Government Scheme: ગરીબ લોકોને દંડ અને જામીન માટે કેન્દ્ર સરકાર આપશે પૈસા, ગૃહ મંત્રાલયની જાહેરાત

કેન્દ્ર સરકારે જેલમાં બંધ ગરીબ લોકો માટે એક નવી યોજના શરૂ કરવાનો નિર્ણય લીધો છે. યોજના હેઠળ સરકાર ગરીબ લોકોને નાણાકીય સહાયતા આપશે. સરકારનું માનવું છે કે તેનાથી જેલોમાં વધી રહેલો બોજો પણ ઘટશે. 

Government Scheme: ગરીબ લોકોને દંડ અને જામીન માટે કેન્દ્ર સરકાર આપશે પૈસા, ગૃહ મંત્રાલયની જાહેરાત

કેન્દ્ર સરકારે જેલમાં બંધ ગરીબ લોકો માટે એક નવી યોજના શરૂ કરવાનો નિર્ણય લીધો છે. યોજના હેઠળ સરકાર ગરીબ લોકોને નાણાકીય સહાયતા આપશે. સરકારનું માનવું છે કે તેનાથી જેલોમાં વધી રહેલો બોજો પણ ઘટશે. ગૃહ મંત્રાલયે શુક્રવારે કહ્યું કે યોનજાથી ગરીબ કેદી જેવા સામાજિક રૂપથી નબળા, અક્ષિક્ષિત અને ઓછી આવકવાળા લોકોની મદદ કરાશે. આ યોજનાથી સરકાર તેમને જેલમાંથી બહાર કાઢવામાં નાણાકીય મદદ આપશે. જેલમાં બંધ ગરીબ લોકો સુધી યોજનાનો લાભ પહોંચે તે માટે ઈ પ્રિઝન પ્લેટફોર્મને મજબૂત કરવામાં આવશે. કાનૂની સેવા સંગઠનોને પણ મજબૂત કરાશે. 

નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાના બજેટ ભાષણ 2023માં ગરીબ કેદીઓને નાણાકીય સહાયતા પ્રદાન કરવાની જાહેરાત કરી હતી. તેમાં એવા લોકો સામેલ છે જે દંડ કે જામીન ભરી શકે તેમ નથી. ગૃહ મંત્રાલયે કહ્યું કે સરકાર વિચારાધીન કેદીઓની સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે પગલાં ભરી રહી છે. મંત્રાલયે કહ્યું કે આઈપીસીની કલમ 436એ અને સીઆરપીસીમાં એક નવો અધ્યાય XXIA પ્લી બારગેનિંગ સામેલ કરવાનો છે. 

મંત્રાલયે કહ્યું કે વિભિન્ન સ્તરો પર ગરીબ કેદીઓને મફત કાનૂની સહાયતા પ્રદાન કરવામાં આવી રહી છે. નાણાકીય મદદ લોકો સુધી પહોંચે તે હવે સુનિશ્ચિત કરવાનું રહેશે. એમ પણ કહ્યું કે જેલ અપરાધિક ન્યાય પ્રણાલીનો એક મહત્વપૂર્ણ ભાગ છે. કાનૂન વ્યવસ્થા જાળવી રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ગૃહ મંત્રાલય સમયાંતરે રાજ્ય સરકારોને દિશા નિર્દેશ આપે છે. વિભાગ જેલોને સુરક્ષિત અને આધુનિક બનાવી રાખવા માટે રાજ્ય સરકારોને નાણાકીય મદદ પણ પ્રદાન કરે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news