Shadashtaka yog: જ્યોતિષશાસ્ત્રમાં મંગળ ગ્રહને અગ્નિનો કારક કહેવામાં આવે છે. જ્યારે તે ચંદ્રની રાશિ કર્કમાં પ્રવેશ કરે છે ત્યારે ભારે ઉથલપાથલ થઈ શકે છે કારણ કે ચંદ્ર જળનો કારક છે અને જલ અને અગ્નિ એક થવાથી અશુભ પ્રભાવ જોવા મળે છે. આવી સ્થિતિ 10 મેથી એક જુલાઈ દરમિયાન જોવા મળશે. 10 મે 2023 ના રોજ મંગળ કર્ક રાશિમાં પ્રવેશ કરશે અને 1 જુલાઈ સુધી અહીં જ રહેશે. આ સમય દરમિયાન મંગળ-શનિનો ષડાષ્ટક યોગ પણ સર્જાશે. જેના કારણે ત્રણ રાશિના લોકો માટે ઉપર આ યોગની અશુભ અસર જોવા મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


Budh Uday 2023: આ રાશિના લોકોનો ખરાબ સમય થશે પુરો, નોકરી સંબંધિત સમસ્યાઓ થશે દુર


આજે રાત્રે ચંદ્રગ્રહણ, આ 4 રાશિઓના લોકોના જીવનમાં સર્જાઈ શકે છે ઊથલપાથલ


ઘરમાં આ જગ્યાએ રાખો માતા લક્ષ્મીની મૂર્તિ, રાતોરાત બદલશે ભાગ્ય, ધનની નહીં રહે ખામી


મિથુન રાશિ


આ રાશિના લોકો માટે મંગળનું ગોચર ધન ભાવમાં થશે. આ સમય દરમિયાન તમે ક્રોધી સ્વભાવના થઈ શકો છો. સંપત્તિને લઈને વિવાદ વધી શકે છે. કોઈપણ જગ્યાએ સમજ્યા વિના હસ્તાક્ષર ન કરવા. રોકાણ સમજી વિચારીને કરવું. પરિવારમાં કલેશ ની સ્થિતિ રહી શકે છે. વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી.


સિંહ રાશિ


આ રાશિના જાતકો માટે પણ મંગળ ખર્ચામાં વૃદ્ધિ કરાવનાર સાબિત થશે. આ સમય દરમિયાન કારણ વિના યાત્રા કરવી પડી શકે છે જે માનસિક સ્ટ્રેસ આપશે. આ સમય દરમિયાન નિર્માણ ગતિ વિધિ કષ્ટદાયી સાબિત થશે. ધન સંબંધિત બાબતોમાં સાવધાની રાખવી. 


ધન રાશિ


આ રાશિના લોકો માટે પણ મંગળનું રાશિ પરિવર્તન અશુભ સાબિત થશે. આ સમય દરમિયાન સ્વાસ્થ્ય સમસ્યાઓ વધી શકે છે. આર્થિક લેનદેન કરવાથી બચવું. પત્ની સાથે વિવાદ કરવાથી બચવું દાંપત્ય જીવન માટે સારો સમય નથી. રોકાણ સમજી વિચારીને કરવું.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)