Vastu Tips: બિઝનેસમાં સફળતા માટે અજમાવો આ વાસ્તુ ટીપ્સ, આવક અને નફામાં જબરદસ્ત વધારો થશે
Vastu Tips For Business:કહેવાય છે કે જે જગ્યાએ વાસ્તુદોષ હોય ત્યાંથી માતા લક્ષ્મી પણ નારાજ થઈને જતા રહે છે. ખાસ કરીને ઓફિસની બાબતમાં વાસ્તુની કેટલીક ટિપ્સનું ધ્યાન રાખવું જોઈએ. આ વાસ્તુ ટિપ્સ ફોલો કરવાથી બિઝનેસમાં પ્રગતિ થાય છે અને નફો તેમજ આવક દિવસ-રાત વધતા રહે છે.
Trending Photos
Vastu Tips For Business: વાસ્તુશાસ્ત્રનું આપણા જીવનમાં વિશેષ મહત્વ છે. ઘર હોય કે ઓફિસ જો વાસ્તુશાસ્ત્રના કેટલાક નિયમોનું ધ્યાન રાખવામાં ન આવે તો વાસ્તુદોષ સર્જાય છે અને તેના કારણે જીવનમાં દરિદ્રતા આવે છે. કહેવાય છે કે જે જગ્યાએ વાસ્તુદોષ હોય ત્યાંથી માતા લક્ષ્મી પણ નારાજ થઈને જતા રહે છે. ખાસ કરીને ઓફિસની બાબતમાં વાસ્તુની કેટલીક ટિપ્સનું ધ્યાન રાખવું જોઈએ. આ વાસ્તુ ટિપ્સ ફોલો કરવાથી બિઝનેસમાં પ્રગતિ થાય છે અને નફો તેમજ આવક દિવસ-રાત વધતા રહે છે.
આજે તમને આવા જ કેટલાક સરળ ઉપાયો વિશે જણાવીએ. આ સરળ ઉપાય બિઝનેસનો ગ્રોથ કરવામાં મદદ કરે છે. આ વાસ્તુ ટિપ્સ ફોલો કરવાથી નફો અને આવક દિવસને દિવસે વધતા રહે છે. તો ચાલો તમને પણ જણાવી દઈએ વાસ્તુના આ સિક્રેટ ઉપાયો વિશે.
વેપાર વધારવા માટેની વાસ્તુ ટીપ્સ
મીઠાનું પાણી
તમારો બિઝનેસ કોઈ પણ હોય જો તમને તેમાં સફળતા મળતી ન હોય અને બિઝનેસમાં મંદી હોય તો દુકાન કે ઓફિસની સફાઈ કરો ત્યારે પાણીમાં થોડું મીઠું ઉમેરીને સફાઈ કરવી. મીઠાનું નમકીન પાણી કાર્યસ્થળની નકારાત્મક ઊર્જાને દૂર કરશે જેના કારણે આવક વધવાની સંભાવના વધી જશે.
શટરને પગ ન અડાળો
જો તમે દુકાન કે ઓફિસનું શટર બંધ કરતી વખતે આ ભૂલ કરો છો તો આજથી જ ભૂલ સુધારો. ઘણા લોકો શટરને પગથી બંધ કરતા હોય છે, કેટલાક લોકો એવા હોય છે કે શટરને તાળું મારીને તાળાને પગ મારીને ચેક કરે. આ રીતે તાળાને કે શટરને પગ મારવાથી બિઝનેસ પર અસર થાય છે તેથી આ આદત સુધારો.
આવી તસવીરો ઓફિસમાં ન રાખો
કામ કરવાની જગ્યા એટલે કે ઓફિસ કે દુકાનમાં કેટલીક તસવીરો પણ લગાડવી નહીં. જેમ કે પાણીમાં ડૂબતા જહાજની તસ્વીર, ડુબતા સૂર્યની તસ્વીર, હિંસક પશુની તસ્વીર. આવા ફોટોને બદલે ઓફિસમાં પોતાની સીટની પાછળ ઊંચા પર્વતોનો ફોટો લગાડો. સાથે જ ઓફિસ પહોંચીને સૌથી પહેલા શ્રી સૂક્તનો પાઠ કરો.
ઓફિસમાં છોડ
ઘણા લોકો ઓફિસમાં સજાવટ માટે છોડ પણ રાખતા હોય છે. આવું કરવામાં કોઈ જ ખરાબી નથી પરંતુ ઓફિસમાં કેકટસ, બોનસાઈ કે અન્ય કાંટાવાળા છોડ રાખવા નહીં. તેનાથી પ્રગતિમાં બાધા ઉત્પન્ન થાય છે અને વેપારમાં મંદી આવે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે