30 વર્ષ બાદ શનિ કુંભમાં ચાલશે ઉલ્ટી ચાલ, આ 3 રાશિવાળાને બનાવશે માલામાલ, પદ-પ્રતિષ્ઠામાં થશે વધારો
Loard Shani : શનિદેવ 30 વર્ષ બાદ પોતાની મૂળત્રિકોણ રાશિ કુંભમાં વક્રી થશે. જેનાથી કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે. નોકરી અને વેપારમાં પ્રગતિ થવાના યોગ છે. જાણો તે ભાગ્યશાળી રાશિઓ વિશે...
Loard Shani : વૈદિક જ્યોતિષ મુજબ શનિદેવ ન્યાયના દેવતા અને કર્મફળ દાતા ગણાય છે. શનિદેવ જૂન મહિનામાં વક્રી થવા જઈ રહ્યા છે. એટલે કે ઉલ્ટી ચાલ ચલશે. શનિદેવ 30 વર્ષ બાદ પોતાની મૂળત્રિકોણ રાશિ કુંભમાં વક્રી થશે. જેનાથી કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે. નોકરી અને વેપારમાં પ્રગતિ થવાના યોગ છે. જાણો તે ભાગ્યશાળી રાશિઓ વિશે..આ રાશીઓને મોટો ફાયદો થવાની સંભાવના છે.
કુંભ રાશિ
શનિ ગ્રહનું વક્રી થવું એ તમારા માટે લાભકારી સાબિત થઈ શકે છે. કારણ કે એક તો શનિદેવે તમારી ગોચર કુંડળીમાં શશ રાજયોગ બનાવ્યો છે. આ સાથે જ શનિદેવ તમારી રાશિના લગ્ન ભાવમાં વક્રી થવા જઈ રહ્યા છે. આથી આ સમય દરમિયાન તમારા વ્યક્તિત્વમાં નિખાર આવી શકે છે. આ સાથે જ તમે બિઝનેસમાં પણ નવા આઈડિયા પર કામ કરી શકો છો અને તમને તેમાં ભાગ્યનો સાથ પણ મળશે. ભાઈ બહેનો સાથે સંબંધ સારા થશે. આર્થિક મામલાઓમાં તમારી સ્થિતિ ખુબ મજબૂત રહેશે. આ સાથે જ આ સમય દરમિયાન પરિણિતોનું લગ્ન જીવન શાનદાર રહેશે. વિચારેલી યોજનાઓ સફળ થશે. સમાજમાં તમારું કદ વધશે.
વૃશ્ચિક રાશિ
શનિદેવની ઉલ્ટી ચાલ તમારા માટે શુભ સાબિત થઈ શકે છે. કારણ કે શનિદેવ તમારી ગોચર કુંડળીના ચતુર્થ ભાવમાં વક્રી થશે. આથી આ સમય દરમિયાન તમને ભૌતિક સુખોની પ્રાપ્તિ થશે. પ્રોપર્ટી કે વાહન ખરીદી શકો છો. તમને વેપારમાં ઉન્નતિની તકો મળશે અને પૈસાની પણ સારી બચત કરી શકશો. જે લોકો રિયલ એસ્ટેટ, પ્રોપર્ટી અને જમીન સંપત્તિ સંલગ્ન કામો કે વેપાર કરતા હશે તેમના માટે આ સમય શાનદાર રહેશે. નોકરીયાતો માટે પદોન્નતિના યોગ બનશે.
સિંહ રાશિ
શનિદેવનું વક્રી થવું એ સિંહ રાશિના જાતકો માટે શુભ ફળદાયી સિદ્ધ થઈ શકે છે. કારણ કે શનિદેવ તમારી રાશિથી સપ્તમ ભાવમાં ઉલ્ટી ચાલ ચલશે. આથી આ સમય દરમિયાન પરિણીતોને લગ્ન જીવનમાં ખુબ સુખ મળશે. જીવનસાથીની પ્રગતિ થઈ શકે છે. આર્થિક મામલાઓમાં તમારી સ્થિતિ ઘણી મજબૂત થશે. આ સાથે તમે ધનની બચત કરવામાં સફળ રહેશો. તમને સમાજમાં માન સન્માન અને પ્રતિષ્ઠા મળશે. દૈનિક આવકમાં વધારો થશે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube