Saturn Transit in Kumbh Rashi 2023: જ્યોતિષ શાસ્ત્રમાં શનિ દેવને ન્યાયના દેવતા કહે છે. એટલે કે વ્યક્તિ જેવા કર્મ કરે છે શનિ દેવ તેમને એવા જ ફળ આપે છે. ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે જે શનિદેવને નારાજ કરવાની હિંમત કરે. શનિદેવની કૃપા મેળવવા માટે સાડા સાતી- ઢૈય્યાથી બચવા માટે લોકો ભાત ભાતના ઉપાય કરે છે. ગ્રહોના સંસારમાં રાશિ પરિવર્તન થતું રહે છે. જેની સામાન્ય વ્યક્તિના જીવન પર અસર કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શનિ દેવે 30 વર્ષ બાદ પોતાની રાશિ કુંભમાં પ્રવેશ કર્યો છે. 17 જાન્યુઆરી 2023ના રોજ શનિદેવ કુંભ રાશિમાં આવી ગયા છે. હવે તેઓ 2025 સુધી આ રાશિમાં રહેશે. શનિદેવના આ રાશિ પરિવર્તનથી 3 રાશિવાળાને તેમની ભરપૂર કૃપા મળશે. હવે જાણો આ 3 રાશિ કઈ છે. 


વૃષભ રાશિ
શનિદેવનું કુંભ રાશિમાં પ્રવેશ એ વૃષભ રાશિવાળા માટે ખુશીઓની સૌગાદ જેવું છે. શનિદેવના આ ગોચરના કારણે શશ રાજયોગ બની રહ્યો છે. જેના કારણે વૃષભ રાશિવાળાની ચાંદી થશે. આ ગોચરથી તમને જબરદસ્ત આર્થિક લાભ થશે. વેપારીઓ અને નોકરીયાત જાતકોને પણ સફળતા મળી શકે છે. ભાગ્યનો તમને ભરપૂર સાથ મળશે. આવકમાં વધારો થશે અને કળા-સંગીત તથા મીડિયા સંલગ્ન લોગોને શાનદાર પરિણામ જોવા મળશે. 


મોંઘવારીના માર વચ્ચે મળી મોટી રાહત, સીએનજીના ભાવમાં થયો આટલો ઘટાડો, PNG ના પણ ઘટ્યા


ગરીબ લોકોને દંડ અને જામીન માટે કેન્દ્ર સરકાર આપશે પૈસા, ગૃહ મંત્રાલયની જાહેરાત


OMG! પ્રાઈવેટ પાર્ટના રસ્તે પેટમાં ઘૂસી ગયો સાપ? ડોક્ટર પર ચોંકી ગયા, પણ હકીકત...


મિથુન રાશિ
શનિનું ગોચર મિથુન રાશિવાળા માટે પણ ખુબ ફળદાયી રહેશે. વર્ષ 2025 સુધી તમારા માટે શાનદાર સમય રહેશે. નોકરીયાતોને સારા સમાચાર મળશે. પગાર વધવાની સાથે સાથે પ્રમોશન પણ મળી શકે છે. મોટા ઓફિસરો તમને સપોર્ટ કરશે. વિદેશ મુસાફરી પણ શક્ય છે. 


તુલા રાશિ
તુલા રાશિવાળા માટે શનિનું ગોચર ખુબ જ શુભ સાબિત થશે. કુંભ રાશિમાં શનિદેવના આવ્યા બાદ આ જાતકોની ઢૈય્યા ખતમ થઈ ગઈ છે. તેમની જીંદગીમાં જે પણ પરેશાનીઓ આવી રહી હતી તેમાંથી તેમને મુક્તિ મળશે. કરિયરમાં પ્રગતિના યોગ છે. વેપારીઓને પણ ખુબ ફાયદો થશે અને કૌટુંબિક જીવન ખુશીઓથી  ભરપૂર રહેશે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube