September 2024 Horoscope: ગ્રહના રાશિ પરિવર્તન અને નક્ષત્ર પરિવર્તનની દ્રષ્ટિએ સપ્ટેમ્બર મહિનો ખૂબ જ ખાસ રહેવાનો છે. વૈદિક પંચાંગ અનુસાર ધન અને વૈભવનો કારક ગ્રહ બુધ સપ્ટેમ્બર મહિનામાં એકવાર નહીં પરંતુ ઘણીવાર ગોચર કરશે. સપ્ટેમ્બર મહિનામાં બુધનું રાશિ પરિવર્તન થશે, નક્ષત્ર પરિવર્તન પણ થશે. બુધ આ સમય દરમિયાન પોતાની ચાલ પણ બદલશે. જેની અસર 12 રાશિના લોકો પર જોવા મળશે. તો ચાલો સૌથી પહેલા જાણીએ બુધનું રાશિ પરિવર્તન અને નક્ષત્ર પરિવર્તન કયા કયા સમયે થશે અને તેનાથી કઈ રાશિના લોકોને લાભ થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: જન્માષ્ટમીથી શરુ થતા આ સપ્તાહમાં 5 રાશિઓને થશે ધનલાભ, વાંચો સાપ્તાહિક રાશિફળ


સપ્ટેમ્બર મહિનામાં બુધના ગોચર 


પંચાંગ અનુસાર સૌથી પહેલા 4 સપ્ટેમ્બર 2024 ના રોજ બુધ પોતાની ચાલ બદલશે. 4 સપ્ટેમ્બરે સવારે 11:52 મિનિટે બુધ ગ્રહ સિંહ રાશિમાં ગોચર કરશે. સિંહ રાશિમાં બુધ 23 સપ્ટેમ્બર સુધી ગોચર કરશે. આ સમય દરમિયાન બુધ 2 વખત નક્ષત્ર પરિવર્તન કરશે. બુધનું નક્ષત્ર પરિવર્તન 14 સપ્ટેમ્બરે સવારે 6.50 મિનિટે પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં થશે. આ નક્ષત્રમાં બુધ 21 સપ્ટેમ્બર સુધી રહેશે 21 સપ્ટેમ્બર અને શનિવારે બપોરે 3.11 મિનિટે બુધ ગ્રહ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરશે. 


સપ્ટેમ્બર મહિનો 3 રાશિઓ માટે શુભ


આ પણ વાંચો: 18 સપ્ટેમ્બર સુધી 3 રાશિઓ રહે સંભાળીને, શુક્રના ગોચરથી આવક થશે પ્રભાવિત, શત્રુ વધશે


મેષ રાશિ 


બુધના ગોચરથી મેષ રાશિના લોકોના જીવનમાં સકારાત્મક ફેરફાર જોવા મળશે. પારિવારિક સંબંધો મજબૂત થશે. પરિવાર સાથે સમય પસાર કરવાથી પ્રસન્નતા વધશે. નોકરી કરતા લોકો માટે આ સમય યાદગાર હશે. કાર્ય સ્થળ પર પરિસ્થિતિ તમારી તરફેણમાં હશે. બિઝનેસમેનને નવા ઓર્ડર મળી જવાથી કામ વધી શકે છે. સ્વાસ્થ્ય સમસ્યાથી છુટકારો મળશે. 


આ પણ વાંચો: ધનના દાતા શુક્ર ગ્રહ બનાવશે માયાવી ગ્રહ સાથે યુતિ, સપ્ટેમ્બર સુધી મોજ કરશે આ રાશિઓ


કર્ક રાશિ 


21 સપ્ટેમ્બર સુધી કર્ક રાશિના લોકોને દરેક કામમાં ભાગ્યનો સાથ મળશે. વેપારમાં જબરદસ્ત ધનલાભ થવાની સંભાવના. પરિવારના સભ્યો સાથે ચાલતી સમસ્યાઓ પૂરી થશે. લવ લાઇફમાં મીઠાશ વધશે. યુવાનો પાર્ટનરશિપમાં બિઝનેસ કરવાનો નિર્ણય લઈ શકે છે. સમય સારો. ભવિષ્યમાં અપાર ધનલાભ થવાની સંભાવના. આર્થિક સ્થિતિ મજબૂત થશે. સ્વાસ્થ્ય સમસ્યાથી છુટકારો મળશે. 


આ પણ વાંચો: બિઝનેસમાં સફળતા માટે અજમાવો આ વાસ્તુ ટીપ્સ, આવક અને નફામાં જબરદસ્ત વધારો થશે


મીન રાશિ 


બુધનું ગોચર મીન રાશિના લોકોના જીવનમાંથી ચિંતાઓ દૂર કરશે. સપ્ટેમ્બર મહિનામાં યોગ્ય નિર્ણય લેવાથી ભવિષ્યમાં લાભ થવાની સંભાવના. જોબ કરતા લોકોને વર્કલેસ પર કર્મચારીઓનો સહયોગ મળશે. પાર્ટનર સાથે તાલમેલ વધશે. વિદ્યાર્થીઓના કરિયરમાં સ્થિરતા આવશે. માનસિક શાંતિ મળશે. ભવિષ્ય માટે ઉત્તમ તક પ્રાપ્ત થશે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)