશાળી બનાવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાગ્યશાળી મહિલાઓના શરીર પર હોય છે આવા નિશાન

- સમુદ્ર શાસ્ત્ર મુજબ જે મહિલાઓના પગના તાળવા પર કમલ, શંખ કે ચક્રનું નિશાન હોય તે ખુબ ભાગ્યશાળી હોય છે. આવી મહિલાઓ અપાર સુખ સમૃદ્ધિ અને સન્માન મેળવે છે. આ ઉપરાંત સમગ્ર પરિવારનું નામ પણ રોશન કરે છે. આવી મહિલાઓ ઊંચું પદ મેળવે છે. 


- જે મહિલાઓના પગનો અંગૂઠો ગોળ અને પહોળો હોય તે પણ ખુબ ભાગ્યશાળી હોય છે. આવી મહિલાઓ જે પણ ઘરમાં જાય ત્યાં ધન દૌલત ભરપૂર રહે છે. 


- જે મહિલાઓની ગરદન લાંબી હોય, તેઓ બાળપણથી લઈને ઘડપણ સુધી ખુબ માન સન્માન મેળવે છે. આવી મહિલાઓ પોતાના ઘર પરિવારમાં ખુબ સન્માન મેળવે છે. ઘરના સભ્યો તેમની વાતને ખુબ મહત્વ આપે છે. આવી મહિલાઓ સામાજિક રીતે સક્રિય હોય તો તેમને ખુબ લોકપ્રિયતા, પ્રસિદ્ધિ અને પ્રતિષ્ઠા મળે છે. 


ઓછા સમયમાં ધનવાન બનવાનો અચૂક ઉપાય, 5 કાળા મરીના દાણામાં છૂપાયેલું છે રહસ્ય


આ 3 રાશિની યુવતી પતિ માટે હોય છે ખુબ જ ભાગ્યશાળી, ખરાબ સમયમાં પણ પતિને આપે છે સાથ


આ યોગવાળાના લગ્નમાં હંમેશા રહે છે ડખો, ગમે તેટલો ખર્ચો કરો થઈ જ જાય છે છૂટાછેડા!


- જે મહિલાઓના હાથની આંગળીઓ લાંબી હોય તેમના પતિ તેમના નોકરી ધંધામાં ખુબ પ્રગતિ પામે છે. આવી મહિલાઓ તેમના પતિ માટે ખુબ લકી સાબિત થાય છે અને તેમનું ભાગ્ય ચમકાવી દે છે. 


- જે મહિલાઓના માથા પર ત્રિશુળનું નિશાન બનેલું હોય તે પોતાના જીવનમાં ખુબ ધન સંપત્તિ મેળવે છ અને આ સાથે જ ખુબ પ્રસિદ્ધિ પણ મેળવે છે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube