New Parliament Inauguration: વિપક્ષના બહિષ્કાર વચ્ચે 24 પાર્ટીઓ થશે નવા સંસદ ભવનના ઉદ્ઘાટનમાં સામેલ, JDS-BSPનો પણ મળ્યો સાથ

New Parliament Building: નવા સંસદ ભવનના ઉદ્ઘાટન સમારોહમાં કોણ-કોણ સામેલ થશે અને કઈ પાર્ટીઓ સામેલ નહીં થાય તેની તસવીર લગભગ સ્પષ્ટ થઈ ગઈ છે. સમારોહથી 21 પાર્ટીઓ દૂર રહેશે તો 24 પાર્ટીઓ સામેલ થશે. 

New Parliament Inauguration: વિપક્ષના બહિષ્કાર વચ્ચે 24 પાર્ટીઓ થશે નવા સંસદ ભવનના ઉદ્ઘાટનમાં સામેલ, JDS-BSPનો પણ મળ્યો સાથ

નવી દિલ્હીઃ New Parliament Building Inauguration: 28 મેએ સંસદના નવા ભવનના ઉદ્ઘાટન સમારોહમાં 21 વિપક્ષી દળોના બહિષ્કાર વચ્ચે 24 રાજકીય પાર્ટીઓ સામેલ થશે. લોકસભા સચિવાલય પ્રમાણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંસદના નવા ભવનનું ઉદ્ઘાટન કરશે. ઉદ્ઘાટન સમારોહમાં જે પાર્ટીઓ સામેલ થશે, તેમાં રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (NDA)માં સામેલ 18 દળ અને છ બિન એનડીએ પાર્ટીઓના નામ સામેલ છે. 

એનડીએમાં સામેલ આ પાર્ટીઓ લેશે ઉદ્ઘાટન સમારોહમાં ભાગ
સંસદની નવી ઇમારતના ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લેનાર 18 NDA પક્ષોમાં ભાજપ, શિવસેના-શિંદે, મેઘાલયની નેશનલ પીપલ્સ પાર્ટી, નેશનલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી, સિક્કિમ ક્રાંતિકારી મોરચા, જન-નાયક પાર્ટી, AIADMK, IMKMK, AJSU , RPI, મિઝો નેશનલ ફ્રન્ટ, તમિલ મનિલા કોંગ્રેસ, ITFT (ત્રિપુરા), બોડો પીપલ્સ પાર્ટી, પટ્ટાલી મક્કલ કાચી, મહારાષ્ટ્રવાદી ગોમંતક પાર્ટી, અપના દળ અને આસામ ગણ પરિષદ સામેલ છે. 

આ બિન એનડીએ દળો થશે સામેલ
તો સમારોહમાં 28 મેએ છ બિન એનડીએ પાર્ટીઓ- લોક જનશક્તિ પાર્ટી (પાસવાન), બીજેડી, બીએસપી, ટીડીપી અને વાઈએસઆરસીપી અને જેડીએસ સામેલ થશે. જેડીએસ તરફથી પાર્ટી પ્રમુખ અને પૂર્વ પ્રધાનમંત્રી એચડી દેવગૌડા સમારોહમાં સામેલ થશે. 

BSP નો મળ્યો સાથ
નોંધનીય છે કે બહુજન સમાજ પાર્ટી (BSP)ના સુપ્રીમો માયાવતીને આ મહત્વપૂર્ણ કાર્યમાં સમર્થન મળ્યું છે. તેમણે નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન કાર્યક્રમને સમર્થન આપ્યું છે. જો કે, તેના અન્ય કાર્યક્રમોમાં વ્યસ્ત હોવાને કારણે તે પોતે જ કહી રહ્યાં છે કે તે સમારોહમાં હાજરી આપશે નહીં, પરંતુ માનવામાં આવે છે કે તેમના પક્ષના કોઈ પ્રતિનિધિ સમારંભમાં હાજરી આપી શકે છે.

આ પાર્ટીઓએ કર્યો બહિષ્કાર
લગભગ 20 વિપક્ષી દળોએ સંસદના નવા ભવનના ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કરવાની વાત કહી છે. બહિષ્કાર કરનારમાં કોંગ્રેસ, ટીએમસી, દ્રવિડ મુન્નત્ર કડગમ (DMK),જેડીયૂ, આપ, એનસીપી, શિવસેના (ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે), માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી, સમાજવાદી પાર્ટી, રાષ્ટ્રીય જનતા દળ, ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી, ઈન્ડિયન યૂનિયન મુસ્લિમ લીગ, ઝારખંડ મુક્તિ મોર્ચા, નેશનલ કોન્ફરન્સ, કેરલ કોંગ્રેસ (મણિ), રિવોલ્યૂશનરી સોશલિસ્ટ પાર્ટી, વિદુથલાઈ ચિરૂથિગલ કાટચી (VCK),મારૂમલાર્ચી દ્રવિડ મુન્નેત્ર કડગમ (MDMK)રાષ્ટ્રીય લોકદળ, ભારત રાષ્ટ્ર સમિતિ  (BRS)અને એઆઈએમઆઈએમ સામેલ છે. 

શા માટે વિરોધ પક્ષો કાર્યક્રમનો બહિષ્કાર કરી રહ્યા છે?
કોંગ્રેસ સહિત મોટા ભાગના વિપક્ષી દળોની માંગ છે કે સંસદના નવા ભવનનું ઉદ્ઘાટન પીએમ નરેન્દ્ર મોદી દ્વારા નહીં પણ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ દ્વારા કરવામાં આવે. આ માટે બંધારણના રાષ્ટ્રપતિ અને સંસદ સંબંધિત કલમોનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનો ઉલ્લેખ કરીને વિપક્ષી પાર્ટીઓ આરોપ લગાવી રહી છે કે મોદી સરકારના કાર્યકાળમાં સંસદમાંથી લોકશાહીની આત્માને હટાવી દેવામાં આવી છે. તેમનો આરોપ છે કે કેન્દ્ર સરકારે રાષ્ટ્રપતિને ઉદ્ઘાટન સમારોહથી દૂર રાખીને અભદ્ર કૃત્ય કર્યું છે. સંયુક્ત નિવેદનમાં એવો પણ આરોપ લગાવવામાં આવ્યો છે કે પીએમ મોદી દ્વારા રાષ્ટ્રપતિ મુર્મૂને દૂર રાખીને સંસદની નવી ઇમારતનું ઉદ્ઘાટન કરવાનો નિર્ણય લોકશાહી પર હુમલો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news