Shani Dhaiya Upay: ભગવાન શનિદેવનો કોપ હંમેશાં લોકોને ભારે પડે છે.  શનિદેવને કાર્ય નો ન્યાય કરવાવાળા દેવ ગણવામાં આવ્યા છે તે આપણા તમામ કાર્યને જોવે છે માટે ચોક્કસ નિવારણના કાર્ય ને પણ જોવે છે અને જાતકને તેમનું કષ્ટ ઓછું કરી રાહત આપે છે. જેથી પીડા કે નુકસાની માંથી બચી શકાય છે અનેક લોકોને શનિદેવના કષ્ટના અનુભવ થયા હોય છે. આ દોષમાંથી મુક્તિ માટે ઉપાય અવશ્ય કરવા જોઈયે ઉપાય કરવાથી ખૂબ જ રાહત રહે છે અને પનોતીનો સમય આસાનીથી પૂર્ણ થાય છે ઘણી વાર મોટી ઘાત હોય તો તે પણ ટળે છે. જાતકો શનિ મહારાજને અવગણ્યા વગર શ્રઘ્ધાથી શનિ પનોતી પીડા કષ્ટ નિવારણના આ શાસ્ત્રીય ઉપાયો કરવાથી ચોક્કસ પનોતીની અશુભ અસરો નહીંવત થાય છે 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: ઓફિસની ડેસ્ક પર રાખો આ 5 માંથી કોઈ એક વસ્તુ, પ્રમોશન અને પગાર વધારો થશે તુરંત


શનિ પનોતી નિવારણ સચોટ ઉપાય :


કોઈપણ ઉપાય શરૂ કરતાં પહેલાં સંકલ્પ કરવો કે શનિ પનોતી નિવારણ અર્થે આ ઉપાય કરીએ છીએ જેમાં શનિદેવની કૃપા મળી રહે..


1  સૌથી પ્રથમ ઉપાય શનિવારે ઉપવાસ કરવો એક સમય સાંજે ભોજન લેવું એમાં પણ અડદની દાળ અને રોટલી દિવસ દરમિયાન દૂધ અને ફ્રૂટ લઈ શકાય


2  સંધ્યા સમયે કે રાત્રે સુતા પહેલા ત્રણ કે સાત વખત હનુમાન ચાલીસા કરવી


આ પણ વાંચો:  ગુરુવારે કરેલા ગોળના આ ઉપાયથી કાર્યમાં નડતી બાધા દુર થશે, કરિયરમાં ઝડપથી મળશે સફળતા


3  શનિ બીજ મંત્રની રોજ એક માળા કરવી.
ॐ પ્રાં પ્રીં પ્રૌં સઃ શનૈશ્ચરાય નમઃ 


4 શનિવારે હનુમાનજી અને શનિદેવને તેલ, સિંદુર કે અડદ કે કાળા તલ અર્પણ કરવા દર શનિવારે નિયમિત એક જ મંદિરે અને બને તો એક જ સમયે દર્શન કરવા જવું..


5 શનિવારે યથાશક્તિ ગરીબને દાન કરવું તેમાં પણ પોતાના જૂના વસ્ત્રો કે કાલા કપડાનું દાન કરી શકાય 


6  ગરીબોને કાળા કામળા તેમજ લોખંડના રસોઈના વાસણોનું દાન કરવું


7  ગરીબોને કાળા અડદ કાળા તલ કે અડદ દાળ કઠોળ કે કોઇપણ તેલનું દાન કરવું 


આ પણ વાંચો: Astro Tips: સાંજે દીવો કરો તેમાં આ વસ્તુ ઉમેરી દો, ચુંબકની જેમ આકર્ષિત થશે ધન


8 બ્રાહ્મણોને ભોજન કે અનાજ, કરિયાણું યથાશક્તિ દાનમાં આપવું પૈસાનું પણ દાન કરી શકાય 


9 પોતાને ત્યાં નોકરી કે મહેનત કરતા લોકોને પુરતું વળતર આપવું મજુરના પૈસા કાપવા નહીં શક્ય હોય તો ઇનામ પણ આપવું 


10 ગરીબ જરૂરિયાત વાળા લોકો  કંઈ પણ રીતે યથાશક્તિ મદદરૂપ થવું અનાજ કરિયાણું કપડા વાસણો પૈસા તેમજ રહેઠાણ તમામ રીતે મદદ કરવાથી પણ શનિદેવ ખુશ થાય છે


આ પણ વાંચો: Good Luck Charm: જે ઘરમાં હોય આ 5 વસ્તુઓ ત્યાં ગરીબી અને દુ:ખ નથી આવતા


11 કાગડાઓને ગાંઠીયા, પુરી, મિષ્ઠાન વગેરે ભોજન કરાવવું


જો શનિ પનોતી નિવારણ અર્થે સાચી શ્રદ્ધા ભક્તિથી સંકલ્પ કરી ઉપરોક્ત ઉપાય કરવામાં આવે તો શનિ પનોતી ની અશુભ અસર નહીંવત રહે છે અને શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)