Shani Dhaiyya Upay: ભગવાન શનિદેવનો કોપ હંમેશાં લોકોને ભારે પડે છે. શનિની અઢી વર્ષની નાની પનોતી કર્ક, વૃશ્ચિક રાશિને અને સાડાસાતી મોટી પનોતી  મકર, કુંભ અને મીન રાશિ ને માટે  આ પાંચ રાશિના જાતકોને શનિપનોતી શરૂ થતી હોવાથી તેમણે અને જેને પોતાની રાશિ ખ્યાલ ના હોય પણ જીવનમાં શનિ પનોતીની પીડા દુઃખ અને  કષ્ટનો અનુભવ થતો હોય તેમણે અચૂક શનિ પનોતીનું નિવારણ કરવું જોઈએ. કેમ કે શનિદેવને કાર્યનો ન્યાય કરવાવાળા દેવ ગણવામાં આવ્યા છે તે આપણા તમામ કાર્યને જોવે છે માટે ચોક્કસ નિવારણના કાર્ય ને પણ જોવે છે અને જાતકને તેમનું કષ્ટ ઓછું કરી રાહત આપે છે. જેથી પીડા કે નુકસાની માંથી બચી શકાય છે અનેક લોકોને શનિદેવના આવા અનુભવ થયા છે માટે આપે ઉપાય અવશ્ય કરવા જોઈયે ઉપાય કરવાથી ખૂબ જ રાહત રહે છે અને પનોતીનો સમય આસાનીથી પૂર્ણ થાય છે. આ અંગે વધુ માં જ્યોતિષી ચેતનભાઇ પટેલે એ જણાવ્યું કે શનિ મહારાજ ને અવગણ્યા વગર શ્રઘ્ધા થી શનિ પનોતી પીડા કષ્ટ નિવારણ ના આ શાસ્ત્રીય ઉપાયો કરવાથી ચોક્કસ પનોતીની અશુભ અસરો નહીંવત થાય છે 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શનિ પનોતી નિવારણ સચોટ ઉપાય :


કોઈપણ ઉપાય શરૂ કરતાં પહેલાં સંકલ્પ કરવો કે શનિ પનોતી નિવારણ અર્થે આ ઉપાય કરીએ છીએ જેમાં શનિદેવની કૃપા મળી રહે..


1  સૌથી પ્રથમ ઉપાય શનિવારે ઉપવાસ કરવો એક સમય સાંજે ભોજન લેવું એમાં પણ અડદની દાળ અને રોટલી દિવસ દરમિયાન દૂધ અને ફ્રૂટ લઈ શકાય


આ પણ વાંચો:
1 June 2023 Rules: 1 જૂનથી થશે આ ફેરફાર, તમારા ખિસ્સા પર કરશે સીધી અસર, જાણો વિગતો
PM નું અપમાન કરવાની કિંમત ચુકવવી પડશે, વિપક્ષના બાયકોટ પર શાહનો હુમલો
શુક્રવારનો દિવસ કઈ કઈ રાશિના જાતકો માટે છે શુભ અને કઈ રાશિએ રહેવું સાવધાન જાણો


2  સંધ્યા સમયે કે રાત્રે સુતા પહેલા  ત્રણ કે સાત વખત હનુમાન ચાલીસા કરવી


3  શનિ બિજ  મંત્ર જાપ ઉપાય 
ॐ પ્રાં પ્રીં પ્રૌં સઃ શનૈશ્ચરાય નમઃ 
રોજ નિયમિત એક માળા કરવી
મંત્રનો સમય અને સ્થળ બને ત્યાં સુધી એક જ રાખો


4 શનિવારે હનુમાનજી અને શનિદેવને તેલ સિંદુર કે અડદ  કે કાળા તલ અર્પણ કરવા દર શનિવારે નિયમિત એક જ મંદિરે અને બને તો એક જ સમયે દર્શન કરવા જવું..


5 શનિવારે યથાશક્તિ ગરીબને દાન કરવું તેમાં પણ પોતાના જૂના વસ્ત્રો કે કાલા કપડા નું દાન કરી શકાય 


6  ગરીબોને કાળા કામળા તેમજ લોખંડના  રસોઈના  વાસણોનું દાન કરવું


7  ગરીબોને  કાળા અડદ કાળા તલ કે અડદ દાળ કઠોળ કે કોઇપણ તેલનું દાન કરવું 


8 બ્રાહ્મણોને ભોજન કે અનાજ કરિયાણું  યથાશક્તિ દાનમાં આપવું  પૈસાનું પણ દાન કરી શકાય 


9 પોતાને ત્યાં નોકરી કે મહેનત કરતા લોકોને પુરતું વળતર આપવુ  મજુરના પૈસા કાપવા નહીં શક્ય હોય તો ઇનામ પણ આપવું 


10 ગરીબ જરૂરિયાત વાળા લોકો  કંઈ પણ રીતે યથાશક્તિ મદદરૂપ થવું અનાજ કરિયાણું કપડા વાસણો પૈસા તેમજ રહેઠાણ તમામ રીતે મદદ કરવાથી પણ શનિદેવ ખુશ થાય છે


11 કાગડા ઓને  ગાંઠીયા પુરી  મિષ્ઠાન વગેરે નું  ભોજન કરાવવું


જો શનિ પનોતી નિવારણ અર્થે સાચી શ્રદ્ધા ભક્તિથી સંકલ્પ કરી ઉપરોક્ત ઉપાય કરવામાં આવે તો શનિ પનોતી ની અશુભ અસર નહીંવત રહે છે અને શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે.


આ પણ વાંચો:
વિપક્ષના બહિષ્કાર વચ્ચે 24 પાર્ટીઓ થશે નવા સંસદ ભવનના ઉદ્ઘાટનમાં સામેલ, જુઓ લિસ્ટ
મોદી સરકારના 9 વર્ષ પર મંત્રીઓની થશે કસોટી, 160 લોકસભા સીટનો મળ્યો 'ટાર્ગેટ'
મંગળવારથી આ 3 રાશિના લોકોના જીવનમાં થશે ઊથલપાથલ, એક મહિના સુધી રહેવું પડશે સાવધાન
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube