Vakri Shani 2023: જ્યોતિષ શાસ્ત્રમાં શનિ ગ્રહનું ખૂબ જ મહત્વ છે. શનિ ગ્રહ જ્યારે રાશિ પરિવર્તન કરે અથવા તો તેની ચાલમાં પરિવર્તન થાય ત્યારે લોકોના જીવન પર મોટી અસર પડે છે. શાસ્ત્રો અનુસાર શનિની વક્રી ચાલ સારી માનવામાં આવતી નથી. શનિ જ્યારે વક્રી થાય છે ત્યારે વ્યક્તિના જીવનના દરેક ક્ષેત્રને અસર કરે છે. ખાસ કરીને વક્રી શનિ કારકિર્દી, નાણાકીય સ્થિતિ, પારિવારીક સંબંધોમાં મોટા ફેરફારનું કારણ બને છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે એટલે કે 17 જૂન 2023 અને શનિવારના દિવસથી જ શનિ વક્રી થશે. શનિવારનો દિવસ શનિદેવને સમર્પિત છે. શનિવારથી શનિ વક્રી થશે તેના કારણે  દરેક રાશિના જીવન પર ગંભીર અસર પડશે. શનિ વક્રી અવસ્થામાં 4 નવેમ્બર 2023 સુધી રહેશે. આ સમય સુધી 3 રાશિના લોકોને જીવનમાં અનેક પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. 


શનિનું વક્રી થવું આ રાશિઓ માટે અશુભ


આ પણ વાંચો:


Vakri Grah 2023: રાહુ-કેતુ અને શનિ એક સાથે થશે વક્રી, આ રાશિના લોકોની વધશે સમસ્યાઓ


શુક્રની મહાદશા કરે છે ભાગ્યોદય, 20 વર્ષ સુધી રાજા જેવો વૈભવ અને ધન થાય છે પ્રાપ્ત


આ 4 રાશિના લોકોના જીવન પર તુટી પડશે દુ:ખના ડુંગર, અત્યંત અમંગળકારી યોગ વધારશે સમસ્યા


સિંહ રાશિ


શનિની વક્રી ચાલ સિંહ રાશિના લોકોને ઘણી તકલીફો આપી શકે છે. આ સમય દરમિયાન માનસિક સ્ટ્રેસનો સામનો કરવો પડી શકે છે. આર્થિક મોટું નુકસાન થઈ શકે છે. પૈસા અટવાઈ શકે છે. આ સમય દરમિયાન કોઈપણ નિર્ણયો કાળજીપૂર્વક લેવા. કોઈની સાથે વાદવિવાદ ન કરવો. તેમજ કોઈ જોખમ ન લેવું.


વૃશ્ચિક રાશિ 


શનિની ઉલટી ચાલ વૃશ્ચિક રાશિના જાતકોને પણ પરેશાન કરી શકે છે. નોકરી-ધંધાના કામમાં અવરોધ કે પડકારનો સામનો કરવો પડી શકે છે. વેપારમાં નુકસાન થઈ શકે છે. પરિજનો સાથેના સંબંધોમાં અંતર આવી શકે છે. શારીરિક-માનસિક સમસ્યા વધી શકે છે. પૈસા ખર્ચવામાં સાવધાની રાખો.


મીન રાશિ 


શનિની વક્રી ચાલ મીન રાશિના લોકોને પરેશાન કરી શકે છે. વાણી પર તેની સૌથી ખરાબ અસર પડશે. વાણીની કડવાશ મોટા નુકસાનને આમંત્રણ આપી શકે છે. આર્થિક નુકસાન પણ થઈ શકે છે. વિવાહિત જીવનમાં મુશ્કેલીઓ આવી શકે છે. નાણાકીય લેવડદેવડની બાબતોમાં પણ સાવધાની રાખવી.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)