ઓછા સમયમાં ધનવાન બનવાનો અચૂક ઉપાય, 5 કાળા મરીના દાણામાં છૂપાયેલું છે રહસ્ય

Ravan Samhita Remedies: જ્યોતિષ શાસ્ત્ર મુજબ પૈસા કમાવવા અને આર્થિક સ્થિતિને મજબૂત કરવા માટે આકરી મહેનતની સાથે સાથે ભાગ્યનો સાથ હોવો પણ જરૂરી છે. આવામાં જો તમે પણ આ કામમાં વારંવાર નિષ્ફળ થઈ રહ્યા છો તો રાવણ સંહિતામાં રહેલા કેટલાક ઉપાયો અજમાવી શકો છો. 
 

ઓછા સમયમાં ધનવાન બનવાનો અચૂક ઉપાય, 5 કાળા મરીના દાણામાં છૂપાયેલું છે રહસ્ય

How To Become Rich: આજકાલ દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના પર માતા લક્ષ્મીની કૃપા જળવાઈ રહે. આ માટે તે દિવસ રાત ખુબ મહેનત કરે છે. આકરો પરિશ્રમ કરે છે. પરંતુ ભાગ્યનો સાથ ન મળવાના કારણે વ્યક્તિને નિરાશા સાંપડે છે. જેના કારણે વ્યક્તિની શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. જો તમને પણ મહેનત બાદ સફળતા નથી મળતી તો રાવણ સંહિતામાં નહિત કેટલાક ઉપાયો અજમાવી શકાય છે. 

એવી માન્યતા છે કે આ ઉપાયો અજમાવવાથી વ્યક્તિને આકસ્મિક ધન લાભ થાય છે. આમ તો રાવણ સંહિતામાં અનેક ઉપાયોનો ઉલ્લેખ કરાયો છે. પરંતુ આ બે ઉપાય ખુબ ચમત્કારિક છે. આ બે ઉપાયોનો અજમાવતા જ માતા લક્ષ્મી પ્રસન્ન થઈને તમારા દ્વાર પર દસ્તક આપે છે. એટલું જ નહીં ભાગ્યનું તાળું પણ ખુલી જાય છે. આવો જાણીએ રાવણ સંહિતમાં વર્ણિત આ ઉપાયો વિશે...

ધનવાન બનવાના 2 અચૂક ઉપાય
જ્યોતિષ શાસ્ત્ર મુજબ દરેક વ્યક્તિનું સપનું હોય છે કે તે ધનવાન બને. માતા લક્ષ્મી તેના પર મહેરબાન બને. જો તમે પણ આર્થિક સમસ્યાઓમાંથી બાહર આવવા માંગતા હોવ તો રાવણ સંહિતામાં ઉલ્લેખ  કરાયેલા આ ઉપાયો અજમાવી શકો છો. એવી માન્યતા છે કે આ ઉપાયને કરવાથી બહુ જલદી અસર જોવા મળે છે અને ધનની પ્રાપ્તિ થાય છે. આ ઉપાય કરવા માટે 5 કાળા મરીના દાણા લઈને કોઈ ચાર રસ્તે જાઓ. આ ઉપાય કરતી વખતે ધ્યાનમાં રાખો કે તમારા પર કોઈની નજર ન પડે. 

આ ઉપાય બ્રહ્મ મુહૂર્તમાં પણ થઈ શકે છે. પાંચ કાળા મરીના દાણાને તમારા માથા પથી 7 વાર ફેરવીને ઉતારો. હવે કાળા મરીના 4 દાણા 4 દિશામાં ફેંકી દો અને એક દાણો આકાશ તરફ ફેંકી દો. આ ઉપાય કરવાથી આકસ્મિક ધનલાભના યોગ બને છે. 

બીજો ઉપાય પણ ખુબ ચમત્કારિક છે. જો તમે જલદી આર્થિક સમસ્યાથી છૂટકારો મેળવવા માંગતા હોવ તો શુક્રવારના દિવસે સવા સો ગ્રામ અક્ષત ચોખા અને એટલા જ પ્રમાણમાં મિસરી લઈને સફેદ કપડાં કે રૂમાલમાં બાંધી લો. ત્યારબાદ રૂમાલને હાથમાં લો અને માતા લક્ષ્મીને ઘરમાં બિરાજમાન થવાની પ્રાર્થના કરો. આ સાથે જ માતાને કોઈ પણ પ્રકારની ભૂલ બદલ ક્ષમા યાચના પણ કરો. આ રૂમાલને વહેતા પાણીમાં વહાવી દો. તેને પવિત્ર નદીઓમાં વહેતો મૂકવો વધુ સારું રહે છે. આ ઉપાયથી આર્થિક તંગી દૂર થાય છે. અત્રે જણાવવાનું કે આ ઉપાય રાવણ સંહિતામાં દર્શાવેલા છે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news